અમદાવાદ- Jupiter Planet ગુરુ રાજ પુરોહિત છે. તે મુખ્યમંત્રી છે. તે પૃથ્વીથી 48 કરોડ 33 લાખ માઈલ દૂર છે. આકાશ તત્વનો ગ્રહ છે. રાશિઓમાં ચાર તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આકાશ તત્વોનું પ્રતિનિધિત્વ કોઈ જ રાશિ કરતી નથી. તે તત્વનું પ્રતિનિધિત્વ પૂરું કરે છે. આજે આપણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ અંગે વિસ્તૃત માહિતી મેળવીશું. તેમજ ગુરુ ગ્રહ નબળો હોય તો શું કરવું જોઈએ તેના ઉપાય જાણીશું.
ગુરુની લાક્ષણિકતા(Jupiter Planet)
ગુરુ(Jupiter Planet) જ્ઞાન, ધર્મ, ધન, ભાગ્ય અને સંતાનનો કારક છે. ગુરુ ગ્રહ પતિનો, પત્નીનો તથા વ્યાકરણ વિદ્યાનું કારક છે. તે પૂર્વ કરાયેલા શુભકર્મોથી ઉદિત થતા પુણ્ય કર્મોનું નિર્દેશક છે. નવા શુભ કર્મો તરફ પ્રેરણા કરનાર છે. તે વિદ્યા, ભૌતિક સુખો, માન પ્રતિષ્ઠા, આનંદ, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આકર્ષક વાણી આપે છે. તે ધર્મજ્ઞાન અને આત્મજ્ઞાન તરફ પ્રેરણા કરનાર છે. તે ધર્મ ક્રિયાઓ કરાવનાર છે, વધુમાં તે ભૌતિક સુખો મેળવવામાં મદદરૂપ ધન આપનાર છે. વંશ વૃદ્ધિ કરનાર છે. ભારતમાં લગ્નને ધાર્મિક સંસ્કાર ગણાતો હોવાથી ગુરુ લગ્ન કરાવી આપવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. શિખામણ, ઉપદેશક તથા પ્રામાણિક પ્રમાણેનો કારક ગ્રહ ગુરુ છે. ન્યાયની સાચી સુઝ ગુરુમાં જોવા મળે છે. બ્રાહ્મણો સાથે ગુરુને સીધો સંબંધ છે. ઘી, દૂધ, ફળો, ગળ્યા પદાર્થો સાથે ગુરુને સંબંધ છે.
ગુરુ ગ્રહનું વર્ણન
ગુરુ શુભ ગ્રહ છે. પુરુષ ગ્રહ છે. બ્રાહ્મણ વનનો ગ્રહ છે. આંખો મધના જેવા રંગની જોવા મળે છે. કદાવર શરીરનું હોવાથી ચરબીનું પ્રમાણ વધારે હોય છે. સફેદ રંગ હોય છે. વાળ સોનેરી રંગના જોવા મળે છે. ભરાવદાર ગાલ જોવા મળે છે. શરીરનો બાંધો મજબૂત હોય છે. સીધું શરીર, ઊંચું કપાળ હોય છે. ઊંચાઈ ઓછી હોય છે. પગ તથા પગના પંજાઓ લાંબા હોય છે. સત્વગુણી તેમાં સાત્વિક ખોરાક ખાનારા જોવા મળે છે. સ્વભાવે વિનય વિવેકી હોય છે. નીતિમાં ઉધાર, ધર્મ ભેરુ હોય છે. પાપ પુણ્યમાં માનનાર હોય છે. બીજા ઉપર પ્રેમ રાખનારો તથા બીજાઓને મદદ કરનારો હોય છે. માયાળુ, દયાળુ, ત્યાગી, આનંદી, સરળ, ભક્તિમાં ધર્મમાં માનનારા ચાતુર્ય અને પવિત્ર ભાવના હોવાથી ગુરુપ્રધાન વ્યક્તિઓના આગવા લક્ષણો છે.
ગુરુપ્રધાન વ્યક્તિઓ
Jupiter Planet બીજાએ વાપરેલા કપડાં હોય છે પણ તે ઓછા પસંદ કરે છે. આ જાતકો આનંદી અને ભોળા હોય છે. એમને કોઈ દુશ્મન હોતા નથી, પરંતુ જાતે જ પોતાની જાતના દુશ્મન બને છે. જ્ઞાની હોવાથી તેને સંબંધિતના ચિંતનમાં અને વૈજ્ઞાનિકની અંદર શોધખોળમાં બનતા હોય છે. આવા જાતકો ગણિતશાસ્ત્રની અંદર વધુ રુચિ ધરાવતા હોય છે. ગુરુપ્રધાન વ્યક્તિઓ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા વગેરે ધાર્મિક સ્થાનોમાં ધર્મગુરુ તરીકે જોવા મળે છે.
ધાર્મિક શાસ્ત્ર સાથે સંબધ
ગુરુ ગ્રહના જાતકો ન્યાય શાસ્ત્રી હોય છે. ન્યાયાધીશ હોય છે. શિક્ષણશાસ્ત્ર અને ધાર્મિક શાસ્ત્રના ગાઢ સંબંધો છે એટલે જ્ઞાન આપવાનો અને જ્ઞાન લેવાનું તેવા કાર્યોમાં તે જોડાયેલા હોય છે. ધાર્મિક વિધિ કરનારાઓ કે કરાવનારા જોવા મળે છે. લોકોના સામુહિક માટેની ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યક્તિ જોવા મળે છે. તીર્થયાત્રા કરાવનાર સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ હોય છે. આ ઉપરાંત આ વ્યક્તિ ખાદ્ય પદાર્થો, ઘી, તેલ, ફરસાણ, મીઠાઈ, ફળના વેપાર કરનારા હોય છે. આ જાતકોને પિત્તાશય, બરડો, ફેફસા અને હૃદયના બગાડો, તાવ, રક્તદોષ, અપચો, ડાયાબિટીસ, ચરબી અને કોલેસ્ટ્રોલ જેવા રોગો જોવા મળે છે.
ગુરુ(Jupiter Planet) દસમાં ભાવમાં બળવાન
ગુરુ ઈશાન કોણનો સ્વામી છે. તેની પૂર્વ દિશા છે. દસમા ભાવમાં બળવાન બને છે. ધન ભંડાર, રત્ન પોખરાજ છે. શરીરમાં મેદ ઉપર તેનો પ્રભુત્વ જોવા મળે છે. કુંડળીમાં કોઈપણ શાસ્ત્રના જાણકાર તે ગુરુ હોય છે. ગુરુ સંતાન અને વિદ્યાના કાર્યક્રમ તરીકે પાંચમા સ્થાનો કારક છે. લગ્ન ધાર્મિક વિધિ ગણતરી હોવાથી સાતમા સ્થાનો કારક, ભાગ્ય અને ધર્મનું સ્થાન નવમું હોવાથી નવમાંનો કારક છે. સારા કર્મો કરાવનાર ગ્રહ તરીકે 10 માં સ્થાનનો કારક છે. દરેક પ્રકારના લાભ આપનાર ગર્વ હોવાથી અગિયારમાં સ્થાનનો કારક ગણાય છે. આથી ગુરુ દરેક વ્યક્તિના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. ગુરુ ઉચ્ચનો હોય તો વ્યક્તિને માન, વૈભવ અને સુખની પ્રાપ્તિ કરાવે છે અને જો ગુરુ ખરાબ સ્થાનમાં હોય તો અપમાન, અભ્યાસ અનેક પ્રકારની વ્યાધી ઉત્પન્ન કરાવે છે.
ગુરુ ગ્રહ નબળો હોય તો શું કરશો?
જો આપને ગુરુ ગ્રહ નબળો હોય અથવા તો દોષ હોય તો શું કરવું જોઈએ. ગુરુવારે ઉપવાસ કરવો અને શક્ય હોય તો ગુરુવારે ભોજનમાં મીઠું વાપરવું નહી. પીળા રંગની વસ્તુઓ જેવા કે પીળા વસ્ત્રો, ચણાની દાળ, હળદર, કેળા અને ગોળ ગરીબોને કે બ્રાહ્મણને દાન કરવું જોઈએ. દરરોજ “ૐ ગ્રાં ગ્રીં ગ્રોં સઃ બૃહસ્પતયે નમઃ” અથવા “ૐ બ્રં બૃહસ્પતયે નમઃ” મંત્રની માળા કરવી જોઈએ. અથવા તો ગુરુવારે આ આવી માળા કરવી. ગુરુવારે કેળા અને પીપળાના ઝાડને પાણી ચઢાવી પૂજા કરો. દર ગુરુવારે ગોળ અને ચણાની દાળ ગાયને ખવડાવો. રોજ સ્નાન કર્યા પછી લાલચંદન અથવા કેસરનું તિલક કરો અને નાભિ પર પણ લગાવો.
ગુરુ ગ્રહ મજબૂત કેમ થાય?
ગુરુ ગ્રહને મજબૂત કરશો તો લગ્નમાં આવતી અડચણો અને પૈસાની સમસ્યાઓ દૂર થાય છે. કારકિર્દીમાં સારી તક પ્રાપ્ત થશે. જીવનમાં સારા વિચારો આવશે અને તેનાથી પોઝિટિવિટી વધશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. ભગવાન વિષ્ણુની આરાધના કરવી લાભદાયી છે. ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રાનામનો પાઠ કરવો, વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. જેથી ગુરુ દોષ દૂર થશે અને સકારાત્મક વધશે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. પોખરાજ સોનાની વીંટીમાં ધારણ કરી શકાય છે, પણ પંડિતજીના માર્ગદર્શનથી આપ ગુરુ ધારણ કરી શકો તો ઉત્તમ ફળ આપશે.
ગુરુ કર્યા તો શું?
જો આપે ગુરુ કર્યા હોય તો તેમને પુરતુ માન સમ્માન આપો. તેમની પૂજા કરો. સવારે ઉઠીને ગુરુજીના મુખનું દર્શન કરો. અથવા ગુરુના ફોટાને પગે લાગીને જ બહાર જવું જોઈએ. જેનાથી તમારી ઉન્નતિ ચારેદિશામાંથી થશે. ગુરુ નથી કર્યા તો આપના શિક્ષક, માતા પિતાને માન સમ્માન આપો તેમની સેવા કરો. વધુ માર્ગદર્શન માટે આપ આપના જન્માક્ષર જાણકારી પંડિતને બતાવવા જોઈએ.
- ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ
(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)
આ પણ વાંચો….

