અમદાવાદ- Gold Silver Market સોનાચાંદીમાં વીતેલા સપ્તાહે સુધારો આવ્યો હતો. વીતેલા સપ્તાહે ગોલ્ડમાં 3.80 ટકાનો ઉછાળો નોંધાયો હતો(Gold Rate Today) અને સિલ્વરમાં 4.83 ટકાનો ઉછાળો રહ્યો હતો.(Gold Price Today) દરેક નીચા મથાળે નવી લેવાલી આવી હતી. ગોલ્ડ સિલ્વરમાં સુધારો કેમ આવ્યો? ગોલ્ડ સિલ્વર માર્કેટમાં(Gold Silver Market) છ ફેક્ટર અતિમહત્ત્વના છે. આગામી સપ્તાહે આ છ ફેક્ટરની અસર જોવા મળશે? આગામી સપ્તાહે સોના ચાંદી બજારની ચાલ કેવી રહેશે? ટેકનિકલી બજાર કઈ દિશામાં જશે?
જૂઓ વીડિયો….
સોના ચાંદીના ભાવ વધ્યા
અમદાવાદ સોનાચાંદી બજારમાં(Gold Silver Market) 24 કેરેટ સોનાનો દસ ગ્રામે ભાવ રૂપિયા 2800 વધી રૂ.1,53,500 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ રૂ.5000 વધી રૂ.2,35,000 રહ્યો હતો.
ગોલ્ડ ફ્યુચરમાં નવી લેવાલી
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફયુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4,444 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 4,825 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4,679 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહે 171 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડમાં 184 ડૉલરનો ઉછાળો
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4,419 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીથી ઝડપી વધી 4,801 ડૉલર અને સપ્તાહને અંતે 4,676 ડૉલર બંધ થયા હતા. જે વીતેલા સપ્તાહ દરમિયાન 184 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સિલ્વર ફ્યુચર 75 ડૉલરની નીચે બંધ
સિલ્વર મે ફયુચર સપ્તાહની શરૂઆતે ઘટી 67.70 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીથી વધી 75.98 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 72.92 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહે 3.36 ડૉલર વધ્યો હતો.
સ્પોટ સિલ્વર 3.23 ડૉલર ઘટી
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 67.66 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીથી વધી 76.15 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 73.01 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહે 3.23 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
ઓપન ઈન્ટરેસ્ટ પોઝીશન ઘટી
વીતેલા સપ્તાહે(Gold Silver Market) દરેક ઘટાડે નવી લેવાલી આવી હતી. ગુડફ્રાઈડેને કારણે સપ્તાહમાં માત્ર ચાર દિવસ ટ્રેડિંગ થયા હતા. વળી ટ્રેડિંગ વોલ્યૂમ પણ ઘટ્યા હતા. તેમજ ઓપન ઈન્ટરેસ્ટ પોઝીશન પણ ઘટી હતી. જેથી ઓછા વોલ્યૂમે સોના ચાંદીમાં સુધારો આવ્યો હતો. બીજી તરફ મહિનાની સરખામણીએ જોઈએ તો ગોલ્ડ 8.67 ટકા ઘટ્યું છે અને સિલ્વર 12.64 ટકા ઘટ્યું છે.
છ ફેકટર બજારની દિશા નક્કી કરશે
(1) ઈરાન યુદ્ધ ચાલુ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ તરફથી ઉલ્ટાસુલટી નિવેદન આવી રહ્યા છે. પહેલા દિવસે ટ્રમ્પે કહ્યું કે 2-3 સપ્તાહમાં ઈરાન સામેની લશ્કરી કાર્યવાહી સમાપ્ત કરીશું, અમારી જીત થઈ છે, જેથી કોઈ સમજૂતિ કરવાની જરૂર નથી. બીજા દિવસે ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે ઈરાન સમજૂતિ નહી કરે તો તેને પાષાણ યુગમાં ધકેલી દેશું. અને હૂમલા વધુ તેજ કરીશું. ટ્રમ્પના વિરોધાભાસી નિવેદનને કારણે(Gold Silver Market) સોના ચાંદી બજાર પણ કન્ફ્યૂઝ હતું.
(2) ઈરાન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધુ વધીને આવ્યા હતા. છેલ્લે ક્રૂડ ઓઈલ 111 ડૉલર અને બ્રેન્ટ ક્રૂડ 109 ડૉલર હતું. આમ યુદ્ધ લાંબુ ચાલશે તો ક્રૂડના ભાવ વધુ વધશે. વિશ્વના દેશોમાં ક્રૂડની ખેંચ ઉભી થશે, જે વધુ નેગેટિવ અસર ઉભી કરશે. નિષ્ણાતોના મતે 2025 ગોલ્ડ સિલ્વરમાં તેજીનું હતું, તો હવે 2026નું વર્ષ ક્રૂડમાં તેજીનું છે.
(3) ક્રૂડના ભાવ 110 ડૉલર ઉપર નીકળ્યા છે, જેને પગલે વિશ્વના દેશોમાં મોંઘવારી વધી છે અને હજી વધુ વધીને આવવાનો ભય છે. જો મોંઘવારી વધશે તો તેની દેશની ઈકોનોમી પર નેગેટિવ અસર જોવા મળશે. મોંઘવારી વધુ વધશે તો ગોલ્ડ સિલ્વર કોણ ખરીદવા આવશે, તે સૌથી મોટો સવાલ ઉભો છે. ઉલટાનું મીડિયા સમાચાર મુજબ તુર્કીએ 60 ટન સોનું વેચ્યું છે. જે દેશો યુદ્ધનો સામનો કરી રહ્યા છે, અને યુદ્ધ લંબાશે તો તેઓ પણ ગોલ્ડ વેચવા આવે તેવી સંભાવના છે.
(4) વિશ્વના તમામ દેશોની સેન્ટ્રલ બેંકોએ મોનેટરી પૉલીસીને અટકાવી દીધી છે. એટલે કે વ્યાજ દરમાં ઘટાડો કર્યો નથી. હવે જો મોંઘવારી લક્ષ્યાંક કરતાં વધુ વધશે તો વ્યાજ દરમાં વધારો કરવાની નોબત આવશે. આથી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવતી હતી.
(5) ગ્લોબલ સપ્લાય ચેન પર અસર પડી છે. વૈશ્વિક વેપાર ધંધા પડી ભાંગ્યા છે. ક્રૂડના ઊંચા ભાવને કારણે તેને સંલગ્ન અનેક બિઝનેસ પર નેગેટિવ અસર પડી છે. તમામ દેશોની આયાત નિકાસ ખોરવાઈ ગઈ છે. જેથી આવા કપરા સંજોગોમાં ગોલ્ડ સિલ્વરમાં લેવાલી અટકી જશે.
(6) પોઝિટિવ ફેકટર એ છે કે યુએસ બ્યૂરો ઓફ લેબર સ્ટેટેસ્ટિકે આંકડા જાહેર કર્યા હતા. તે મુજબ માર્ચમાં યુએસમાં 1,78,000 નવી નોકરીનું સર્જન થયું છે. અર્થશાસ્ત્રીઓની ધારણા હતી કે 65,000 નવો નોકરીઓ ઉભી થશે, પણ ધારણા કરતાં નોકરીમાં વધુ બમણો વધારો થયો છે. જે યુએસ માટે પોઝિટિવ ફેકટર છે, પણ યુએસમાં સામે મોંઘવારીએ માઝા મુકી છે.
આગામી સપ્તાહની ઈકોનોમીક ઈવેન્ટ
આગામી સપ્તાહે બુધવારે યુએસ ફેડરલ રીઝર્વની મીટિંગની મીનીટ્સ જાહેર થશે. ગુરુવારે યુએસ ફાઈનલ કવાર્ટર ફોરનો જીડીપી ડેટા જાહેર થશે. તેમજ શુક્રવારે યુએસ સીપીઆઈ ડેટા અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા જાહેર થશે, જેના પર નજર રાખવી જરૂરી છે.
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે(Gold Silver Market) સોના ચાંદી બજારમાં બે તરફી વધઘટે ઘટાડો જોવા મળશે. જો (1) ઈરાન યુદ્ધ સમાપ્ત થાય (2) ક્રૂડના ભાવ ઘટે અને (3) મોંઘવારી અંકુશમાં રહે તો આ ત્રણ ફેકટર જો પોઝિટિવ થશે તો જ ગોલ્ડ સિલ્વર માર્કેટમાં તેજી થશે. અન્યથા દરેક ઉછાળે વેચવાલી આવશે. લાંબાગાળા માટે ગોલ્ડમાં 5,000 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ રહેશે અને 4300 ડૉલરનું સપોર્ટ લેવલ રહેશે. ટૂંકાગાળા માટે ગોલ્ડમાં ગોલ્ડમાં 4700 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ અને 4600 ડૉલરનું સપોર્ટ લેવલ રહેશે. તેવી જ રીતે સિલ્વર 75 ડૉલર નીકળશે તો 80 અને 90 ડૉલર સુધી જશે. અન્યથા 75 ડૉલરની નીચે 67 ડૉલર તૂટશે તો 50 ડૉલર સુધી જઈ શકે છે.
આ પણ વાંચો….
Stock Market India: લૉ લેવલથી સેન્સેક્સમાં 2023 પોઈન્ટનો ઉછાળો, આગામી સપ્તાહે આ સુધારો આગળ વધશે?

