અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોનાચાંદીના ભાવ વધ્યા હતા. સોનાચાંદીમાં દરેક ઘટાડો નવી લેવાલી આવી હતી. સોના કરતાં ચાંદીના ભાવ વધુ વધ્યા હતા. વીતેલા સપ્તાહે સોનામાં 2 ટકાનો ઉછાળો આવ્યો હતો,(Gold Rate Today) તો ચાંદીમાં 6 ટકાનો ઉછાળો નોંધાયો હતો.(Silver Rate Today) અમદાવાદ 24 કેરેટ સોનું રૂ.1,55,500(Gold Price Today) અને અમદાવાદ ચાંદી રૂ.2,50,000નો ભાવ રહ્યો હતો.(Silver Price Today) સોનાચાંદીના ભાવ કેમ વધ્યા? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો(WGC 2026) રીપોર્ટ શું આવ્યો? શું સેન્ટ્રેલ બેંકોની ગોલ્ડમાં ખરીદી ચાલુ છે? આગામી સપ્તાહે સોનુંચાંદી બજાર કેવું રહેશે? ટેકનિકલી સોનુચાંદી બજાર(Gold Silver Market) કેટલું મજબૂત? આગામી સપ્તાહે ખૂબ મહત્ત્વની ઈકોનોમિક ઈવેન્ટ છે.
જૂઓ વીડિયો….
સોનું 1500 રૂપિયા વધ્યું
અમદાવાદ સોનાચાંદી બજારમાં(ચોકસી મહાજન-માણેકચોક) 24 કેરેટ(999 ટચ સોનું) દસ ગ્રામે વીતેલા સપ્તાહે 1500 રૂપિયા વધી રૂ.1,55,500નો ભાવ શનિવારે રહ્યો હતો. ચાંદી ચોરસા એક કિલોએ 5,000 રૂપિયા વધી 2,50,000નો ભાવ રહ્યો હતો.
ગોલ્ડ ફ્યુચરમાં 86 ડૉલરનો ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ જૂન ફ્યુચર સપ્તાહના પ્રારંભે ઘટી 4510 ડૉલર થઈ અને નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 4775 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4730 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 86 ડૉલર(1.86 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડમાં 100 ડૉલરનો ઉછાળો
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4500 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 4765 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4714 ડૉલર બંધ રહ્યો હતો. જેમાં વીક ટુ વીક 100 ડૉલરનો(2.17 ટકા) ઉછાળો દર્શાવે છે.
સિલ્વર ફ્યુચરમાં ભારે લેવાલી
સિલ્વર જુલાઈ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 72.60 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીથી ઝડપી ઉછળી 82.67 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 80.86 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 4.43 ડૉલરનો(5.80 ટકા) ઉછાળો દર્શાવે છે.
સ્પોટ સિલ્વરમાં 6.62 ટકાનો ઉછાળો
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 71.21 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીથી ઝડપી વધી 82.22 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 80.34 ડૉલર બંધ થયો હતો. જે વીક ટુ વીકની સરખામણીએ 4.98 ડૉલર(6.62 ટકા)નો ઉછાળો દર્શાવે છે.
સોનાચાંદીમાં તેજીના કારણો
(1) યુએસના ઈકોનોમિક ડેટા ધારણા કરતાં સારા આવ્યા હતા. એપ્રિલ મહિનાનો નોનફાર્મ પેરોલ 1,50,000 વધ્યો હતો. બેરોજગારી દર 4.3 ટકાના દરે સ્થિર રહ્યો હતો. તેમજ એક વર્ષમાં મોંઘવારી દર 4.7 ટકાની ધારણા સામે ઘટી 4.5 ટકા રહ્યો હતો. લાંબાગાળાનો મોંઘવારી દર 3.5 ટકાથી ઘટી 3.4 ટકા રહ્યો હતો. જે ડેટા આવ્યા પછી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી. જો કે ફેડ રેટમાં ઘટાડો કરી શકાય તેટલા સારા ડેટા ન હતા. તેમ છતાં તેનાથી સપોર્ટ મળ્યો હતો.
(2) યુએસ અને ઈરાન વચ્ચે સીઝફાયર છે. તેમ છતાં અમેરિકાએ હોર્મુઝની અંદર ઈરાનના ટેન્કર અને ઈરાની સૈન્યના સ્થળો પર હૂમલો કર્યો હતો. જે પછી ઈરાને હોર્મુઝ બંધ કરી દીધું હતું. ઈરાને પણ આરોપ લગાવ્યો હતો કે અમેરિકાએ યુદ્ધ વિરામનો ઉલ્લંઘન કર્યો છે. જે સમાચારને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ઘટીને 92 થયું હતું, તે ઝડપથી ઉછળીને 95 ડૉલરની ઉપર નીકળી ગયું હતું. તેમજ બ્રેન્ટ ક્રૂડ પણ વધીને 101 ડૉલર થયું હતું. જે સમાચાર પછી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં ફરીથી નવી લેવાલી આવી હતી, અને ઉછાળે વેચવાલી પણ આવી હતી.
(3) ડૉલર નબળો થયો હતો. ડોલર ઈન્ડેક્સ ઘટીને 97.93 રહ્યો હતો. યુએસ 10 વર્ષના બોન્ડનું યીલ્ડ ઘટીને 4.33 ટકા રહ્યું હતું. જેથી ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી નીકળી હતી.
(4) સેન્ટ્રલ બેંક દરેક ઘટાડે ખરીદી કરી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રીપોર્ટ અનુસાર સેન્ટ્રલ બેંકે માર્ચમાં 30 ટન ગોલ્ડ વેચ્યું હતું. તુર્કી અને રશિયા દ્વારા આ સોનું વેચાયું હતું. તેની સામે કેટલાય દેશોએ ગોલ્ડ રીઝર્વમાં વધારો કર્યો છે. પોલેન્ડ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન સક્રિય રીતે ખરીદદાર છે. ચીને પણ સોનાની દરેક ઘટાડો ખરીદી ચાલુ રાખી છે. પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ સતત 18 મહિના સુધી ખરીદી કરી હતી. માર્ચ મહિનામાં ચીને 8 ટન સોનું ખરીદ્યું હતું. જે સમાચારે(Gold Silver Market) સોના ચાંદી બજારને ટેકો આપ્યો હતો.

આગામી સપ્તાહે સોના ચાંદીમાં બે તરફી વધઘટે મજબૂતી આગળ વધશે. ટેકનિકલી ગોલ્ડ અને સિલ્વર મજબૂત છે. ગોલ્ડમાં 4540 ડૉલર એ સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. અને ઉપરમાં 4790 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ છે. જો આ લેવલ કૂદાવશે તો ગોલ્ડ વધીને 4880 અને 5,000 ડૉલર સુધી જઈ શકે છે. તેવી જ રીતે સિલ્વરમાં 85 ડૉલરનું રેઝિન્ટન્સ લેવલ છે અને નીચામાં 72 ડૉલરનું સપોર્ટ લેવલ છે.
Stock Market India Top Trending News
Stock Market India: સેન્સેક્સ 516 પોઈન્ટ ઘટ્યો, આગામી સપ્તાહે તેજી કે ગાબડા?

