Education system in India: આજનું શિક્ષણ v/s ગુરુકુલનો અનુભવ

by Gujarati biz news
Education system in India

Education system in Indiaઅમદાવાદ- Education system in India ભારતની શિક્ષણ પ્રથા અને તેમાં અનેકો ફેરફાર કરાયા છે. નવી એજ્યુકેશન પૉલીસી 2020 આવી, પણ હજી આપણે ત્યાંના ત્યાં જ છીએ. શિક્ષણ જગતમાં જે ફેરફારની જરૂર છે, તે હજી સુધી થઈ શક્યા નથી. તો આવો આપણે એક દ્શ્ય સાથે આ વાતને બરાબર યોગ્ય રીતે સમજીએ.(Today’s Education v/s Gurukul Experience)

Syllabus પુરો કરવાની પ્રાથમિકતા

સાંજના લગભગ 7 વાગ્યા હશે. એક શિક્ષિકા—દિવસભર શાળામાં ભણાવીને—હવે પોતાના ઘરમાં 6-7 બાળકોને ટ્યુશન ભણાવી રહી છે. થકાવટ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે, છતાં અવાજમાં એ જ ઊર્જા જાળવવાનો પ્રયત્ન કરે છે. આર્થિક જરૂરિયાત તેને અટકવા નથી દેતી. થોડી વારે ફોન વાગે છે. શાળાના પ્રિન્સિપાલનો. “આ અઠવાડિયામાં Syllabus પૂરું થવું જોઈએ. Parents પૂછે છે. Result affect ન થવો જોઈએ,” એવું કહીને ફોન મુકાઈ જાય છે.(Education system in India)

માર્ક્સથી માપવાની સીસ્ટમ

પાછળથી એક માતા-પિતા તરત જ પૂછે છે: “મેડમ, Course ક્યારે પૂરું થશે? અને મારું બાળક અંતે શું Achieve કરશે?” શિક્ષિકા એક પળ માટે શાંત થઈ જાય છે. આ ક્ષણે એક સૂક્ષ્મ પણ ગંભીર ફેરફાર સ્પષ્ટ થાય છે—શિક્ષક હવે “Demand-Supply” ના સમીકરણમાં બંધાઈ ગયો છે, જ્યાં માતા-પિતા “ગ્રાહક”, શાળા “સેવા પ્રદાતા” અને શિક્ષક વચ્ચે દબાયેલો એક માધ્યમ બની ગયો છે. તેના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે—શું હું ફક્ત Syllabus પૂરું કરવા માટે છું? શું બાળકનું Achievement ફક્ત Marks માં જ મપાશે? શું મને ભણાવવાની રીત પસંદ કરવાની સ્વતંત્રતા છે? છતાં તે કંઈ બોલતી નથી. તે ફરી સમજાવવાનું શરૂ કરે છે—કારણ કે(Education system in India) સીસ્ટમ એ જ માંગે છે.

ગુરુકુળનું દ્શ્ય

Education system in India હવે કલ્પના કરીએ ગુરુકુલના એક દૃશ્યની. સવારના સૂર્યોદય સાથે શિષ્યો ગુરુ સાથે બેઠા છે. અહીં કોઈ પુસ્તક પૂરું કરવાની હડબડી નથી, કોઈ “Course completion” નો દબાણ નથી. એક શિષ્ય પ્રશ્ન પૂછે છે અને ચર્ચા શરૂ થાય છે. ગુરુ શિષ્યને ધ્યાનથી સાંભળે છે, તેના સ્વભાવ અને ક્ષમતા પ્રમાણે માર્ગદર્શન આપે છે અને જીવન સાથે જોડીને સમજાવે છે.

Generated by AI

મારું બાળક યોગ્ય હાથમાં છે

અહીં સૌથી મોટો ફરક એ છે કે ગુરુ “સેવા પ્રદાતા” નથી, પરંતુ “વિશ્વાસનો આધાર” છે. સમાજમાં તેને ઊંચું સ્થાન આપવામાં આવે છે, તેના નિર્ણય પર વિશ્વાસ રાખવામાં આવે છે અને માતા-પિતા પોતાના બાળકની સંપૂર્ણ જવાબદારી ગુરુને સોંપે છે. અહીં કોઈ પૂછતું નથી કે Syllabus ક્યારે પૂરું થશે—અહીં વિશ્વાસ છે કે “મારું બાળક યોગ્ય હાથમાં છે.”

બન્ને દ્શ્યનો તફાવત

આ બંને દૃશ્યો વચ્ચેનો ફરક માત્ર પદ્ધતિમાં નથી—પણ માનમાં છે.(Education system in India) આજના સમયમાં શિક્ષકનું મૂલ્ય તેના Output થી માપાય છે, તેના પર સતત શંકા અને દબાણ રહે છે અને તેને “Service provider” તરીકે જોવામાં આવે છે. જ્યારે ગુરુકુલમાં ગુરુનું મૂલ્ય તેના જ્ઞાન અને વ્યક્તિત્વથી માપવામાં આવતું હતું, તેને સન્માન અને સ્વતંત્રતા મળતી હતી અને તે સમાજના માર્ગદર્શક તરીકે માન્ય હતો. આથી એક મૂળભૂત સવાલ ઊભો થાય છે—શું આપણે શિક્ષણને બજાર બનાવી દીધું છે, જ્યાં વિશ્વાસની જગ્યાએ Transaction આવી ગયું છે?

અંતમાં…. 

અંતે વાત એટલી જ છે કે જ્યાં શિક્ષક પર વિશ્વાસ નથી, ત્યાં શિક્ષણ ઊંડું બની શકે નહીં. અને જ્યાં શિક્ષકને સન્માન મળે છે, ત્યાં વિદ્યાર્થી માત્ર ભણતો નથી—પરંતુ સાચા અર્થમાં વિકસે છે. તો શું આપને નથી લાગતું કે શિક્ષણ સીસ્ટમમાં ફેરફાર કરવાની તાતી જરૂરિયાત છે!

  • ડૉ. એશા ભણસાલી, સ્થાપક – Beyond Box (www.thebeyondbox.org)

New Education Policy 2020 Most Watched News

New Education Policy 2020: પરીક્ષા પદ્ધતિનું ઓડિટ જરૂરી

You will also like

Leave a Comment