Gold Silver Market: સોનાચાંદીમાં સુધારો, શું આગામી સપ્તાહે ભાવ વધુ વધશે?

by Gujarati biz news
Gold Silver Market

Gold Silver Marketઅમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદીમાં બે તરફી વધઘટને અંતે ભાવમાં સુધારો આવ્યો હતો. સોના ચાંદીમાં ઘટાડામાં નવી લેવાલી આવી હતી. પરિણામે સોનામાં 52 ડૉલરનો સુધારો નોંધાયો હતો (Gold Rate Today) અને ચાંદીમા સામાન્ય સુધારો હતો.(Silver Rate Today) સોનાચાંદીમાં સુધારો આવવા પાછળ કયા કારણો જવાબદાર રહ્યા? શું હવે આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ વધુ વધશે?(Gold Price Today) યુએસ ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ અંગે લેટેસ્ટ અપડેટ જાણીશું? ટેકનિકલી ગોલ્ડ સિલ્વર માર્કેટ(Bullion) કેવું છે?

જૂઓ વીડિયો….

અમદાવાદ સોનાચાંદી બજાર

સૌપ્રથમ વીતેલા સપ્તાહે આવેલ વધઘટ પર નજર કરીએ. અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂપિયા 1800 વધી રૂપિા 153,800નો ભાવ રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસાનો પ્રતિ કિલોએ ભાવ રૂપિયા 2,26,000 રહ્યો હતો.

MCXના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX)માં ગોલ્ડ રૂપિયા 151,503નો ભાવ બંધ રહ્યો હતો. જ્યારે એમસીએક્સમાં સિલ્વર રૂપિયા 225,820નો ભાવ બંધ રહ્યો હતો.

ગોલ્ડ ફ્યુચરમાં 58 ડૉલરની મજબૂતી

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4091 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 4233 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4220 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 58 ડૉલર(1.30 ટકા)નો સુધારો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડમાં 52 ડૉલરની મજબૂતી

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4066 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઉછળી 4207 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4194 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 52 ડૉલર(1.24 ટકા)ની મજબૂતી દર્શાવે છે.

સિલ્વર ફ્યુચરમાં ઘટાડે ટેકારૂપી લેવાલી

સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 58.73 ડૉલર થઈ અને ત્યાં ટેકારૂપી નવી લેવાલીથી વધી 62.40 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 61.11 ડૉલર બંધ રહ્યો હતો, જે વીતેલા સપ્તાહની સરખામણીએ 70 સેન્ટ્સનો સુધારો દર્શાવે છે.

સ્પોટ સિલ્વરમાં સામાન્ય સુધારો

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 58.50 ડૉલર થઈ અને ત્યાં ઘટાડે નવી લેવાલીનો ટેકો આવતાં વધી 62.04 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 60.82 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહની સરખામણીએ 41 સેન્ટ્સનો સુધારો દર્શાવે છે.

ટ્રેડિંગ વોલ્યુમ સામાન્ય કરતાં ઓછુ

સોના ચાંદી બજારમાં(Gold Silver Market) સપ્તાહની શરૂઆતે બોન્ડનું યીલ્ડ વધી જતા અને ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલ ઉછાળાને પગલે મોંઘવારી વધુ વધીને આવશે, તેવા સમાચાર પાછળ સોનાચાંદીમાં સેલીંગ પ્રેશર રહ્યું હતું, અને ભાવ ઘટ્યા હતા. જો કે સપ્તાહ દરમિયાન ઘટાડે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો અને ભાવ ઝડપી સુધર્યા હતા. ટ્રેડિંગ વોલ્યુમ સામાન્ય કરતાં ઓછુ રહ્યું હતું.

સોનાચાંદીમાં સુધારો આવવાના કારણો

(1) યુએસ 10 વર્ષીય બોન્ડ યીલ્ડ 5.36 ટકાથી ઘટી 5.24 ટકા થતાં ગોલ્ડ સિલ્વરમાં ઘટાડે નવી લેવાલીથી સુધારો આવ્યો હતો.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના અંતિમ દિવસે ક્રૂડના ભાવ ઘટીને આવ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 104.70 ડૉલર અને ક્રૂડ ઓઈલ 91.85 ડૉલર બંધ રહ્યા હતા. ક્રૂડના ભાવ ઘટતાં ગોલ્ડ સિલ્વરમાં ટેકારૂપી બાઈંગ આવ્યું હતું.

(3) વીતેલા સપ્તાહે ગોલ્ડ ઘટીને 4091 ડૉલર અને સિલ્વર તૂટીને 58.73 ડૉલરની લૉ બનાવી હતી. જે દરમિયાન(Gold Silver Market) માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાં આવી ગયું હતું. પરિણામે લૉ લેવલ પર નવું બાઈંગ આવ્યું હતું અને ભાવ સુધર્યા હતા.

(4) ચીનની સેન્ટ્રલ બેંકોએ ઘટાડે નવી ખરીદી શરૂ કરી હતી, જેથી સોના ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી સુધર્યા હતા.

(5) યુએસ ડૉલરમાં નરમાઈ આવી હતી. US ડૉલર ઈન્ડેક્સ 102.03 રહ્યો હતો, આમ ડૉલર ઘટતાં ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી.

(6) યુએસ અને ઈરાન સાથે યુદ્ધમાં શાંતિ સમજૂતિ પર ફરીથી ચર્ચાના સમાચાર મળ્યા છે. તેમજ યુએસએમાં મીડટર્મ પોલ છે, જેથી યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર ફરીથી હૂમલો નહી કરે. તેવા અહેવાલોને પગલે ગોલ્ડ સિલ્વરમાં લેવાલીથી મજબૂતી આવી હતી.

(7) સપ્ટેમ્બર મહિનામાં મળેલી ફેડરલ રીઝર્વની એફઓએમસીની બેઠકની મીનીટ્સ જાહેર થઈ હતી, જેમાં ફેડરલ રીઝર્વના તમામનું માનવું હતું કે વર્ષના અંતમાં વધુ એક વખત ફેડ રેટમાં વધારો કરવામાં આવશે. જે સમાચાર પછી ગોલ્ડ સિલ્વરમાં સેલીંગ પ્રેશરથી ભાવ તૂટ્યા હતા. પણ નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવતાં નવી વેચવાલી અટકી ગઈ હતી અને ગોલ્ડ સિલ્વરના ભાવ સુધર્યા હતા.

ઈકોનોમીક ઈવેન્ટ

આગામી સપ્તાહના બુધવારે સપ્ટેમ્બર મહિનાનો સીપીઆઈ ડેટા જાહેર થશે. તેમજ ગુરુવારે સપ્ટેમ્બરનો પીપીઆઈ ડેટા જાહેર થશે. અને શુક્રવારે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ ડેટા આવશે. આમ આગામી સપ્તાહે મોંઘવારીના ડેટા પર સોના ચાંદી બજારની(Gold Silver Market) નજર રહેશે, અને તેના પર બજારમાં વધઘટ જોવા મળી શકે છે.

આગામી સપ્તાહ કેવું રહેશે?

ગોલ્ડ સિલ્વર માર્કેટમાં આગામી સપ્તાહે દરેક ઘટાડે નવી લેવાલી આવશે. ટેકનિકલી ગોલ્ડમાં 4000 ડૉલર અને સિલ્વરમાં 58 ડૉલરના અતિમજબૂત સપોર્ટ લેવલ બન્યા છે. જે મથાળા આજુબાજુ નવી ખરીદી આવ્યા કરશે. જેથી હવે આ લેવલની નીચે બજાર જાય તેવી કોઈ શક્યતા હાલ નથી. ઉપરમાં જો ગોલ્ડ 4230 ડૉલર કૂદાવીને ઉપર જશે તો વધીને 4300 ડૉલર થવાની શકયતા છે અને સિલ્વર 62 ડૉલર કૂદાવીને ઉપર ટ્રેડ કરશે તો 65 ડૉલર થઈ શકે તેમ છે.

ભારતમાં દિવાળીના તહેવારો

ભારતમાં નવરાત્રી પછી દિવાળી અને ત્યાર પછી લગ્નોની સીઝન આવી રહી છે. જેથી આ તહેવારોમાં ગોલ્ડ સિલ્વરમાં નવી ડિમાન્ડ નીકળશે. ચોમાસું સારુ ગયું છે, જેથી સોનાચાંદીમાં નવી ખરીદીથી ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. જેથી જ્યારે જ્યારે સોનાચાંદીના ભાવ ઘટે ત્યારે ખરીદી કરવાની ઉત્તમ તક મળી છે, તેમ સમજીને બાય કરવું જોઈએ.

  • ભરત પંચાલ, એડિટર, ગુજરાતી બિઝ ન્યૂઝ ડોટ કોમ

You will also like

Leave a Comment