અમદાવાદ- Stock Market India શેરબજારમાં છઠ્ઠા દિવસે ઘટાડો આગળ વધ્યો હતો. આઈટી શેરોની આગેવાની હેઠળ ભારે વેચવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેેન્સેક્સ(BSE Sensex) 492 પોઈન્ટ તૂટી 77,235 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 132 પોઈન્ટ તૂટી 24,154 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 235 પોઈન્ટ ઘટી 57,262 બંધ થયો હતો. સતત છઠ્ઠા દિવસે ઘટાડો આવવા પાછળ કયા કારણ? આજના ઘટાડામાં ટેકનિકલી સપોર્ટ લેવલ તૂટ્યા છે, તો હવે શું? શું કાલે છ દિવસના ઘટાડાને બ્રેક વાગશે? કાલે માર્કેટમાં ઘટાડે ટેકારૂપી બાઈંગ આવશે? Share Market India તેજી થવા માટે કાલનો દિવસે છેલ્લી તક છે?
જૂઓ વીડિયો…
સેન્સેક્સ વધુ 492 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 77,418ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય લેવાલીથી વધી 77,575 થઈ અને ત્યાં ભારે વેચવાલીથી ઘટી 77,234 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,235.46 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 492.70 ઘટ્યો હતો.
નિફ્ટી વધુ 132 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,223ના ભારે નીચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 24,269 થઈ અને ત્યાં હેવી સેલીંગ પ્રેશર આવતા ઘટી 24,154 થયો હતો. જે ટ્રેડિંગ સેશનને અંતે લો લવલ હતો તે જ મથાળે 24,154.90 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 132.75નો ઘટાડો દર્શાવે છે.
આઈટી સેકટરના શેરોમાં ભારે વેચવાલી
આજે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી. તેમજ તેજીના નવા કારણોનો તદન અભાવ રહ્યો હતો. જેથી પાંચ દિવસના ઘટાડા પછી પણ નવી લેવાલી આવી ન હતી. બજાર નીચા મથાળે ખૂલ્યા પછી આઈટી શેરોની આગેવાની હેઠળ વેચવાલી ફરી વળી હતી, પરિણામે શેરબજાર વધુ ઘટ્યું હતું. ટેકનિકલી નિફ્ટીએ 24,250નું લેવલ તોડતા વેચવાલી વધુ જોરથી આવી હતી. જેથી નિફ્ટી દિવસના લો લેવલ પર જ બંધ રહ્યો હતો. આજે આઈટી ઈન્ડેક્સ 583 પોઈન્ટ(1.89 ટકા) તૂટ્યો હતો. આમ બે દિવસ આઈટી ઈન્ડેક્સ 1000થી વધુ પોઈન્ટ ગબડ્યો હતો. રીયલ્ટી, એફએમસીજી અને મેટલ શેરોમાં પણ વેચવાલી હતી. જો કે સામે ઓટો, મીડિયા અને ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી હતી.
છઠ્ઠા દિવસે બજાર ઘટવાના કારણ
(1) યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતિની જે આશા હતી, તે હવે રહી નથી. ઈરાને અમેરિકા સામે સખત વલણ અખત્યાર કર્યું છે અને ધમકીભર્યા નિવેદનો આવી રહ્યા છે. જેને પગલે હવે હોર્મુઝથી એનર્જિ સપ્લાયને લઈને ફરીથી ચિંતા શરૂ થઈ છે. આથી ક્રૂડના ભાવ ફરીથી ઉછળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ વધી 91.03 ડૉલર અને ક્રૂડ ઓઈલ વધીને 85.10 ડૉલર પર ટ્રેડ કરતા હતા.
(2) ક્રૂડના ભાવ વધીને આવતાં આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ઘટ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં જ ખૂલ્યા હતા. છેલ્લા બે દિવસ અમેરિકાનો ડાઉ જોન્સ અને નેસ્ડેક સતત ઘટી રહ્યા છે. બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 30 પોઈન્ટ માઈનસ હતો. આમ ગ્લોબલ માર્કેટના સંકેત નેગેટિવ હતા, જેથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.
(3) એફઆઈઆઈએ 17 ઓગસ્ટના રોજ રૂપિયા 2,535 કરોડનું નેટ સેલ કર્યું હતું. જેથી આજે તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી અટકી ગઈ હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
મીડકેપ ઈન્ડેક્સ 277 પોઈન્ટ ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યો હતો. એડવાન્સે ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1558 શેરના ભાવ વધ્યા હતા અને 1926 શેરના ભાવ ઘટ્યા હતા.
198 શેર બાવન વીક હાઈ પર
198 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, જ્યારે 126 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 114 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી, જ્યારે 96 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
એક્સિસ બેંક(1.28 ટકા), મેક્સ હેલ્થકેર(1.07 ટકા), એમ એન્ડ એમ(0.92 ટકા), ગ્રાસિમ(0.87 ટકા) અને પાવરગ્રીડ(0.70 ટકા).
સૌથી વધુ ગગડેલા શેર
તાતા મોટર પેસેન્જર વ્હીકલ(2.24 ટકા), એશિયન પેઈન્ટ(2.20 ટકા), ઈન્ફોસીસ(2.18 ટકા), વીપ્રો(2.11 ટકા) અને એચસીએલ ટેકનો(2.04 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજાર સતત છ દિવસથી ઘટી રહ્યું છે. જેથી ઓવરસોલ્ડ પોઝિશનમાં આવ્યું છે. ટેકનિકલી સેન્સેક્સ અને નિફ્ટીમાં સપોર્ટ લેવલ તૂટ્યા છે. જેથી કાલે ઘટાડે નવી લેવાલી આવવાની શકયતા છે. જો કોઈ નેગેટિવ કારણ ન આવે તો બજાર રીબાઉન્ડ થઈ શકે છે. ટેકારૂપી ખરીદી નીકળવાની ધારણા છે. જો કે ટેકનિકલી આજે બજાર વીક થયું છે. પણ કાલે બજાર સુધરવા માટેની તક છે. સેન્સેક્સમાં 77,500 અને નિફ્ટીમાં 24,250ના સપોર્ટ લેવલ તૂટ્યા છે. બીજી તરફ બેંક નિફ્ટી 57,200નું સપોર્ટ લેવલ તૂટયું નથી. જેથી બેંક નિફ્ટીમાં તેજી આગળ વધશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

