Gujarat Education Loan: બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારનો અતિમહત્ત્વનો નિર્ણય

by Gujarati biz news
Gujarat Education Loan
Gujarat Education Loan

Image Generated by AI

ગાંધીનગર- Gujarat Education Loan વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઇચ્છા ધરાવતાં ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે મહત્વનો અને વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ અમલમાં રહેલી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’માં પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા રૂપિયા 06 લાખથી વધારીને રૂપિયા 10 લાખ કરવામાં આવી છે.

ઉચ્ચ અભ્યાસ માટે લોન

સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજ્ય કક્ષાના પ્રધાન ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વ હેઠળ વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અગાઉ આવક મર્યાદાને કારણે યોજનાનો લાભ મેળવી શકતા ન હોય, તેવા અનેક વિદ્યાર્થીઓ હવે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય(Gujarat Education Loan) મેળવવા પાત્ર બની શકશે.

એજ્યુકેશન લોન મર્યાદા વધારી

Gujarat Education Loan વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસની ફી, રહેવા-જમવા સહિતના વિવિધ ખર્ચને પહોંચી વળવા શૈક્ષણિક લોન મહત્વપૂર્ણ સહારો બની શકે છે. અત્યાર સુધી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’માં લાભ મેળવવા માટે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા રૂપિયા 06 લાખ હતી. હવે ગુજરાત સરકારે આ આવક મર્યાદામાં રૂપિયા 04 લાખનો વધારો કરીને તેને રૂપિયા 10 લાખ કરી છે એટલે કે, હવે રૂપિયા 10 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતાં બિન અનામત વર્ગના પાત્ર વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે.

વધુ વિદ્યાર્થીઓ વિદેશી યુનિવર્સિટીઓ સુધી પહોંચશે

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આર્થિક રીતે મધ્યમ આવક ધરાવતાં પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓ માત્ર આવક મર્યાદાના કારણે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તકથી વંચિત ન રહે. તેમજ વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાથી વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરની શિક્ષણ પદ્ધતિ, આધુનિક ટેક્નોલોજી, સંશોધન અને આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવાની તક મળે છે. આવા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની કારકિર્દીને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે અને શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ગુજરાત તથા દેશના વિકાસમાં પણ યોગદાન આપી શકે છે.

કેવી રીતે અને કયા અરજી કરશો?

ગુજરાતમાં વિદેશ અભ્યાસ લોન યોજના(Gujarat Education Loan) માટે અરજી કરવા માટે આપે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે સરકાર દ્વારા ઓછા વ્યાજના દરે લોન મેળવી શકે છે. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પર જઈને નવું રજિસ્ટ્રેશન કરો અને તમારા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગઈન કરો. ત્યાર પછી સંબધિત વિદેશી અભ્યાસ લોન યોજનાની પસંદગી કરો અને ઓનલાઈન ફોર્મમાં માંગેલી તમામ માહિતી સાચી રીતે ભરો. તેમજ માંગેલા તમામ ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે. તેમજ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા શરતો ખાસ વાંચી લેવી.

આ પણ વાંચો…

Gujarat CM in USA: લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે જોડાવવા ગ્લોબલ કંપનીઓને આમંત્રણ

You will also like

Leave a Comment