Stock Market India: શેરબજારમાં બે તરફી વધઘટે મજબૂતી, આગામી સપ્તાહે તેજી થશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે સાધારણ સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 3 પોઈન્ટ વધી 77,540 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 20 પોઈન્ટ વધી 24,252 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 266 પોઈન્ટ ઉછળી 57,761 બંધ થયો હતો. શેરબજારમાં કેમ બે તરફી સાંકડી વધઘટ જોવાઈ? શેરબજાર કેમ ટ્રેડિંગ રેન્જમાં રહ્યું?શેરબજારમાં કેમ સાવચેતીનો મૂડ રહ્યો છે? તેજીવાળા અને મંદીવાળા ઓપરેટરો બજારથી દૂર થયા છે? આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? આગામી સપ્તાહે શેરબજારમાં(Share Market India) તેજી આવશે? આગામી સપ્તાહ માટે જાણો બેસ્ટ બાય?

જૂઓ વીડિયો…. 

સેન્સેક્સ 3 પોઈન્ટ જ સુધર્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,701ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 77,725 થઈ અને ત્યાં વેચવાલી આવતાં ઘટી 77,445 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,540.83 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ સેન્સેક્સની સરખામણીએ 3.11નો સુધારો દર્શાવે છે.

નિફ્ટી 20 પોઈન્ટ વધ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,284ના ઊંચા મથાળે ખૂલ્યો હતો. તે જ દિવસનો હાઈ રહ્યો હતો. ત્યાર પછી વેચવાલી રહેતાં ઘટી 24,206 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,252 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 20.15 વધ્યો હતો.

ટૂંકી વધઘટે અથડાયું બજાર

આજે સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ખૂલ્યા હતા. ત્યાર બાદ નવી તેજીના કારણોના અભાવે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. પરિણામે શેરોના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા. જો કે બજાર સાવ સાંકડી વધઘટમાં અથડાયું હતું. આજે આઈટી, ઓટો અને એફએમસીજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી. જ્યારે મેટલ, બેંક અને રીયલ્ટી સેકટરના શેરોમાં લેવાલીથી મજબૂતી હતી.

શેરબજારમાં ટ્રેડિંગ રેન્જ પાછળ કયા કારણો

(1) યુએસ બોન્ડનું યીલ્ડ વધ્યું હતું. તેમજ યુએસની રીટેઈલ દિગ્ગજ કંપની વોલમાર્ટના પરિણામે નિરુત્સાહ આવ્યા હતા. જેથી કન્ઝ્યુમર સેકટર પર રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો હતો. જેથી ગત મોડી રાતે ડાઉજોન્સ 703 પોઈન્ટ તૂટ્યો હતો અને નેસ્ડક 263 પોઈન્ટ ઘટ્યો હતો. જેને પગલે શેરબજારમાં સાવચેતીનો મૂડ હતો.

(2) ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી છે. જેથી આગામી દિવસોમાં એનર્જિના સપ્લાયની શોર્ટ ઉભી થશે. તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતોમાં ઉછાળો આવશે, તેવા અનુમાન પાછળ ભારતીય શેરબજારમાં નવી લેવાલી અટકી ગઈ હતી. અને માર્કેટ ટ્રેડિંગ રેન્જમાં આવી ગયું હતું.

(3) તેજીનું કોઈ જ કારણ નહોતું આવ્યું, જેથી બજારમાં તેજીવાળા ઓપરેટરો બજારની દૂર રહ્યા છે. જેથી બજારમાં ઓછા ટ્રેડિંગ વોલ્યૂમ વચ્ચે સાંકડી વધઘટ રહી હતી.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

આજે મીડકેપ ઈન્ડેક્સ 64 પોઈન્ટ વધ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 136 પોઈન્ટ ઊંચકાયો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1885 શેરના ભાવ વઘ્યા હતા અને 1634 શેરના ભાવ ઘટ્યા હતા.

130 શેરમાં અપર સર્કિટ

139 સ્ટોક બાવન વીક હાઈ પર હતા, જ્યારે 80 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 130 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 87 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

ટોપ ગેઈનર્સ

પાવરગ્રીડ(2.87 ટકા), એચડીએફસી લાઈફ(2.36 ટકા), કોટક બેંક(1.37 ટકા), નેસ્લે(1.31 ટકા) અને બીઈએલ(1.12 ટકા).

ટોપ લુઝર્સ

મારૂતિ(1.77 ટકા), ટ્રેન્ટ(1.55 ટકા), એચસીએલ ટેકનોલોજી(1.21 ટકા), ઈન્ડિગો(1.06 ટકા) અને ઓએનજીસી(0.88 ટકા).

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે શેરબજારમાં બે તરફી વધઘટ જોવા મળશે. જ્યાં સુધી નવી તેજીના કારણો નહી આવે ત્યાં સુધી બજાર બે તરફી વધઘટમાં અથડાયા કરશે. નીચા મથાળે લેવાલી અને ઊંચા મથાળે વેચવાલી આવશે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે, પણ સપોર્ટ લેવલ તૂટ્યા નથી. આગામી સપ્તાહે નિફ્ટીમાં 23,950નું મજબૂત સપોર્ટ લેવલ છે, તેની ઉપર 24,500 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જો 24,500 કૂદાવશે તો તેજીની આગેકૂચ જોવા મળશે. તેવી જ રીતે બેંક નિફ્ટીમાં 57,200 નો અતિમહત્ત્વનો સપોર્ટ લેવલ છે, જે લેવલ તૂટયું નથી. અને આજે શુક્રવારે બેંક નિફ્ટી 57,600 ઉપર ક્લોઝ છે, જેથી તે વધુ મજબૂતી દર્શાવે છે હવે આગામી સપ્તાહે બેંક નિફ્ટી 57,800 કૂદાવી ઉપર બંધ થશે તો તેજી આગળ વધશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી. 

You will also like

Leave a Comment