India UK FTA 2026: બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો આજથી અમલ, જાણો ભારતને શું લાભ?

by Gujarati biz news
India UK FTA 2026
India UK FTA 2026

Generated by AI

નવી દિલ્હી- India UK FTA 2026 ભારત અને બ્રિટન(Britain) માટે આજે 15 જુલાઈ, 2026ને બુધવારનો દિવસ સૌથી મોટો છે. કારણ કે ભારત અને બ્રિટન બન્ને દેશો વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA)નો અમલ થઈ રહ્યો છે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) ભારત માટે ખૂબ જ મહત્ત્વનો છે. ભારતમાંથી અંદાજે 99 ટકા નિકાસ બ્રિટન જેવા મોટા બજારમાં ડ્યૂટી ફ્રી એટલે કે ઝીરો ટેક્સ(ટેરિફ Tatiff) પ્રવેશ મળશે. તેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બન્ને દેશોની ઈકોનોમી માટે બુસ્ટરનું કામ કરશે. આવો જાણીએ તેના પાંચ મોટા ફાયદા.

ઈકોનોમી પર પોઝિટિવ અસર

એકતરફ પુરુ વિશ્વ મીડલ ઈસ્ટમાં ચાલી રહેલ અમેરિકા–ઈરાન યુદ્ધથી ચિંતામાં પડ્યું છે. ત્યારે ભારત બ્રિટન વચ્ચે થયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો(India Britain FTA) અમલ કરવા જઈ રહી છે. બન્ને દેશોની સરકારનું માનવું છે કે આ ડીલથી બન્ને દેશોની ઈકોનોમી પર પોઝિટિવ અસર જોવા મળશે.

બ્રિટિશ અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક ડીલ

બ્રિટશ સરકાર તેને ભારત સાથે કરાયેલ સૌથી મોટો ટ્રેડ એગ્રીમેન્ટ( India UK FTA 2026) દર્શાવી રહી છે અને તેમનું માનવું છે કે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી બ્રિટિશ અર્થવ્યવસ્થામાં 4.8 અબજ પાઉન્ડનો વધારો થશે. અને વાસ્તિવક વેતનમાં 2.2 અબજ ડૉલરની વૃદ્ધિ જોવાશે. તો બીજી તરફ ભારત સરકારનું કહેવું છે કે આ ડીલથી ભારતીય નિકાસમાં ખૂબ મોટો વધારો જોવા મળશે. એટલે કે બન્ને દેશો માટે આ એફટીએ ઈકોનોમી માટે બુસ્ટર ડોઝ સાબિત થશે.

 India UK FTA 2026 ભારતને શું ફાયદો થશે?

બ્રિટનની સાથે ભારતનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) ભારતીય નિકાસકારો અને ભારતીય કામદારો માટે ખૂબ મોટો ફાયદાનો સોદો સાબિત થવાનો છે. બ્રિટનથી આવનારી સ્કૉચ-વ્હિસ્કીથી લઈને લક્ઝરી કાર સસ્તી થશે. ભારતને પણ એક મોટુ બજાર મળશે.

બ્રિટશ કારો સસ્તી થશે

(1) ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા ભારત-બ્રિટન એફટીએને લઈને જાહેર કરાયેલ એક નોટિફિક્શનને જોઈએ તો યુકે ઈન્ડિયા એફટીએ લાગુ થવા પર ભારતમાં બ્રિટિશ સ્કૉચ – વ્હીસ્કી પર લાગુ થયેલ 150 ટકા ટેરિફ તબક્કાવાર ઘટાડીને 40 ટકા સુધી લાવવામાં આવશે. એટલે કે તેની કીંમત 110 ટકા ઘટી જશે. તે ઉપરાંત ઓટોમોબાઈલ ટેરિફ(Tariff) 100 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવશે. જેમાં લૈન્ડ રોવર, જગુઆર, રોલ્સ રોયસ અને એસ્ટન માર્ટિન, ડિફેન્ડર જેવી કારની કીમતો સસ્તી થશે. બ્રિટશ બ્યૂટી પ્રોડક્ટ પર 22 ટકા ટેરિફ સમાપ્ત થશે.

ડ્યૂટી ફ્રી એક્સેસ

(2) ભારત અને બ્રિટન(યુકે) એફટીએ ભારતના 99 ટકા ઉત્પાદકોને બ્રિટનના બજારમાં ડ્યૂટી ફ્રી(Duty Free) એક્સેસ મળી જશે. જેમાં કપડા, બુટ-ચંપલ અને કેટલીક ફૂડ પ્રોડક્ટ્સ સામેલ છે. ટેક્સ્ટાઈલ ગાર્મેન્ટ પર યુકેમાં 12 ટકા ડ્યૂટી લાગતી હતી, કેમિકલ પર 8 ટકા, બેઝ મેટલ પર 10 ટકા ડ્યૂટી લાગતી હતી. પણ હવે આ ડીલથી 99 ટકા વસ્તુઓ યુકેમાં શૂન્ય ટકામાં આવી ગઈ છે.

નિકાસમાં વધારો થશે…

(3) India UK FTA 2026 વધુ એક ફાયદો રોજગારી પર જોવા મળશે. ખરેખર બ્રિટિશ બજારમાં ભારતની નિકાસ પર ઝીરો અથવા તો સાવ ઓછી ટેરિફ સાથે પ્રવેશથી નિકાસમાં વધારો થશે. જેમાં શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં ઉત્પાદ વધશે. ખાસ કરીને કપડા, ચામડુ, ફૂડ પ્રોસેસિંગ અને એમએસએમઈ સેકટરમાં લાખો નવી રોજગારીનું સર્જન થશે.

નોકરી કરતાં લોકોને ડબલ ફાયદો

(4) ભારત અને બ્રિટન વચ્ચેની આ સમજૂતિથી બ્રિટનમાં કામ કરી રહેલા ભારતીય પ્રોફેશનલ અને નોકરી કરતાંને સૌથી મોટો ફાયદો મળશે. એફટીએમાં ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેંશન(DCC) અનુસાર બ્રિટનમાં કાર્યરત ભારતીયોને નેશનલ ઈન્સ્યોરન્સમાં છૂટની દરખાસ્ત છે. કેટલાક દિવસો પહેલા વાણિજ્યપ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે યુકેમાં ભારતીય પ્રોફેશનલ કે નોકરી કરતા લોકોના વેતનનો અંદાજે 25 ટકા હિસ્સો બ્રિટન સરકારની સામાજિક સુરક્ષા યોજનામાં જતો હતો. પણ હવે પૈસા ભારતમાં તેમના પ્રોવીડંડ ફંડ(PF) ખાતામાં જમા થશે, જેના પર 8.25 ટકા વાર્ષિક વ્યાજ મળશે. આ તમામ પૈસા ટેક્સ ફ્રી થઈ જશે.

ભારતમાં રોકાણ વધશે

(5) India UK FTA 2026 લાગુ થતાં ભારત અને બ્રિટન બન્ને દેશોની વચ્ચે વેપાર વધશે. તેમજ રોકાણમાં(Investment) પણ ઉછાળો આવવાની શક્યતા છે. યુકેની કંપનીઓ ભારતમાં આવીને વધુ રોકાણ કરશે. જેમાં મેન્યુફેકચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ગ્રોથમાં વધારો થશે. તે ઉપરાંત ભારતીય આઈટી કંપનીઓ, એન્જિનિયરો, આર્કિટેક્સ સહિત અન્ય પ્રોફેશનલ્સ માટે બ્રિટનમાં તક વધશે.

You will also like

Leave a Comment