અમદાવાદ- Stock Market India શેરબજારમાં સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 130 પોઈન્ટ વધી 77,185 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 26 પોઈન્ટ વધી 24,078 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 295 પોઈન્ટ વધી 57,757 બંધ થયો હતો. શેરબજારમાં સુધારો આવવા પાછળ ચાર સોલીડ કારણ? કાલે શેરબજાર કેવું રહેશે? ટેકનિકલ લેવલ શું સંકેત આપી રહ્યા છે? ટ્રેડરો અને રોકાણકારોની શું સ્ટ્રેટેજી? Share Market India કયા બનશે પૈસા?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 130 પોઈન્ટ સુધર્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,192ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધુ વધી 77,646 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી નીકળતાં ઘટી 76,982 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,185.43 ંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 130.49નો સુધારો દર્શાવે છે.
નિફટી 26 પોઈન્ટ વધ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,085ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધી 24,220 થઈ અને ત્યાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી નીકળતાં ઘટી 24,010 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,078.50 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 26.45 વધ્યો હતો.
ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી વેચવાલી
ગઈકાલના રીએક્શન પછી આજે સુધારો આવ્યો હતો. જો કે શરૂમાં લેવાલી અને ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી વેચવાલી ફરી વળી હતી. જો કે ઓવરઓલ શેરબજારના ઈન્ડેક્સ મજબૂત રહ્યો હતો. બેંક અને ફાર્મા શેરોમાં નવી લેવાલીથી મજબૂતી હતી. તો સામે મેટલ, આઈટી, રીયલ્ટી અને એફએમસીજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
શેરબજારમાં સુધારાના કારણો
(1) યુએસમાં મોંઘવારી ઘટી છે, જેને કારણે યુએસ ફેડરલ રીઝર્વ હવે ફેડ રેટમાં વધારો નહી કરે. તેવી ધારણા હતી. બીજી તરફ અમેરિકામાં અર્નિંગ સીઝનની સારી શરૂઆત થઈ છે. એઆઈ સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં બાઈંગ હતું, જેથી અમેરિકન સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
(2) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ પરથી પસાર થતાં જાહાજો પાસેથી 20 ટકા ચાર્જ વસુલવાની ધમકી આપી હતી., પરિણામે વિશ્વના બજારોમાં હાહાકાર મચી ગયો હતો. જો કે હવે ટ્રમ્પે ફેરવી તોળ્યું છે. અને કોઈ ચાર્જ નહી લેવા જણાવ્યું છે. જેની પોઝિટિવ અસર જોવા મળી હતી.
(3) એશિયન સ્ટોક માર્કેટમાં સુધારો હતો. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ સામાન્ય માઈનસ હતા. પણ ડાઉ જોન્સ ફ્યુચર 140 પોઈન્ટ પ્લસ હતો. જેથી જનરલ સેન્ટિમેન્ટ સુધર્યું હતું.
(4) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સ્ટેબલ રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 85.32 ડૉલર અને ક્રૂડ ઓઈલ 79.92 ડૉલર પર ટ્રેડ કરતું હતું.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે બુધવારે મીડકેપ ઈન્ડેક્સ 176 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 128 પોઈન્ટ પ્લસ બંધ હતા. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1847 શેરના ભાવ વધ્યા હતા અને 1445 શેરના ભાવ ઘટ્યા હતા.
100 શેરમાં અપર સર્કિટ
84 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 47 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 100 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 85 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
અલ્ટ્રાટેક સીમેન્ટ(2.91 ટકા), ઈટરનલ(2.80 ટકા), એચડીએફસી લાઈફ(2.16 ટકા), શ્રી રામ ફાયનાન્સ(1.88 ટકા) અને આઈસર મોટર(1.60 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
હિન્દાલકો(2.13 ટકા), પાવરગ્રીડ(1.87 ટકા), તાતા સ્ટીલ(1.65 ટકા), લાર્સન ટુબ્રો(1.45 ટકા) અને જેએસડબલ્યૂ સ્ટીલ(1.44 ટકા)
કાલે બજાર કેવું રહેશે?
યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે. મીડલ ઈસ્ટ દેશો પર ઈરાનના હૂમલા છે. જે ફેકટર મોટાભાગે ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. પણ હાલ બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અને ડૉલર સામે રૂપિયો આ બે ફકટર ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવશે. જેના પર નજર રાખવી જરૂરી છે. જો કે હાલ છેલ્લા ત્રણ-ચાર દિવસથી શેરબજારમાં નિફ્ટી 24,000 અને 24,250ની રેન્જમાં અથડાયો છે. ટેકનિકલી જોઈએ તો નિફ્ટીમાં 24,000 ખૂબ જ સપોર્ટ લેવલ બની ચુક્યું છે. જો આગામી દિવસોમાં નિફટી 24,000નું લેવલ કૂદાવશે તો નીચામાં 23,800 અને 23,500 સુધી જઈ શકે છે. અને ઉપરમાં નિફ્ટી 24,200 કૂદાવશે તો નવી તેજી આગળ વધશે. તેવી જ રીતે બેંક નિફ્ટીમાં 57,200નું સપોર્ટ લેવલ આવે છે અને ઉપરમાં 57,850નું રેઝિસ્ટન્સ લેવલ છે. બેંક નિફ્ટી 57,850 કૂદાવશે તો 59,000 થઈ શકે છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

