Jio Latest Offer 2026: જિયો માત્ર 55 રૂપિયામાં તમારા ફોન પર લાવી રહ્યું છે 1,000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ

રિચાર્જ કરો, લોગ-ઈન કરો, જોવાનું શરૂ કરો

by Gujarati biz news
Jio Latest Offer 2026

Jio Latest Offer 2026મુંબઈ- Jio Latest Offer 2026 મનોરંજન હવે એકદમ વધારે સારે રીતે પરવડે તેવું બની ગયું છે. જિયોએ 55 રૂપિયાનું જિયોટીવીપ્રો પેક રજૂ કર્યું છે. આ 30 દિવસનું એક પેક છે જિયોટીવી મોબાઇલ એપના માધ્યમથી 1,000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ સીધા તમારા ખિસ્સામાં એટલે કે મોબાઇલમાં લાવી દે છે.

16થી વધુ ભાષાઓમાં 1000+ ચેનલ્સ

માત્ર ચાના બે કપ જેટલી કિંમતમાં, ગ્રાહકોને 16થી વધુ ભાષાઓમાં પ્રસારિત ચેનલોનો એક વિશાળ સંગ્રહ મળે છે, જેમાં બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રના કેટલાક સૌથી મોટા નામોની 150થી વધુ પ્રીમિયમ ચેનલ્સનો સમાવેશ થાય છે. જેમાં મનોરંજન, ફિલ્મો, સમાચાર, બાળકોના કાર્યક્રમો, લાઈફસ્ટાઈલ અને પ્રાદેશિક સામગ્રીના સમૃદ્ધ મિશ્રણને આવરી લેતી સ્ટારપ્લસ એચડી, કલર્સ એચડી, સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન એચડી, સોની સબ એચડી, ડિસ્કવરી, એનિમલ પ્લેનેટ, સન ટીવી નેટવર્ક, ઇટીવી અને આવી અન્ય ઘણી ચેનલ્સનો સમાવેશ થાય છે. 

ભારતના સૌથી મોટા બ્રોડકાસ્ટર્સ તરફથી પ્રીમિયમ ચેનલ્સ

Jio Latest Offer 2026 આ પેક જિયોસ્ટાર, સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન, સન ટીવી નેટવર્ક, વર્નર બ્રધર્સ ડિસ્કવરી અને ઇટીવીની પ્રીમિયમ ચેનલોને એકસાથે લાવે છે, જે તેને વિવિધ પ્રકાર અને ભાષાઓમાં ટીવી જોતા પરિવારો માટે એક સાચો અને બધી સુવિધા એક જ જગ્યાએ આપતું પેક બનાવે છે. (નોંધ: જિયોસ્ટાર અને સોનીની સ્પોર્ટ્સ ચેનલો આ પેકનો ભાગ નથી.)

રિચાર્જ કરોલોગઈન કરોજોવાનું શરૂ કરો

શરૂઆત કરવી એકદમ સરળ છે. રૂપિયા 55ના પેકથી રિચાર્જ કરો, JioTV એપ ખોલો, તમારા Jio નંબર સાથે લોગ-ઈન કરો અને જોવાનું શરૂ કરો. આના માટે કોઈ અલગ એક્ટિવેશન પ્રક્રિયાની જરૂર નથી, અને તમારું રિચાર્જ સફળ થતાંની સાથે જ પ્રીમિયમ ચેનલ્સ ઉપલબ્ધ થઈ જશે. 

એન્ટરટેઈનમેન્ટઓન્લી પેક વિશે

Jio Latest Offer 2026 પેક માત્ર એન્ટરટેઇનમેન્ટ ઓન્લી પેક હોવાથી, તેમાં કોઈ વોઈસ (કોલિંગ) કે SMS ના લાભ મળતા નથી. આ સેવાનો આનંદ માણવા માટે તમારી પાસે એક્ટિવ જિયો પ્રીપેડ અથવા પોસ્ટપેડ કનેક્શન હોવું જરૂરી છે. આ પેક જિયોટીવીએપ દ્વારા એક મોબાઇલ ડિવાઇસ પર કામ કરે છે અને તે પ્રીપેડ તેમજ પોસ્ટપેડ બંને ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. જો તમે એક કરતાં વધુ વખત રિચાર્જ કરશો, તો વધારાના પેક કતારમાં ગોઠવાઈ જશે અને દરેક 30 દિવસની સાયકલ પૂરી થતાંની સાથે એક પછી એક એક્ટિવેટ થતા જશે. 

હવે ઉપલબ્ધ છેઓનલાઈન અને ઓફલાઈન

રૂપિયા 55નું આ જિયોટીવી પ્રો પેક(Jio Latest Offer 2026) ઓનલાઈન અને ઓફલાઈન બંને રિચાર્જ માધ્યમો પર ઉપલબ્ધ છે. તેથી પછી ભલે તે તમારી મનપસંદ ડેઇલી સિરિયલ હોય, નવીનતમ સમાચાર હોય, બાળકો માટે કાર્ટૂન હોય, કે તમારી માતૃભાષામાં પ્રાદેશિક શો હોય, બધું જ અહીં ઉપલબ્ધ છે.

Gujarat Data Center Policy – Most Watched News Article 

Gujarat Data Center Policy: ગુજરાત ડેટા સેન્ટર પોલિસીમાં કેવા નાણાકીય પ્રોત્સાહનો અપાયા છે?

You will also like

Leave a Comment