Stock Market India: સેન્સેક્સ 187 પોઈન્ટ ઘટ્યો, લૉ લેવલથી 469 પોઈન્ટની રીકવરી, તેજી આગળ વધશે?

લૉ લેવલ પર બ્લૂચિપ શેરોમાં વેલ્યૂ બાઈંગ આવ્યું

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. લો લેવલ પર વેલ્યૂ બાઈંગથી રીકવરી પણ આવી હતી. લો લેવલથી સેન્સેક્સમાં 469 પોઈન્ટની રીકવરી નોંધાઈ હતી. જોકે ઓવરઓલ બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 187 પોઈન્ટ ઘટી 77,966 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) ઈન્ડેક્સ 35 પોઈન્ટ ઘટી 24,435 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 439 પોઈન્ટ વધી 57,885 બંધ થયો હતો. વેચવાલી અને લેવાલી આવવાના પોઝિટિવ અને નેગેટિવ કયા કારણો? કાલે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી માર્કેટમાં(Share Market India) સપોર્ટ લેવલ તૂટ્યા છે કે નહી? ટેકનિકલી હવે કયા લેવલ કૂદાવે તો તેજી? આજના ઘટાડા પછી પણ તેજીનું મોમેન્ટમ જળવાયું છે? એફઆઈઆઈનું નવું બાઈંગ તેજીનું સૌથી મોટુ કારણ?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 187 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આજે સવારે 78,263ના મજબૂત મથાળે ખૂલીને દિવસનો તે જ હાઈ રહ્યો હતો. ત્યાર બાદ પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 77,497 થઈ અને લૉ લેવલ વેલ્યૂ બાઈંગ આવતાં ઝડપથી રીકવર થઈ ટ્રેડિંગ સેશનને અંતે 77,966.35 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 187 પોઈન્ટ ઘટ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં શરૂમાં સેન્સેક્સ 657 પોઈન્ટ તૂટ્યો હતો. પરંતુ લૉ લેવલથી વેલ્યૂ બાઈંગના ટેકાથી 469 પોઈન્ટ રીકવર થયો હતો.

નિફ્ટી 35 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી સવારે 24,472ના સામાન્ય સુધારા સાથે ખૂલ્યો હતો, શરૂમાં સામાન્ય સુધરી 24,473 થઈ અને વેચવાલી ફરી વળતાં તૂટી 24,265 થઈ અને ટ્રેડિંગ સેશનના છેલ્લા દોઢ કલાકમાં નવી લેવાલી નીકળતાં રીકવર થઈ 24,435.95 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 35.75નો ઘટાડો દર્શાવે છે. નિફ્ટીમાં ઈન્ટ્રા-ડેમાં  લૉ લેવલથી 170 પોઈન્ટની રીકવરી નોંધાઈ હતી.

બેંક, મીડિયા અને મેટલ શેરોમાં નવી લેવાલી

આજે બુઘવારે લેવાલી અને વેચવાલી એમ બે તરફી વધઘટમાં અથડાયું હતું. આઈટી અને એફએમસીજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ હતી. તેમજ અદાણી ગ્રૂપ અને તાતા ગ્રૂપના શેરોમાં પણ વેચવાલીથી નરમાઈ રહી હતી. જ્યારે બેંક, મીડિયા અને મેટલ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી હતી.

બજાર ઘટવાના કારણો

(1) યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી નિષ્ફળ ગઈ છે. ટ્રમ્પના નુકસાનના દાવા પછી ઈરાને જાહેર કર્યું છે કે 2029 સુધી હોર્મુઝ નહી ખૂલે. આમ હવે જીઓ પોલિટિકલ ટેન્શન વધુ વધ્યું છે. જેથી વૉલ સ્ટ્રીટમાં ડાઉ જોન્સ અને નેસ્ડેક ઘટ્યા હતા.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમત ઉછળીને 90 ડૉલર કૂદાવી ગઈ હતી. જેથી ભારતીય શેરબજારમાં વેચવાલી આવી હતી.

(3) યુએસના મોંઘવારીના ડેટા(સીપીઆઈ) જાહેર થનાર છે. જેના પર વિશ્વના બજારોની નજર છે. પરિણામે આજે એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિક્ષ વાતાવરણ રહ્યું હતું.

(4) તાતા સન્સના સીઈઓ એન ચંદ્રશેખરે રાજીનામુ આપી દીધુ છે, તેઓ ફેબ્રુઆરી, 2027 સુધીનો કાર્યકાળ પૂર્ણ કરશે. પણ તેઓ ફરીથી દાવેદારી નહી કરે. આ સમાચાર પાછળ તાતા ગ્રૂપના શેરોમાં ભારે વેચવાલીથી તાતા સ્ટીલ, તાતા મોટર, ટીસીએસ, ઈન્ડિયન હોટલ, તાતા કન્ઝ્યુમર શેરોના ભાવ તૂટ્યા હતા. પરિણામે ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું.

લૉ લેવલથી રીકવરી આવવાના કારણો

(1) લૉ લેવલ પર ઈન્વેસ્ટરોએ વેલ્યૂ બાઈંગ કર્યું હતું. પરિણામે સુધારો આવ્યો હતો.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતો શરૂના ઘટાડા પછી સુધરી હતી. જેથી ટ્રેડિંગ સેશનના છેલ્લા દોઢ કલાકમાં નવી લેવાલી આવી હતી.

(3) ટેકનિકલી નિફ્ટી 24,350 અને બેંક નિફ્ટી 57,000ના સપોર્ટ તોડીને નીચે ગયા પછી ઝડપી સુધરી ગયા હતા. અને સપોર્ટ લેવલની ઉપર જ ક્લોઝ આવ્યા હતા. આમ ટેકનિકલ્સ સ્ટ્રોંગ રહેતાં તેજીવાળા ખેલાડીઓએ જોરથી ખરીદી કાઢી હતી અને બજાકમાં ઝડપી રીકવરી આવી હતી.

મીડકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી બાઈંગ

મીડકેપ ઈન્ડેક્સ 180 પોઈન્ટ વધ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 35 પોઈન્ટ માઈનસ હતો. આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ જ રહ્યો હતો. 1504 શેરના ભાવ વધ્યા હતા, અને 1868 શેરના ભાવ ઘટ્યા હતા.

106 શેરમાં અપર સર્કિટ

115 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 60 શેર બાવન વીક લો પર બંધ હતા. તેમજ 106 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 104 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

હિન્દાલકો(2.80 ટકા), ભારતી એરટેલ(1.56ટકા), એસબીઆઈ(1.50 ટકા), જિઓ ફાયનાન્સ(1.31 ટકા) અને અલ્ટ્રાટેક સીમેન્ટ(0.94 ટકા).

ટોપ લુઝર્સ

ટીસીએસ(3.93 ટકા), મેક્સ હેલ્થ(3.13 ટકા), એપોલો હોસ્પિટલ(1.75 ટકા), એમ એન્ડ એમ(1.63 ટકા) અને તાતા કન્ઝ્યુમર(1.49 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

કાલે ગુરુવારે તાતા મોટર પેસેન્જર વ્હીકલ અને મેક્સ હેલ્થના પ્રથમ ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર થશે. તેમજ વાયદાની અન્ય પાંચ કંપનીઓના પરિણામ જાહેર થનાર છે. જે રીતે આજે લૉ લેવલ પર વેલ્યૂ બાઈંગ નીકળ્યું છે, તે જોતા શેરબજારમાં દરેક ઘટાડે નવી લેવાલી આવશે. ટેકનિકલી માર્કેટ હજી સ્ટ્રોંગ છે. નિફ્ટીમાં 24,350 સપોર્ટ લેવલ છે. અને બેંક નિફ્ટીમાં 57,000નું સપોર્ટ લેવલ છે. આ બન્ને લેવલની ઉપર ક્લોઝિંગ છે. માટે બજાર મજબૂત છે. અને આગામી દિવસોમાં પણ દરેક ઘટાડે નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહેશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment