Shravan 2026: શ્રાવણ મહિનાનો પ્રારંભ, ‘ઓમ નમઃ શિવાય’ના નાદથી ગુંજી ઉઠયા શિવાલયો

by Gujarati biz news
Shravan 2026

Shravan 2026 અમદાવાદ- Shravan 2026 આજે 13 ઓગસ્ટ, 2026ને ગુરુવારથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. આ શ્રાવણ મહિનાનું સમાપન 11 સપ્ટેમ્બર, 2026ને શુક્રવારે થશે. આ શ્રાવણ માસ દેવાધિદેવ મહાદેવની ભક્તિ માટે ખૂબ ખાસ માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના અતિ પવિત્ર એવા ચાર સોમવાર આવે છે, અને તે દિવસે ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા થાય છે. શ્રાવણમાં ભારતભરના તેમજ વિદેશના શિવાલયો “ઓમ નમઃ શિવાય”ના નાદથી ગુંજી ઉઠ્યા છે.

Shravan 2026 અનેક તહેવારો

શ્રાવણ મહિનો(Shravan 2026) એ ગુજરાતી હિન્દુ કેલેન્ડરમાં દસમો મહિનો છે. જે ભગવાન શિવની ભક્તિ, ઉપવાસ અને સોમવારની પૂજા માટે વિશેષ હોય છે. આ મહિનામાં ઢગલાબંધ તહેવારો આવે છે. બોળચોથ, નાગપંચમી, રાંધણછઠ્ઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, શ્રી નંદ મહોત્સવ, રક્ષાબંધન(બળેવ- નારિયેળી પૂર્ણિમા), હિંડોળા ઉત્સવ, જેવા પવિત્ર અને શુભ તહેવારો આવે છે. આ બધા જ તહેવારોમાં ભક્તિનો મહિમા અનેરો છે.

શિવજીને ખૂબ પ્રિય

શ્રાવણ મહિનો(Sawan Month 2026) શિવજીને ખૂબ પ્રિય છે. આ આખા મહિના દરમિયાન શિવલિંગ પર જળાભિષેક અને દૂધ ચઢાવવાનું અનેરુ મહત્ત્વ છે, જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ શ્રાવણમાં ચાર સોમવાર આવે છે. શિવ ભક્તો દરેક સોમવારે ઉપવાસ કરીને વિશેષ પૂજા કરે છે. જેને સોમવારનું વ્રત કહે છે. આખા મહિના દરમિયાન શિવ ભક્તો ઉપવાસ કરીને ભોલેનાથની આરાધના કરે છે.

પાર્વતી માતાએ શ્રાવણમાં તપસ્યા કરી હતી

Shravan 2026 દરમિયાન શિવાલયોમાં પૂજા, અભિષેક, મંત્રજાપ, રૂદ્રાભિષેક, બિલ્વપૂજા, હોમાત્મક વિશેષ પૂજા, લઘુરૂદ્ર સાથે ધાર્મિક અનુષ્ઠાનો થશે. શિવ ભક્તો મહાદેવની ભક્તિમાં લીન થશે. પાર્વતી માતાએ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે શ્રાવણ માસમાં તપસ્યા કરી હતી, જે તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પાર્વતી માતા સાથે વિવાહ કર્યા હતા. જેથી શ્રાવણમાં શિવપૂજાનું મહત્ત્વ મનાય છે.

શિવજીની પૂજાવિધિ

શ્રાવણ માસ(Sawan Month) દરમિયાન શિવ પૂજા કેવી રીતે કરશો? સર્વસામાન્ય રીતે જોઈએ તો વહેલી સવારે ઉઠીને પ્રથમ સ્નાન કરવું, સ્વચ્છ કપડા પહેરો. શિવલિંગ આગળ આસન કે પાટલા પર બેસીને હાથમાં થોડું જળ લઈને પૂજા કરવાનો સંકલ્પ લો. ગણશેજીનું સ્મરણ કરો. અગરબત્તી અને ધી કે તેલનો દીવો પ્રગટાવો. ગણપતિ દાદા અને નંદીને વંદન કરો. ત્યાર પછી ભગવાન શિવ પાર્વતીનું ધ્યાન ધરો. ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરો. ચંદન, અક્ષત, ફૂલ અને બીલીપત્ર ચઢાવો. ફળ, મિઠાઈ કે સાત્વિક પ્રસાદ ધરાવવો. માટીનું શિવલિંગ હોય તો તેને શુદ્ધ પાણીમાં વિસર્જન કરો, તે પાણીને કુંડામાં નાંખવું.

આ મંત્રના જાપ કરો

(1) ॐ नमः शिवाय

(2) ॐ नमो भगवते रुद्राय नमः

(3) ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्

(4) ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्

12 જ્યોર્તિંલિંગ નામ સ્મરણથી પાપનો નાશ થાય છે

ભારતમાં 12 જ્યોર્તિલિંગ છે, જે સ્વયંભૂ શિવલિંગ છે. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં બાર જ્યોર્તિલિંગના નામ બોલવાથી સાત જન્મોના પાપનો નાશ થાય છે. (1) સોમનાથઃ વેરાવળ, ગુજરાત (2) મલ્લિકાર્જૂનઃ શ્રી શૈલમ, આંધ્રપ્રદેશ (3) મહાકાલેશ્વર-મહાકાલઃ ઉજ્જેન, મધ્યપ્રદેશ (4) ઓમકારેશ્વર-મમલેશ્વરઃ ખંડવા, મધ્યપ્રદેશ (5) ભીમાશંકરઃ પૂના, મહારાષ્ટ્ર (6) કેદારનાથઃ રૂદ્રપ્રયાગ, ઉત્તરાખંડ (7) વૈદ્યનાથઃ દેવઘર, ઝારખંડ (8) નાગેશ્વરઃ દ્વારકા, ગુજરાત (9) ત્ર્યંબકેશ્વરઃ નાસિક, મહારાષ્ટ્ર (10) કાશી વિશ્વનાથઃ વારાણસી, ઉત્તરપ્રદેશ (11) ઘૃષ્ણેશ્વરઃ ઔરંગાબાદ, મહારાષ્ટ્ર (12) રામેશ્વરમ મહાદેવઃ રામેશ્વરમ, તામિલનાડુ

બાર જ્યોતિર્લિંગનો મંત્ર

ઉજ્જયિન્યાં મહાકાલં ઓંકારેત્વમામલેશ્વરમ્ ॥
પરર્લ્યાંમ વૈદ્યનાધં ચ ઢાકિન્યાં ભીમ શંકરમ્ ।
સેતુબંધે તુ રામેશં નાગેશં દારુકાવને ॥
વારણાશ્યાં તુ વિશ્વેશં ત્રયંબકં ગૌતમી તટે ।
હિમાલયે તુ કેદારં ઘૃષ્ણેશં તુ વિશાલકે ॥
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ ।
સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ॥

દાન પુણ્યનું વિશેષ ફળ

શ્રાવણ મહિનામાં(Shravan 2026) શિવ ભક્તો મહાદેવની ભક્તિ કરીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. આજે 13 ઓગસ્ટને ગુરુવારથી 30 દિવસ સુધી ગુજરાત સહિત દેશભરના શિવાલયોમાં ભજન, ભોજન અને ભક્તિનો સાગર છલકાશે. ઓમ નમઃ શિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. આ મહિનામાં કરેલ દાન પુણ્યનું વિશેષ ફળ મળે છે.

આ પણ વાંચો….

Shravan 2026 Somnath Jyotirlinga: ભજન ભોજન અને ભક્તિનો 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ

You will also like

Leave a Comment