RBI MPC August 2026: વ્યાજ દર યથાવત, હોમ લોન અને કાર લોનની EMI નહી વધે

by Gujarati biz news
RBI MPC August 2026

RBI MPC August 2026નવી દિલ્હી- RBI MPC August 2026 રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની જાહેરાત કરી દીધી છે. ત્રણ દિવસ ચાલેલી એમપીસીની બેઠકને અંતે આજે આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રાએ જાહેરાત કરી હતી. રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને રેપો રેટ 5.25 ટકા યથાવત રહ્યો છે. એટલે કે આરબીઆઈએ બેંક વ્યાજ દરમાં સ્થિર રાખ્યો છે. તેનો અર્થ એ થાય કે તમારા કાર લોન કે હોમ લોનની EMI માં કોઈ વધારો થશે નહી. જે ધારણા હતી તે જ પ્રમાણે આરબીઆઈ ન્યૂટ્રલ રૂખ અપનાવ્યું છે.

SDF અને MSF દર યથાવત

તેમજ આરબીઆઈએ સ્ટેન્ડિંગ ડીપોઝિટ ફેસિલિટી(SDF) દર 5 ટકા યથાવત રાખ્યો છે. તેમજ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી(MSF) દર અને બેંક રેટ 5.5 ટકા સ્થિર રાખ્યો છે, તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઈ ભવિષ્યમાં આર્થિક પરિસ્થિતિઓના આધાર પર દરોમાં ફેરફાર કરવાનો વિકલ્પ ખૂલ્લો રાખ્યો છે.

મોંઘવારી દર અનુમાન અનુસાર નિયંત્રણમાં

RBI MPC August 2026 રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલહોત્રાએ ધીરાણ નીતિની જાહેરાત કરતાં કહ્યું હતું કે મોંઘવારીનું ચિત્ર જોઈએ તો નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક મોંઘવારી દર અનુમાનથી સાધારણ ઘટ્યો છે. હાલમાં મોંઘવારી દરમાં વધારો આવ્યો છે. તે મુખ્ય રૂપથી જોઈએ તો ખાદ્ય અને ઈંધણની કીમતોમાં વધારાને કારણે થયો છે. ગવર્નરના કહેવા પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળામાં મુખ્ય મોંઘવારી દર તેના હાઈએસ્ટ લેવલ સુધી પહોંચી શકે છે. ત્યાર પછી તેમાં ઘટાડો આવવાની સંભાવના છે. તેમજ કીમતી ધાતુઓને અલગ રાખીને જોઈએ તો મુખ્ય મોંઘવારી દર પુરી રીતે નિયંત્રણમાં અને અનુમાન અનુસાર રહ્યો છે.

જીડીપી ગ્રોથ 6.6 ટકા રહેવાનું અનુમાન

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2026-27માં જીડીપી ગ્રોથ 6.6 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. મજબૂત સ્થાનિક માંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસીઝ સેકટરમાં સતત વિસ્તાર અને નિકાસમાં વધારો થતાં ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી આગળ વધી રહી છે.

આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે વિકાસ દર મજબૂત

RBI MPC August 2026 ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ દર મજબૂત રહ્યો છે. પરંતુ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ, અલનીનો, જીઓ પોલિટિકલ ટેન્શન અને વૈશ્વિક વેપાર નીતિઓ જેવી અનિશ્ચિતતાઓને લઈને આર્થિક ચિત્ર હજી ધૂંધળુ રહ્યું છે. ગવર્નરે સ્પષ્ટ કર્યું હતું કે વ્યાજ દરમાં કોઈપણ ફેરફાર કરતાં પહેલા મોંઘવારીની રૂખ અને તેના પર વધુ સ્પષ્ટતા થઈ ખૂબ જ આવશ્યક છે.

શેરબજારમાં તેજી

આરબીઆઈની ધીરાણ નિતીની જાહેરાતમાં રેપો રેટ યથાવત રખાયા પછી શેરબજારમાં તેજી જોવાઈ છે. સવારે 10.25 કલાકે બીએસઈ સેન્સેક્સ 337 પોઈન્ટના ઉછાળા સાથે 78,766 પર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 1 પોઈન્ટ સુધરીને 24,615 પર ટ્રેડ કરતો હતો. બેંક નિફ્ટી 30 પોઈન્ટ ઘટી 57, 876 પર ટ્રેડ કરતો હતો. જો કે મીડકેપ ઈન્ડેક્સ 221 પોઈન્ટ પ્લસમાં હતો.

કોર ઈન્ફલેશન 4.3 ટકા રહેશે 

RBI MPC August 2026 ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે કોર ઈન્ફલેશન 4.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. જો કે ઘણી બધી અનિશ્ચિતતાઓ વચ્ચે પણ મોંઘવારી દર સ્થિર અને નિયંત્રણમાં છે.

રીટેઈલ મોંઘવારી દરનું અનુમાન 10 BPS ઘટાડ્યું

ચાલુ નાણાકીય વર્ષ માટે રીટેઈલ મોંઘવારી દરનું અનુમાન પહેલાની સરખામણીએ 10 બેસીસ પોઈન્ટ ઘટાડીને હવે 5 ટકા કરી દેવામાં આવ્યું છે. આરબીઆઈ અનુસાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સીપીઆઈ મોંઘવારી દર 5.3 ટકા, બીજા ત્રિમાસિકગાળામાં 4.7 ટકા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં 5.9 ટકા અને ચોથા ત્રિમાસિક ગાળામાં 5.5 ટકા રહેવાનું અનુમાન રજૂ કરાયું છે.

બેંકિંગ સીસ્ટમમાં લિક્વિડિટી

આરબીઆઈ ગવર્નર સંજય મલહોત્રાએ કહ્યું છે કે આવનાર સમયમાં ચોમાસા દરમિયાન કરન્સીમાં સામાન્ય સુધારો, સરકારના રોકડ બેલેન્સમાં ઘટાડો અને વિદેશી મૂડી આકર્ષિત કરવા માટે વિશેષ ઉપાયોથી નજીકના ભવિષ્યમાં બેંકિંગ સીસ્ટમમાં લિક્વિટીમાં ખૂબ મદદ મળી છે. કર્મશિયલ પેપર અને સર્ટિફિકેટ્સ ઓફ ડીપોઝિટ જેવા શોર્ટ ટર્મ મની માર્કેટ દરો જુલાઈ મહિવામાં સુસ્ત થયા છે. જેનાથી બજારમાં તરલતાની સ્થિતિમાં સુધારો થયો હોવાનો સંકેત મળી રહ્યો છે.

બેંકોના NIM માં સાધારણ ઘટાડો

RBI MPC August 2026 દેશના નાણાકીય ક્ષેત્રને મજબૂત દર્શાવવામાં આવ્યા છે. બેંકોમાં મૂડીની જરૂરિયાત, ગુણવત્તા અને લાભ સાથે સંકળાયેલા માપદંડ ખૂબ જ સ્વસ્થ છે. જો કે બેંકોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. પરંતુ મજબૂત રેમિટન્સને કારણે એપ્રિલ-મેમાં ચાલુ ખાતામાં 2.8 અબજ ડૉલર સરપ્લસ રહ્યા છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ એફડીઆઈનો પ્રવાહ ઉછળીને 30.7 અબજ ડૉલર પહોંચી ગયો છે. જો ક કાચા તેલની આયાત, ઈલેક્ટ્રોનિક્સ અને સોનાની આયાતને કારણે પ્રથમ ત્રિમાસિક ગાળામાં વેપાર ખાદ્ય 86 અબજ ડૉલર થઈ છે. વૈશ્વિક વેપારમાં સુસ્તી અને ક્રૂડની કીમતોમાં વધારાને કારણે ચાલુ ખાતાની ખાદ્યમાં વધારો નોંધાયો છે, જે હાલમાં જોખમ રહ્યું છે. પણ ભારત અને બ્રિટન વચ્ચે થયેલ ટ્રેડ ડીલ જેવા નવા કરારથી આ પડકારો સામે લડવામાં અતિમહત્ત્વની ભૂમિકા નિભાવશે.

નવી બેંકોના લાયસન્સની પ્રક્રિયા શરૂ કરાશે

શહેરી સહકારી બેંકોને નવા લાયસન્સ આપવા માટેની પ્રક્રિયા ફરીથી શરૂ કરવા માટે ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ જાહેર કરવાની જાહેરાત કરી છે.

સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો

આરબીઆઈની ધીરાણ નિતીની જાહેરાત પછી સવારે 11.05 વાગ્યે બીએસઈ સેન્સેક્સ 410 પોઈન્ટના ઉછાળા સાથે 78,839 પર ટ્રેડ કરતો હતો. એનએસઈ નિફ્ટી 35 પોઈન્ટ વધીને 24,650 પર ટ્રેડ કરતો હતો. બેંક નિફ્ટી 47 પોઈન્ટ ઘટી 57,859 પર ટ્રેડ કરતો હતો.

આ પણ વાંચો….

Statue of Unity Cruise: નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ

You will also like

Leave a Comment