મુંબઈ- Tax Free Revenue નાણાકીય વર્ષ 2025-26 માટે હવે ઈન્કમ ટેક્સ ફાઈલ કરવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થવાની છે. જૂની ટેક્સ વ્યવસ્થા અનુસાર વાર્ષિક સાત લાખની આવક સુધી કોઈ ટેક્સ ભરવાનો નથી. જ્યારે નવી ટેક્સ વ્યવસ્થા અનુસાર વાર્ષિક 12 લાખ રૂપિયાની આવક ટેક્સ ફ્રી છે. જો તેનાથી વધારે કમાણી કે આવક થાય તો તમારે ટેક્સ ભરવાનો આવે છે. ભારત દેશમાં એવી કેટલીક કમાણી છે તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. એવી કમાણી કે જેના પર આવકવેરાના રૂપમાં એક પણ રૂપિયો સરકારને આપવાનો આવતો નથી. એવી પાંચ કમાણી છે કે, જે ટેક્સ ફ્રી છે.
These five incomes are completely tax-free in India
(1) ખેતીમાંથી કમાણી
જો તમે ખેતીવાડીનું કામ કરો છો. તો તમારે આ ખેતીની કમાણીમાંથી કોઈ ટેક્સ ચુકવવાનો આવતો નથી.(Tax Free Revenue) તમે કોઈપણ અનાજ-કઠોળ કે શાકભાજી ઉગાડો અને તે પાક વેચો અથવા તમારી જમીન ભાડાપટ્ટે આપો તો આ તમામ આવક પુરી રીતે ટેક્સ ફ્રી છે. જો કે એક નાની વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમારી ખેતીથી થનારી કમાણી 5000 રૂપિયાથી વધારે છે અને તમારી કુલ આવક બેઝિક એક્ઝમ્પશન મર્યાદાથી વધારે થાય તો ટેક્સની ગણતરી કરતી વખતે તેને ધ્યાનમાં રાખવામાં આવે છે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ફક્ત ટેક્સનો દર નક્કી કરવા માટે હોય છે. પણ તમારી પુરી કમાણી ટેક્સ ફ્રી હોય છે.
(2) પીપીએફ પર વ્યાજ અને મેચ્યોરિટી
પબ્લિક પ્રોવીડંડ ફંડ એક ખૂબ જ લોકપ્રિય સેવિંગ્સ સ્કીમ છે. જેમાં તમને વ્યાજ મળે છે અને જ્યારે આ યોજના મેચ્યોર થાય છે ત્યારે વ્યાજ સહિત તમામ રૂપિયા તમને મળે છે. જે તમામ રકમ ટેક્સ ફ્રી હોય છે. હાલ પીપીએફ પર 7.1 ટકા વ્યાજ મળે છે. પીપીએફમાં તમે દર વર્ષે 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. જેના પર આવકવેરાની કમલ 80સી હેઠળ ટેક્સ છૂટ મળે છે. તેનો અર્થ એ થાય છે કે તમારુ રોકાણ, તેના પર મળનાર વ્યાજ અને મેચ્યોરિટી વખતે મળનાર રકમ આ ત્રણેય ટેક્સ ફ્રી હોય છે.(Tax Free Revenue)
(3) ઈપીએફથી થનારી કમાણી
જો તમે કોઈ કંપનીમાં સતત પાંચ વર્ષ સુધી કે તેનાથી વધારે સમય સુધી કામ કરો તો ઈપીએફમાંથી વિથડ્રો કરેલી રકમ પણ કોઈ ટેક્સ લાગતો નથી.(Tax Free Revenue) તમારો હિસ્સો અને કંપનીએ ઉમેરેલો હિસ્સો અને તેના પર મળતું વ્યાજ આ બધુ જ ટેક્સ ફ્રી છે. તમે કોઈ પણ ટેક્સ વ્યવસ્થામાં હોય તો પણ તમારે ટેક્સ ચુકવવાનો આવતો નથી. જો તમે ઈપીએફમાં 5 વર્ષથી વધારે સમય રોકાણ કર્યું છે તો વ્યાજ અને મેચ્યોરિટીની રકમ પર કોઈ ટેક્સ આપવાનો આવતો નથી.
(4) જીવન વીમા પૉલિસીની મેચ્યોરિટી
જ્યારે તમારી જીવન વીમા પૉલિસી મેચ્યોર થાય અથવા તો આ પૉલીસી હોલ્ડરનું મૃત્યુ થાય તો અને નોમીનીને મળતી રકમ, આ બધુ જ ટેક્સ ફ્રી છે. બસ એક શરત છે કે પૉલિસી લેતી વખતે તમે જે પ્રિમિયમ ભર્યું છે, તે વીમા રકમના 10 ટકાથી વધુ ન હોવું જોઈએ. જો પૉલિસી હોલ્ડરનું મૃત્યુ થાય તો નોમીનીને ડેથ બેનિફિટ મળે છે. તો આ રકમમાં કોઈ પણ ટોચની કે ઉપરની મર્યાદાવગર ટેક્સ ફ્રી હોય છે.
(5) સુકન્યા સમૃદ્ધિ યોજનાનું વળતર
સુકન્યા સમૃદ્ધિ યોજનાએ દીકરીઓ માટે છે અને તે ટેક્સ બચાવવા માટે સૌથી શ્રેષ્ઠ યોજના છે. તેમાં તમે દર વર્ષે 1.50 લાખ રૂપિયા સુધી રકમ જમા કરી શકો છો. જેના પર તમને આવકવેરાની કમલ 80સી હેઠળ ટેક્સ છૂટ મળે છે. તેનાથી માતાપિતા પોતાની ટેક્સની ચુકવણી ઓછી કરી શકે છે. આ યોજનામાં જમા રકમ, તેના પર મળનાર વ્યાજ અને મેચ્યોરિટી પર મળનાર રકમ આ બધુ જ ટેક્સ ફ્રી(Tax Free Revenue) હોય છે.

