Aries Zodiac: મેષ રાશિની આગવી વિશેષતા જાણો, કેવો હોય છે પ્રભાવ?

by Gujarati biz news
Aries Zodiac

અમદાવાદ- Aries Zodiac જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બાર રાશિ આવે છે. બાર રાશિઓના જાતકોનું અવલોકન કરીએ તો અલગઅલગ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે. દરેક રાશિની આગવી વિશેષતા અને લક્ષણો હોય છે. જ્યોતિષશાસ્ત્રની પ્રથમ રાશિ મેષ રાશિ(Mesh Rashi) છે. મેષ રાશિ વાળાનું વ્યક્તિત્વ, પ્રભાવ, સ્વભાવ, ધંધો, તંદુરસ્તી વગેરે આપણે જાણીએ.

મેષ રાશિ (અ, લ, ઈ) 

વ્યક્તિત્વ અને દેખાવ

Aries Zodiac આ રાશિ વાળા જાતકો પાતળા બાંધાના હોય છે. લંબગોળ ચહેરો હોય છે અને મોટું મસ્તકવાળા હોય છે. મજબૂત બાંધાના એકવડિયું શરીર એમનો પ્રાકૃતિક દેખાવ છે. સ્વભાવે તેઓ સાહસિક, ચંચળ, ઉદ્યમી, હિમ્મતવાળા, ઉદાર, હોય છે. કંઈક અલગ કરવાવાળા હોય છે. સ્વભાવમાં ઉતાવળિયા પણ વધારે જોવા મળે. ચાલવામાં ખાવામાં તેમજ કોઈપણ નિર્ણય લેવો હોય તે તરત ઉતાવળથી કરી લેતા હોય છે. આ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ વધુ હોય છે. આત્મશક્તિ વધારે જોવા મળે છે. તેઓ જક્કી, હઠીલા અને ગુસ્સાવાળા વધારે જોવા મળે છે.

પ્રભાવ

Mesh Rashi આ રાશિના જાતકો રમૂજી હોય છે. નિખાલસ સ્વતંત્રની ઝંખનાવાળા હોય છે. સામેના વ્યક્તિ ઉપર પોતાનો પ્રભાવ પાડવાની અજબશક્તિ હોય છે. લાગણીશીલ હોય છે. કોઈ વખાણ કરે તો વધારે પ્રિય હોય છે. અસત્ય ભાષણ તેમને ગમતું નથી. મુસાફરી કરવાના શોખીન હોય છે. ભણવામાં બુદ્ધિશાળી હોય છે.  કંઈક કરી છૂટવાની તેમનામાં આવડત હોય છે. વાદ વિવાદમાં કુશળ હોય છે. રમુજી આનંદી હોય છે. મોઢા ઉપર કાયમને માટે હાસ્ય ફરકતું હોય છે.

રોજગારી

સારા ડોક્ટર સર્જન, કાયદા શાસ્ત્રી, એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, ડેન્ટિસ્ટ, વૈજ્ઞાનિક, સાહિત્યકાર, સારા વક્તા, પ્રોફેસર, સૈનિક પોલીસ ખાતામાં તેમજ જ્યાં આગેવાની લેવા જેવી હોય તે આગેવાની લઈને કામ કરતા હોય છે. નેતાઓ અધિકારીઓ ઉચ્ચ હોદ્દા ઉપર આ મેષ રાશિના(Aries Zodiac )જાતકો હોય છે. સાહસવૃત્તીના કોઈપણ ક્ષેત્રમાં મેષ રાશિના જાતકો જોવા મળતા હોય છે. સારા બિઝનેસમેન પણ આ રાશિમાંથી જોવા મળે છે.

તંદુરસ્તી

મેષ રાશિના(Aries Zodiac) જાતકોને જ્ઞાનતંતુ મગજની અસ્થિરતા બેચેની માથાનો દુખાવો લોહી વિકાર એવી તકલીફો જોવા મળતી હોય છે. ઘણી વખત જ્ઞાનતંતુની વેદના થાક, ગાંઠ શરીરના કોઈપણ ભાગની અંદર ઉણપ જોવા મળે છે. આ રાશિના સ્વામી મંગળ છે. આ રાશિ ક્ષત્રિય વર્ણની છે. પૂર્વ દિશાના અધિપતિ છે ચલ સંજ્ઞા છે. અગ્નિ તત્વ પિત્ત પ્રકૃતિ અને અલ્પ સંતતિ જોવા મળે છે.

Aries Zodiac આ રાશિના વ્યક્તિએ ભગવાન શિવ અને કુળદેવીની ઉપાસના કરવાથી સારું ફળ મળે છે. મંગળનું નંગ ધારણ કરવાથી જીવનમાં સારી પ્રગતિ થાય છે.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો. )

You will also like

Leave a Comment