FII exit from India: વિદેશી રોકાણકારોએ રેકોર્ડ 1,00,000 કરોડ કરતાં વધુ મુલ્યના શેર વેચ્યા, એક્ઝિટનું કારણ શું?

by Gujarati biz news
FII exit from India

અમદાવાદ– FII exit from India ભારતીય શેરબજાર હાલ કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યું છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હૂમલો કર્યો પછી એફઆઈઆઈ સતત વેચવાલ(FII Net Seller) રહી છે. જેને કારણે ભારતીય શેરબજારમાં હાલ ગાબડા પડી રહ્યા છે. તેમજ ડૉલર સામે રૂપિયો પણ સતત તૂટી રહ્યો છે.(Foreign investors sold shares worth a record Rs 1,00,000 crore, what is the reason for the exit?)

ઓકટોબર 2024નું હાઈએસ્ટ સેલ

એફઆઈઆઈએ(FII exit from India) માર્ચ 2026માં (27 માર્ચ સુધીમાં) કુલ રૂપિયા 1,11,377 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું છે. જે અત્યાર સુધીમાં સેકન્ડ હાઈએસ્ટ લેવલ પર છે. અગાઉ એફઆઈઆઈએ ઓકટોબર 2024માં 1,14,445 કરોડનુ નેટ સેલ કર્યું હતું.

એફઆઈઆઈનો ટોટલ આઉટફ્લો 

NSDL ના ડેટા અનુસાર જોઈએ તો 2026ના વર્ષમાં અત્યાર સુધીમાં કુલ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) નો આઉટફ્લો(FII exit from India) રૂપિયા 1.27 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. ડેટા મુજબ, FPIs માર્ચ દરમ્યાન સતત વેચાણ કરતાં રહ્યા છે. 27 માર્ચ સુધી રોકડ બજારમાં રૂપિયા 1,11,377 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર વેચ્યા છે. 27 માર્ચે 2026ના દિવસે એફઆઈઆઈએ રૂપિયા 4367 કરોડનું નેટ સેલ કર્યું હતું, તો સામે ડીઆઈઆઈએ રૂપિયા 3566 કરોડનું નેટ બાય કર્યું હતું.

સૌથી વધુ માસિક ઈનફ્લો

ફેબ્રુઆરીમાં મજબૂત રિબાઉન્ડ પછી એફઆઈઆઈએ ભારે વેચવાલી(FII Net Seller) કાઢી હતી. જ્યારે વિદેશી FPIs એ રૂપિયા 22,615 કરોડ ઠાલવ્યા હતા, જે 17 મહિનામાં સૌથી વધુ માસિક ઈનફ્લો હતો.

એફઆઈઆઈ સતત નવ મહિનાથી નેટ સેલર

એફઆઈઆઈ(FII exit from India) કેમ ભારતીય શેરબજારમાંથી(Stock Market India) એક્ઝિટ થઈ રહી છે. એવું કોઈ ઠોસ કારણ પણ નથી. તેમછતાં એફઆઈઆઈએ ભારતીય શેરબજારમાં સતત નવ મહિનાથી વેચવાલી રહી છે. જાણકારોના કહેવા અનુસાર કેવળ યુદ્ધ નહી, પણ આંતરિક કારણ પણ જવાબદાર મનાય છે. ભારત પોતાની તેલની જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. યુદ્ધને કારણે ઉર્જાની વધતી જતી કિમતો ભારતના વિકાસ દર(જીડીપી ગ્રોથ) પર સવાલ ઉભા કર્યા છે.

એફઆઈઆઈની એક્ઝિટનું કારણ

ડૉલરની સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે,(Dollar vs Rupee) જેથી વિદેશી ફંડોના નફા પર નેગેટિવ અસર પડી રહી છે. રૂપિયાની નબળાઈને કારણે પણ એફઆઈઆઈ નેટ સેલર બની રહી છે. તેમજ ભારતીય શેરબજારના ઈક્વિટીના વેલ્યુએશન ઊંચા હોવાથી એફઆઈઆઈએ એક્ઝિટ કરવા માર્ગ પંસદ કર્યો છે. જો કે યુદ્ધ પહેલા જ વિદેશી રોકાણકારોને ભારતના બજારના વેલ્યુએશન ઊંચી લાગી હતી. જેથી નફારૂપી વેચવાલી કાઢી હતી. રૂપિયો તૂટીને આવતાં વિદેશી ફંડોનો નફો પણ ઘટાડ્યો છે.

ભારતીય કંપનીઓની નબળી કમાણી

એફઆઈઆઈની વેચવાલી(FII exit from India) પછી હાલ જોવા જઈએ તો ભારતની તસવીર નિરાશાજનક છે. કંપનીઓની નબળી કમાણી, સ્થાનિક માંગમાં સુસ્તીએ વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. ગોલ્ડમેન સૈક્સ, મોર્ગન સ્ટેનલી અને યુબીએસ જેવી દિગ્ગજ વિદેશી બ્રોકિંગ પેઢીઓએ ભારતીય શેરબજારમાં પોતાનું અનુમાન ઘટાડ્યું છે.

સ્થાનિક નાણા સંસ્થાઓનો ટેકો

વિદશી રોકાણકારોની જંગી વેચવાલી સામે ભારતની સ્થાનિક નાણા સંસ્થાઓએ મોરચો સંભાળ્યો છે. એફઆઈઆઈની વેચવાલી સામે સ્થાનિક નાણાં સંસ્થાઓએ સતત ખરીદી કરીને બજારને ટેકો પુરો પાડ્યો છે. એફઆઈઆઈએ જેટલું વેચાણ કર્યું છે, તેના કરતાં પણ વધારે ડીઆઈઆઈએ(DII Net Buyer) ખરીદી કરી છે. માર્ચ 2026માં સ્થાનિક નાણા સંસ્થાઓએ કુલ રૂપિયા 128,065 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.

You will also like

Leave a Comment