અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો આવ્યો હતો. ઈસ્લામાબાદમાં યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં શેરોમાં વેચવાલી આવી હતી. બીએસઈ સેન્સેક્સ 702 પોઈન્ટ ઘટી 76,847 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી 207 પોઈન્ટ ઘટી 23,842 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી 307 પોઈન્ટ ઘટી 55,605 બંધ હતો. વિશ્વના સ્ટોક માર્કેટ પણ તૂટ્યા હતા. માર્કેટ કેપમાં 3 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. પાવર અને ઈલેક્ટ્રિક વ્હીકલ શેરોમાં ઉછાળો આવ્યો હતો. શેરબજારમાં વેચવાલી પાછળ કયા કારણો? આગામી દિવસોમાં ટ્રેન્ડ કેવો રહેશે? શું ઉછાળે વેચવાલી આવ્યા કરશે? ટેકનિકલી કયા લેવલ ઉપર બંધ આવે તો તેજી થશે?
જૂઓ વીડિયો….
આજે સોમવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1306 શેરના ભાવ વધ્યા હતા અને 1929 શેરના ભાવ ઘટ્યા હતા. 73 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 21 શેર બાવન વીક લો પર બંધ હતા. 109 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી. તો 88 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.
પાવર શેરોમાં નવી લેવાલી
ગરમીને કારણે પાવરની ડીમાન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે, અને હજી વધુ વધારો થશે, તેની ધારણાએ આજે પાવર સેકટરના શેરોમાં ભારે લેવાલી આવી હતી. તાતા પાવર, અદાણી પાવર, એનટીપીસી, જેએસડબલ્યૂ એનર્જિ, ટોરેન્ટ પાવર, સુઝલોન જેવા અનેક પાવર શેરોમાં ઉછાળો આવ્યો હતો.
ઈલેકટ્રિક વ્હીકલ બનાવતી કંપનીના શેરમાં ઉછાળો
બીજી તરફ દિલ્હીની રાજ્ય સરકારે ઈલેકટ્રિક વ્હીકલની પૉલીસીનો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. તે મુજબ 2027થી ફકત ઈલેકટ્રિ્ક થ્રી વ્હિલરનું જ રજિસ્ટ્રેેશન થશે. 2028થી માત્ર ઈલેકટ્રિક ટુ વ્હીલરનું જ રજિસ્ટ્રેશન થશે. સરકાર પણ તેની ગાડીઓને ઈલેક્ટ્રિક કારમાં પરિવર્તન કરશે. તેમજ ઈલેકટ્રિક કારમાં 30 લાખ સુધીની કાર હોય તો રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જમાંથી મુક્તિ આપી છે. આમ આ પૉલીસીને કારણે ઈલેકટ્રિક વ્હીકલ બનાવતી કંપનીઓના શેરોમાં ભારે લેવાલી આવી હતી. ઓલેકટ્રા ગ્રીન, જેબીએમ ઓટો, એથર એનર્જિ જેવી કંપનીઓના શેરમાં 3થી 4 ટકાનો ઉછાળો આવ્યો હતો.
ઘટ્યા મથાળેથી રીકવરી
શેરબજારમાં આજે બજાર ખૂલ્યા પછી મોટો કડાકો બોલી ગયો હતો. પણ નીચા મથાળેથી નવી લેવાલી આવી હતી, પરિણામે સેન્સેક્સમાં 1135 પોઈન્ટની રીકવરી જોવા મળી હતી. નિફ્ટી ઈન્ડેક્સ પણ ઘટ્યા મથાળેથી 352 પોઈન્ટ વધ્યો હતો.
શેરબજાર ખૂલતાનું લાઈવ અપડેટ….
ઈસ્લામાબાદ શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ભારે નીચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 1682 પોઈન્ટ તૂટ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 495 પોઈન્ટ ગબડ્યો હતો. બેંક નિફ્ટી 1144 પોઈન્ટ તૂટી 54,768 પર ટ્રેડ કરતો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ વધીને 100 ડૉલર ઉપર નીકળ્યો હતો, તેમજ ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 64 પૈસા ઘટ્યો હતો. આમ બજાર ખૂલતાની સાથે શેરોની જાતે-જાતમાં ભારે વેચવાલી ફરી વળી હતી. બજાર તૂટીને આવતાં માર્કેટ કેપમાં રૂપિયા સાત લાખ કરોડનું ધોવાણ થયું હતું એટલે કે રોકાણકારોની મૂડીમાં 7 લાખ કરોડ સ્વાહા થયા હતા.

બીએસઈ સેન્સેક્સ આજે સવારે 75,937ના ભારે નીચા મથાળે ગેપમા ખૂલ્યો હતો. શરૂમાં ભારે વેચવાલી નીકળતાં વધુ તૂટી 75,868 થયો હતો. સવારે 9.53 કલાકે સેન્સેક્સ 76,181 પર ટ્રેડ કરી રહ્યો હતો. જે 1359 પોઈન્ટનું ગાબડું દર્શાવે છે. જો કે ઈન્ટ્રાડેમાં 1682 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.
નિફ્ટી 495 પોઈન્ટ તૂટ્યો
એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 23,589ના ભારે નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં જોરદાર વેચવાલીથી વધુ ઝડપથી તૂટી 23,555 થયો હતો. સવારે 9.56 કલાકે નિફ્ટી 23,666 પર ટ્રેડ કરતો હતો. જે 387 પોઈન્ટનું ગાબડુ દર્શાવે છે. નિફ્ટી ઈન્ટ્રાડેમાં 495 પોઈન્ટ તૂટી હતી.
સૌથી વધુ ગગડેલા શેર
Stock Market India આજે સૌથી વધુ ગગડેલા શેરોમાં આઈશર મોટર, મારૂતિ, ઈન્ડિગો, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, રીલાયન્સ, જિઓ ફાયનાન્સ, એચડીએફસી બેંક, શ્રી રામ ફાયનાન્સ હતા.
શેરબજાર તૂટવાના કારણો
(1) ઈસ્લામાબાદ શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં હવે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી યુદ્ધ શરૂ થશે. જીઓ પોલિટિકલ ટેન્શનને પગલે ક્રૂડ સપ્લાયની ખેંચ સર્જાશે. જે ભયથી શેરબજારમાં ભારે વેચવાલી ફરી વળી હતી.
(2) ક્રૂડના ભાવ ફરીથી ઉછળીને 100 ડૉલર ઉપર નીકળી ગયા છે.
(3) ડૉલર સામે રૂપિયો વધુ 64 પૈસા તૂટ્યો છે.
(4) વિશ્વના તમામ સ્ટોક માર્કેટના સંકેત નેગેટિવ છે.
(5) બેંક શેરોમાં આજે સૌથી વધુ વેચવાલી ફરી વળી છે અને બેંક શેરોના ભાવ વધુ તૂટ્યા છે.
વિશ્વના સ્ટોક માર્કેટ ગબડીને આવ્યા
ઈસ્લામાબાદ શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં હવે ફરીથી મિડલ ઈસ્ટના દેશોમાં તંગદિલી વધશે. અમેરિકા ઈરાન પર ફરીથી હૂમલો કરશે તેવા ભય પાછળ આજે સવારે વિશ્વના સ્ટોક માર્કેટ માઈનસમાં ખૂલ્યા હતા. યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 320 પોઈન્ટ માઈનસમાં હતું. એશિયાના તમામ સ્ટોક માર્કેટ તૂટીને આવ્યા હતા. પરિણામે ભારતીય શેરબજારમાં(Stock Market India) પણ જોરદારે વેચવાલી ફરી વળી હતી.
ક્રૂડ ઓઈલમાં 8 ડૉલરનો ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો હતો. ક્રૂડ ઓઈલ 8.09 ડૉલર(8.38 ટકા) ઉછળી 104.70 ડૉલર પર ટ્રેડ કરતું હતું. બ્રેન્ટ ક્રૂડ 6.99 ડૉલર(7.35 ટકા) વધી 102.20 ડૉલર પર ટ્રેડ કરતું હતું.
રૂપિયો 64 પૈસા તૂટયો
ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 64 પૈસા વધુ ઘટી 93.38 પર ટ્રેડ કરતો હતો. આમ તમામ નેગેટિવ ફેક્ટરને કારણે શેરબજારનું સેન્ટિમેન્ટ ડહોળાઈ ગયું હતું. વીતેલા સપ્તાહે(Stock Market India) શેરબજારમાં નવી લેવાલીથી એક સારો એનો રીબાઉન્ડ જોવા મળ્યો હતો. યુએસ અને ઈરાન વચ્ચે પંદર દિવસના યુદ્ધ વિરામની જાહેરાતથી શેરબજારના જીવમાં જીવ આવ્યો હતો. જો કે હવે ફરીથી યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થશે, તેવો ભય છે.
આ પણ વાંચો….
Islamabad talk failed: અમેરિકા ઈરાન વચ્ચેની વાતચીત કેમ નિષ્ફળ ગઈ? શું હવે ફરી યુદ્ધ એ જ વિકલ્પ….

