Adhik Maas 2026: અધિક માસમાં રાશિ પ્રમાણે દાન કરવાથી ગ્રહ દોષ દૂર થશે!

by Gujarati biz news
Adhik Maas 2026
Adhik Maas 2026

Generated by AI

અમદાવાદ- Adhik Maas 2026 અધિક જેઠ માસ આજે 17 મે, 2026 ને રવિવારથી શરૂ થયો છે, આ પવિત્ર અધિક સામ 15 જૂન, 2026ને સોમવારે પૂર્ણ થશે. આ અધિક માસને ‘પુરુષોત્તમ’ મહિનો પણ કહેવામાં આવે છે.(Purushottama Maas 2026) નામ પ્રમાણે આ અધિક માસમાં જપ, તપ, દાન, પુણ્ય, ભાગવત કથાનું પાન અને તીર્થ સ્નાન કરવાનો અનેરો મહિમા છે. આ મહિનામાં કરેલ ધાર્મિક કાર્યો અનેક ગણુ ફળ આપે છે.

ભગવાન વિષ્ણુની આરાધના

જ્યેષ્ઠ અધિક માસમાં(Adhik Maas 2026) ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનનાં કષ્ટો દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. રોજ ચોખ્ખા પાણીથી સ્નાન કર્યા પછી ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો જાપ વિશેષ ફળદાયક છે. વિષ્ણુ સહસ્રનામ, ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતનો પાઠ કરવો અત્યંત પુણ્યદાયક છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ માસમાં કરેલી પ્રાર્થના સીધી ભગવાન વિષ્ણુ સુધી પહોંચે છે અને વિશેષ આશીર્વાદ મળે છે.

અધિક માસમાં દાનનું મહત્વ

Adhik Maas 2026 અધિક માસમાં દાનનું વિશેષ મહત્વ છે. આ સમયગાળામાં કરેલાં સારાં કાર્ય, પૂજા અને તપનું ફળ અનેકગણું  વધી જાય છે. જરૂરિયાતમંદોને નીચે મુજબ દાન કરવું શુભ માનવામાં આવે છે. (1) અન્નદાન (2) ભોજનદાન (3) કપડાં(વસ્ત્રદાન) (4) દીવો(દીપદાન) (5) નાળિયેર (6) માલપુઆ જેવી મીઠાઈઓ. આવા દાનથી સુખ-સમૃદ્ધિ, સકારાત્મકતા અને પુણ્ય પ્રાપ્ત થાય છે, તેમજ પાપનો નાશ થાય છે.

રાશિ અનુસાર દાન

અધિક માસમાં રાશિ પ્રમાણે દાન કરવાથી કુંડળીના ગ્રહ દોષ ઓછા થાય છે અને પુણ્ય મળે છે. જ્યોતિષ અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, અહીં રાશિ પ્રમાણે દાનની માહિતી છે:

મેષ: ઘી, માલપુઆ, તાંબુ, લાલ વસ્ત્ર, સોનું, ચાંદી અથવા પરવાળું.

વૃષભ: ચોખા, સફેદ વસ્ત્ર, મોતી, ખાંડ અથવા સાકર, સુગંધિત વસ્તુઓ.

મિથુન: કાંસાના વાસણ, લીલા વસ્ત્ર, મગની દાળ, હળદર.

કર્ક: ચાંદી, મોતી, દૂધ, ચોખા, સફેદ વસ્ત્રો.

સિંહ: ઘઉં, સોનું, તાંબુ, લાલ ચંદન, લાલ વસ્ત્ર.

કન્યા: કાંસાના વાસણ, ઘી, લીલા રંગના કપડાં, પૂજા સામગ્રી.

તુલા: સુગંધિત અત્તર, ચાંદી, સફેદ વસ્ત્ર, ચોખા, સાકર.

વૃશ્ચિક: પરવાળું, લાલ વસ્ત્ર, ઘી, માલપુઆ, તાંબુ.

ધન: સોનું, પીળા વસ્ત્ર, હળદર, ચણાની દાળ, પુસ્તકો.

મકર: લોખંડ, તેલ, કાળા કપડાં, કાળા તલ, નીલમ.

કુંભ: તેલ, કાળા તલ, વાદળી વસ્ત્ર, ધાબળા.

મીન: પીળા વસ્ત્ર, હળદર, કેસર, ચણાની દાળ.

માલપુઆ અને કાંસાના વાસણઃ અધિક માસમાં માલપુઆ અને કાંસાના વાસણમાં વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જળ અને ફળ: પાણીથી ભરેલો ઘડો, ફળ, શાકભાજી અને જરૂરિયાતમંદોને વસ્ત્ર દાન કરવાથી પુણ્ય મળે છે.

અધિક માસમાં(Adhik Maas 2026) પુરષોત્તમ યજ્ઞ કરવો જે ઉત્તમ ફળ આપનાર બને છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

Adhik Maas 2026 Most Watched Religious News

Adhik Maas 2026: અધિક માસમાં કયા કામો કરવા, ને કયા ન કરવા, જાણો તિથિ પ્રમાણે દાન….

You will also like

Leave a Comment