અમદાવાદ– Stock Market India શેરબજાર બે તરફી વધઘટે અથડાઈને ઘટ્યું હતું. લેવાલી વેચવાલી એમ બે તરફી ટ્રેડિંગ વચ્ચે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 141 પોઈન્ટ ઘટી 75,867 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 6 પોઈન્ટ ઘટી 23,907 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 239 પોઈન્ટ ઘટી 54,853 બંધ થયો હતો. શેરબજારમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ કેમ આવ્યું? કયા કારણોથી શેરબજાર ઘટ્યું? શેરબજારમાં પોઝિટિવ ફેકટર પણ મોજુદ છે. ટેકનિકલી માર્કેટે સપોર્ટ લેવલ તોડ્યા છે કે નહી? હવે શુક્રવારે માર્કેટનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? મીડકેપ શેરોમાં નવું બાઈંગ ચાલુ રહ્યું હતું, તો હાલ બાય(Buy) કરવું કે થોભી જવું જોઈએ?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 76,000ની નીચે બંધ
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) સવારે 75,939ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 76,224 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઝડપી ઘટી 75,748 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 75,867.80 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 141.90નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 24,000 ની નીચે ક્લોઝ
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,880ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધી 23,983 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી ફરી વળતાં ઝડપી ઘટીને 23,858 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,907.15 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ નિફટીની સરખામણીએ 6.55નો ઘટાડો દર્શાવે છે.
પોઝિટિવ ફેક્ટર વચ્ચે નવી લેવાલી
બજાર નીચા મથાળે ખૂલ્યા પછી નવી લેવાલી આવી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ડ ક્રૂડ ઘટીને 96.60 ડૉલર અને ક્રૂડ ઓઈલ 90.34 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 95.67ના લેવલ પર સ્ટેડી હતો. આથી સવારે બ્લૂચિપ સ્ટોકમાં નવી લેવાલી આવી હતી. પણ 11 વાગ્યા પછી એકાએક પ્રોફિટ બુકિંગ નીકળ્યું હતું અને શેરબજાર વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું.
પ્રોફિટ બુકિંગ કેમ આવ્યું?
(1) અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતિ કરાર મુદ્દે વાતચીત ચાલી રહી છે, તેવા સંજોગોમાં અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ ઈરાનની બોટ પર હૂમલો કર્યો હતો. તેમજ ન્યૂક્લિયર સાઈટ્સ પર પણ હૂમલો કર્યો હતો. ઈરાને આ હૂમલાને સીઝફાયરનું ઉલ્લંઘન બતાવ્યું હતું. હજી હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીને કારણે ક્રૂડના સપ્લાયની ચિંતા વધી છે. હવે જો હોર્મુઝ નહી ખૂલે તો સપ્લાયની શોર્ટેજ થઈ શકે છે. જે ધારણાએ શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
(2) આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ પોઝિટિવ હતા. પણ હોંગકોંગ અને ચીન સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. એશિયાઈ સ્ટોક માર્કેટમાં પણ ઈંધણ સપ્લાયનું ટેન્શન વધ્યું હતું.
(3) ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ નેટ સેલર રહી છે. 26 મેના રોજ એફઆઈઆઈએ રૂપિયા 2407 કરોડનું નેટ સેલ કર્યું હતું.
(4) ગુરુવારે બકરી ઈદની રજા આવે છે. શેરબજારમાં સત્તાવાર ટ્રેડિંગ બંધ રહેશે. જેથી શેરોમાં સાવચેતીરૂપી ટ્રેડિંગ વચ્ચે વેચવાલી આવી હતી.

સતત બીજા દિવસે શેરબજાર ઘટ્યું હતું, પણ મીડકેપ ઈન્ડેક્સ આઉટપર્ફોમ કરી રહ્યો છે. આજે પણ મીડકેપ ઈન્ડેક્સ 259 પોઈન્ટ વધ્યો હતો. જો કે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 6 પોઈન્ટ માઈનસ હતો. આજે બુધવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતો. 1772 શેરના ભાવ વધ્યા હતા અને 1535 શેરના ભાવ ઘટ્યા હતા.
128 શેરમાં અપર સર્કિટ
125 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 42 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 129 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી, અને 92 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.
ટોપ ગેઈનર્સ
તાતા મોટર પેસેન્જ વ્હીકલ(4.53 ટકા), હિન્દાલકો(4.23 ટકા), પાવરગ્રીડ(2.73 ટકા), ઈટરનલ(2.21 ટકા) અને એનટીપીસી(2.09 ટકા)
ટોપ લુઝર્સ
ઓએનજીસી(4.94 ટકા), એચડીએફસી બેંક(2.54 ટકા), એચડીએફસી લાઈફ(1.36 ટકા), વીપ્રો(1.00 ટકા) અને એસબીઆઈ લાઈફ(0.97 ટકા)
શુક્રવાર શેરબજાર કેવું રહેશે?
ગુરુવારે ભારતીય શેરબજાર બંધ છે, જેથી હવે આ સપ્તાહના વર્કિંગના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે મજબૂતી રહેશે. ટેકનિકલી શોર્ટ ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ બન્યો છે. નિફ્ટીમાં 23,300નું એક મજબૂત સપોર્ટ લેવલ છે, જે તોડ્યુ નથી અને ઉપરમાં 23,800 ઉપર ક્લોઝ છે. જેથી હવે જો નિફટી 24,000 ઉપર નીકળશે તો 24,200 અને 24,500 સુધી જઈ શકે છે.

