Rainfall forecast 2026: ગુજરાત સહિત ભારતના હવામાનમાં પલટો આવશે, ભારે પવન સાથે વરસાદ

by Gujarati biz news
Rainfall forecast 2026

Rainfall forecast 2026અમદાવાદ- Rainfall forecast 2026 હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 30 મે, 2026થી વરસાદનું આગમન થશે. તેમજ આજે 28 મેથી 30 મેની વચ્ચે ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વી ભારતમાં 60-70 કિલોમીટરના પ્રતિકલાકે પવન ફૂંકાશે તેની સાથે ભારે આંધી તોફાન આવવાની સંભાવના છે. જેનાથી ગરમીમાં મોટી રાહત મળશે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.

ગુજરાતના 12 જિલ્લામાં વરસાદ

હવામાન વિભાગે જાહેર કરેલ મેપ અનુસાર 30 મેના રોજ(Rainfall forecast 2026) કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે. તેમજ 31 મેના રોજ ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર સહિત 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. 01 જૂનના રોજ ગુજરાતના ભાવનગર, અમરેલી, વડોદરા, નર્મદા, પંચમહાલ સહિત કુલ 12 જિલ્લામાં હળવાથી મઘ્યમ વરસાદ થવાની સંભાવના છે.

29 મે સુધી દક્ષિણ પશ્ચિમ ચોમાસું આવી જશે

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતમાં 29 મે સુધીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, એવી હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 26 મેના રોજ કેરળમાં પ્રવેશવાનું હતું. પણ તે કેરળથી 35 કિલોમીટર દૂર અટકી ગયું છે. પણ છેલ્લા સમાચાર મુજ 27 મેના રોજ મોનસૂન આગળ વધી રહ્યું છે. આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવાના સંકેત મળી રહ્યા છે અને અનુકૂળ પરિસ્થિતિ પણ સર્જાઈ છે.

દિલ્હીવાસીઓ માટે આનંદના સમાચાર

દિલ્હીવાસીઓને પણ હવે ગરમીમાં રાહત મળે તેવા સમાચાર છે. વીતેલા દિવસોમાં સૌથી વધુ 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને ઓછામાં ઓછુ 26.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું.(Rainfall forecast 2026) આજે 28 મે અને કાલે 29 મેથી 02 જૂન સુધી દિલ્હીના આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. દિવસ દરમિયાન કોઈપણ સમયે વરસાદ થવાની સંભાવના છે. ગર્જના સાથે વીજળની ચમક સાથે પવન ફૂંકાશે. એક અંદાજ મુજબ 60-70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

મહારાષ્ટ્ર અને ગોવામાં 2 જૂન સુધી વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના કહેવા અનુસાર 31 મે સુધીમાં જમ્મુ કશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં ગાજવીજ સાથે 80-90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તેની સાથે હળવો વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવામાં 2 જૂન સુધી વરસાદનું એલર્ટ રહેશે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી

Rainfall forecast 2026 02 જૂન સુધી તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, યનમ, રાયલસીમા, તેલંગાણા, કેરલ, લક્ષદ્વીપમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. ટૂંકમાં આખા ભારતમાં હવામાનમાં પલટો આવશે અને ગરમીમાં ખૂબ રાહત મળશે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે.

You will also like

Leave a Comment