ચંદીગઢ- IPL 2026 Qualifier 2 Live ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલને સાત વિકેટે હરાવ્યું છે. હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 મે, 2026ના રોજ ફાઈનલ રમાશે. આઈપીએલ 2026 ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુુરુ અને ગુજરાત ટાઈટન્સ ટકરાશે. ગુજરાત ટાઈટન્સે 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 219 રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સના 215 રનના ટાર્ગેટને ખૂબ સરળતાથી ચેઝ કરી લીધો હતો.
પોઈન્ટ ટેબલ
આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો આરસીબી 14 મેચ રમીને 9 મેચ જીતી અને 5 મેચ હારી હતી, તેમના કુલ 18 પોઈન્ટ થયા છે. બીજા નંબરે ગુજરાત ટાઈટન્સ 14 મેચ રમીને 9 મેચ જીતી અને 5 મેચ હારી છે, તેના 18 પોઈન્ટ થયા છે.
ગુજરાત ટાઈટન્સની બેટિંગ
સાઈ સુદર્શન 32 બોલમાં 58 રન કર્યા હતા. શુભમન ગીલે 53 બોલમાં 104 રન કર્યા હતા. જોશ બટલર 9 બોલમાં 9 રન કરીને નોટ આઉટ રહ્યા હતા. વોશિગ્ટન સુંદર 9 બોલમાં 16 રન કર્યા હતા. રાહુલ તિવેટિયા 9 બોલમાં 17 રન કરીને નોટ આઉટ રહ્યા હતા. કુલ સ્કોર 219/3(18.4 ઓવર)
રાજસ્થાન રોયલ્સની બેટિંગ
યશસ્વી જયસ્વાલ 2 બોલમાં 1 રન, વૈભવ સૂર્યવંશી 47 બોલમાં 96 રન(8 ચોક્કા અને 7 સિક્સ), ધ્રુવ જુરેલ 6 બોલમાં7 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજા 35 બોલમાં 45 રન સાથે નોટ આઉટ રહ્યા હતા. રિયાન પરાગ 6 બોલમાં 11 રન બનાવ્યા હતા. દાસુન શાનકા 9 બોલમાં 3 રન અને જોફ્રા આર્ચર 4 બોલમાં 7 રન કર્યા હતા. ફરેરાએ 11 બોલમાં 38 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા.
ગુજરાત ટાઈટન્સના બોલરો
ગુજરાત ટાઈટન્સના બોલરોમાં મોહમ્મદ સીરાઝ 4 ઓવર નાંખીને 42 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. રબાડાએ 4 ઓવર નાંખી 35 રન આપીને 2 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ણા 4 ઓવર નાંખીને 42 રન આપી એક વિકેટ ઝડપી હતી. વોશિગ્ટન સુંદર 2 ઓવર નાંખી 23 રન આપ્યા હતા. જેન્સન હોલ્ડર 4 ઓવર નાંખી 27 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. તેમજ રાશિદ ખાને 2 ઓવર નાંખી 45 રન આપીને સૌથી મોંઘા બોલર સાબિત થયા હતા.
રાજસ્થાન રોયલ્સના બોલરો
જોફ્રા આર્ચરે 4 ઓવર નાંખી 45 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. નાન્દ્રે બર્ગર 4 ઓવર નાંખીને 35 રન આપી 1 વિકેટ ઝડપી હતી. બ્રિજેશ શર્મા 3.4 ઓવર નાંખીને 44 રન આપી 1 વિકેટ ઝડપી હતી. તુષાર દેશપાંડે 3 ઓવર નાંખી 34 રન આપ્યા હતા. યશરાજ પુંજા 2 ઓવર નાંખી 29 રન આપ્યા હતા. રવિન્દ્ર જાડેજા 2 ઓવર નાંખી 28 રન આપીને સૌથી મોંઘા બોલર સાબિત થયા હતા.
રાજસ્થાને ટોસ જીત્યો, મેચ હાર્યું
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગીલ અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ કર્યો હતો. જેમાં રાજસ્થાન રોયલ્સ ટોસ જીતી ગયું હતું. અને તેમણે પ્રથમ બેટિંગ પસંદ કરી છે અને ગુજરાત ટાઈટન્સ બોલીંગ કરશે. હવે આ સેમીફાઈનલ કોણ જીતશે? તેના પર નજર મંડાઈ છે. રાજસ્થાન રોયલ્સ પ્રથમ બેટિંગમાં કેટલો સ્કોર કરે છે, તેના પર હાર જીતનો દારો મદાર રહેશે.
Live Update….
ગુજરાત ટાઈટન્સે 18.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 219 રન કર્યા અને ફાઈનલમાં પ્રવેશવા માટેની જીત હાંસલ કરી લીધી હતી.
વોશિગ્ટન સુંદર 9 બોલમાં 16 રન બનાવીને કેચ આઉટ થયો, ગુજરાતની ત્રીજી વિકેટ પડી, હવે જીત માટે 17 બોલમાં 14 રન જોઈએ
ટાઈટન્સને જીત માટે 28 બોલમાં 32 રન જોઈએ
ગુજરાતની બીજી વિકેટ પડી, શુભમન ગીલ 53 બોલમાં 104 રન બનાવીને આઉટ
ગુજરાત 14 ઓવરમાં 178 રન, એક વિકેટનું નુકસાન
શુભમન ગીલની સદી થઈ 47 બોલમાં 100 રન
ટાઈટન્સને જીત માટે 42 બોલમાં 46 રન જોઈએ
13 ઓવરને અંતે ગુજરાતના 169 રન થયા
સાઈ સુદર્શન 32 બોલમાં 58 રન બનાવીને આઉટ, શોટ માર્યા પછી હાથમાંથી બેટ પડ્યું સીધુ સ્ટમ્પમાં.
ટાઈટન્સને જીત માટે 45 બોલમાં 49 રન જોઈએ
શુભમન ગીલ 43 બોલમાં 90 રન બનાવ્યા
ગુજરાત 12 ઓવરને અંતે 156 રન
ટાઈટન્સને જીત માટે 52 બોલમાં 69 રન જોઈએ
ગુજરાત ટાઈટન્સ 11 ઓવરને અંતે 144 રન, શુભમન 81 રન સાઈ સુદર્શન 61 રન
સાઈ સુદર્શન 26 બોલમાં 50 રન પુરા, અડધી સદી ફટકારી
10 ઓવરમાં 127 રનનો સ્કોર, શુભમન ગીલ 35 બોલમાં 71 રન સાઈ સુદર્શન 25 બોલમાં 44 રન
શુભમન ગીલ 30 બોલમાં 50 રન પુરા કર્યા, ગુજરાત ટાઈટન્સ 9 ઓવરમાં 108 રન
8 ઓવરમાં વિના વિકેટે 91 રન
ગુજરાત ટાઈટન્સના 7 ઓવરમાં 79 રન
6 ઓવરને અંતે ગુજરાતના 69 રન, શુભમનના 19 બોલમાં 29 રન અને સાઈ સુદર્શનના 17 બોલમાં 30 રન
પાંચ ઓવરને અંતે ગુજરાતના 59 રન
ચાર ઓવરને અંતે ગુજરાતના 52 રનનો સ્કોર, શુભમન 22 અને સાઈ સુદર્શન 20 રન સાથે રમતમાં
ત્રણ ઓવરને અંતે ગુજરાતના 41 રન
બે ઓવરને અંતે ગુજરાતનો સ્કોર 31 રન
ગુજરાત ટાઈટન્સ 1 ઓવરમાં 19 રન, શુભમન 3 બોલમાં 9 રન અને સાઈ સુદર્શન 3 બોલમાં 9 રન, પહેલી ઓવર જોફ્રા આર્ચરે નાંખી હતી.
ગુજરાત ટાઈટન્સમાં ઓપનર જોડી શુભમન ગીલ અને સાઈ સુદર્શન રમવા આવ્યા

છેલ્લી ઓવરમાં ફરેરાએ ચાર સિક્સ ફટકારી
છેલ્લી 20માં ઓવર રાશિદ ખાન નાંખી રહ્યા છે
રાજસ્થાન 19 ઓવરને અંતે છ વિકેટે 187 રન
વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026માં 1000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યા છે.
વૈભવ 46 બોલમાં 96 રને આઉટ, રબાડાની બોલિંગ હતી. પ્રસિધ્ધ ક્રિષ્ણાએ કેચ કર્યો હતો. વૈભવ સદી ચુકી ગયો.
રાજસ્થાન 17 ઓવરમાં 171 રન, પાંચ વિકટનું નુકસાન
વૈભવ 46 બોલમાં 96 રન
વૈભવ 45 બોલમાં 90 રન સાથે રમી રહ્યા છે.
રાજસ્થાન 16 ઓવરને અંતે 5 વિકેટના નુકસાન પર 154 રન બનાવી ચુક્યું છે
રાજસ્થાનના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 31 બોલમાં 50 રન બનાવ્યા છે. તેની આઈપીએલ કરિયરની સૌથી સ્લો ફીફટી રહ્યા છે.
જોફ્રા આર્ચર 4 બોલમાં 7 રન બનાવીને આઉટ, રાજસ્થાનની પાંચમી વિકટે પડી કુલ સ્કોર 118 રન
શાનકા 9 બોલમાં 3 રન બનાવીને હોલ્ડરની બોલીંગમાં આઉટ થયા. જોશ બટલરે કેચ કર્યો
રાજસ્થાનના 11 ઓવરને અંતે ત્રણ વિકેટ ગુમાવીને 109 રન
રાજસ્થાન રોયલ્સના 10 ઓવરને અંતે ત્રણ વિકેટના નુકસાને 103 રન
રાજસ્થાન કેપ્ટન રિયાન પરાગ 6 બોલમાં 11 રન બનાવીને હોલ્ડરની બોલિંગમાં રબાડાએ કેચ કર્યો હતો. રાજસ્થાનનો સ્કોર 101 રન બનાવીને 3 વિકેટ ગુમાવી છે.
રવિન્દ્ર જાડેજા 19 બોલમાં 34 રન બનાવીને ઈજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનની ટીમે 2 વિકેટ પર 82 રન બનાવી લીધા છે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ રિયાન પરાગ ક્રીઝ પર રમી રહ્યા છે
રાજસ્થાન રોયલ્સ 8 ઓવરને અંતે બે વિકટ ગુમાવીને 82 રન.
રાજસ્થાન 7 ઓવરને અંતે બે વિકેટના નુકસાને 76 રન બનાવ્યા છે.
રાજસ્થાન રોયલ્સ 6 ઓવરને અંતે બે વિકેટ ગુમાવીને 70 રન બનાવ્યા છે. રવિન્દ્ર જાડેજા 11 બોલમાં 26 રન અને વૈભવ સૂર્યવંશી 17 બોલમાં 31 રન સાથે રમી રહ્યા છે. રન રેટ 11.57નો છે.
ગુજરાત ટાઈટન્સમાંથી સીરાઝે પહેલી ઓવર નાંખી અને પહેલી જ ઓવર એક વિકેટ લીધી. રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ એક રન બનાવીને આઉટ થયા હતા.
રબાડાએ બીજી ઓવર નાંખી હતી, જેમાં ધ્રુવ જુરેલ આઉટ થયો હતો. આમ રાજસ્થાન રોયલ્સની બે વિકેટ પડી ગઈ છે. હવે વૈભવ સૂર્યવંશી રમવા આવ્યા છે.
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 3 ઓવરને અંતે બે વિકેટ ગુમાવીને 34 રન બનાવ્યા છે. વૈભવ સૂર્યવંશી 9 બોલમાં 17 રન અને જાડેજા 2 બોલમાં 5 રને રમી રહ્યા છે.
રાજસ્થાનના 4 ઓવરને અંતે બે વિકેટે 45 રન બન્યા છે.

આઈપીએલ 2026માં આજે શુક્રવારે ક્વાલીફાયર 2ની મેચ રમાશે. આ મેચમાં બન્ને ટીમો ફાઈનલમાં પહોંચવા માટે કરો યા મરો સાથે રમશે. આ મેચ જે ટીમ જીતશે તે આઈપીએલ ફાઈનલમાં જશે અને ફાઈનલ 31 મે, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આરસીબી સાથે રમશે.(RR vs GT)
મહામુકાબલો
IPL 2026 Qualifier 2 Live માં ગુજરાત ટાઈટન્સ(GT) અને રાજસ્થાન રોયલ્સ(RR) વચ્ચે મેચ રમાશે. પ્લેઓફમાં આ ત્રીજો મુકાબલો છે. આ મેચ હારનાર ટીમની સફર આ ટૂર્નામેન્ટમાં સમાપ્ત થઈ જશે. ગુજરાત ટાઈટન્સની ટીમ ક્વાલીફાયર 1ની મેચ હાર્યા પછી ક્વાલીફાયર 2માં પહોંચી છે. તે રાજસ્થાન રોયલ્સની ટીમ 47 રનથી એલિમનેટરમાં જીત મેળવી હતી.
વૈભવ સૂર્યવંશીને આઉટ કરવાનો માસ્ટર પ્લાન
ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સના(RR vs GT) ધૂરંધર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને(Vaibhav Suryavanshi) કેવી રીતે આઉટ કરવો તેનો માસ્ટરપ્લાન બનાવી લીધો છે, તેવા સમાચાર મળી રહ્યા છે. છેલ્લે વૈભવ સૂર્યવંશીએ સનરાઈર્ઝ હૈદરાબાદ સામે 29 બોલમાં 97 રન બનાવ્યા હતા અને સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો. વૈભવ સૂર્યવંશી જ્યારે રમવા મેદાનમાં આવે છે, ત્યારે ભલભલા બોલરોની બોલીંગની એવરજ ખરાબ કરીને નાંખે છે. જ્યારે વૈભવ આઉટ થાય ત્યારે બોલરો રાહતનો શ્વાસ લે છે. આજની ગુજરાત ટાઈટન્સ સાથેની મેચમાં રાજસ્થાનના વૈભવ સૂર્યવંશીની(Vaibhav Suryavanshi) બેટિંગ જોવા માટે મેદાનમાં તેમના ફેન્સ આવે છે.
ચંદીગઢના હવામાનમાં પલટો
જો કે આજની IPL 2026 Qualifier 2 રમાય તે પહેલા હવામાન વિભાગની આગાહી છે કે 29 મે, 2026થી ભારે વરસાદ આવવાની સંભાવના છે. તે સાથે ભારે પવન અને આંધી તૂફાન અને બરફના કરા પણ પડી શકે તેવું એલર્ટ જાહેર કરાયું છે. આજે સવારથી ચંદીગઢના મોસમમાં પલટો આવ્યો છે. જેથી ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ બન્ને ટીમની ચિંતામાં વધારો કર્યો છે.
વરસાદ પડે તો શું થાય?
જો વરસાદને કારણે મેચ નહી રમાય તો સૌથી મોટો ફાયદો ગુજરાત ટાઈટન્સને મળશે. આઈપીએલ 2026ના પ્લેઓફના નિયમો અનુસાર ફાઈનલ મુકાબલો છોડીને કોઈપણ પ્લેઓફ મેચ માટે રીઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો બીજી ક્વોલીફાયર વરસાદને કારણે ધોવાઈ જાય તો આ મેચ બીજા દિવસે રમાઈ શકશે નહી.
કોને ફાઈનલમાં જવાની ટિકીટ મળશે?
આવી સ્થિતિમાં લીગ સ્ટેજમાં સૌથી શ્રેષ્ઠ સ્થાન પર રહેનાર ટીમને ફાઈનલમાં જવાની ટિકીટ મળી જશે. ગુજરાત ટાઈટન્સ આ લીગના અંત સુધીમાં 18 અંકો સાથે બીજા નંબરે રહી છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ 16 અંક સાથે ચોથા નંબર પર છે. એટલા માટે મેચ જો રદ થાય તો ગુજરાત ટાઈટન્સ સીધી ફાઈનલમાં પહોંચી શકે છે.
ન્યૂ ચંદીગઢમાં ખરાખરીને મુકાબલો
ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની(RR vs GT) વચ્ચે IPL 2026 Qualifier 2 ની મેચ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાંપુર, ન્યૂ ચંદીગઢમાં(Chandigarh) રમાશે. આ મુકાબલો આજે 29 મે, 2026ને શુક્રવારે બરાબર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે અને તેના અડધા કલાક પહેલા આ મેચનો ટોસ થશે.
રાજસ્થાન રોયલ્સની ટીમ(Rajasthan Royals)
રિયાન પરાગ(કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જૂરેલ(વિકેટ કીપર), ડોનોવન ફરેરા, શુભમ દુબે, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, યશરાજ પુંજા, બ્રિજેશ શર્મા, રવિન્દ્ર જાડેજા, સુશાંત મિશ્રા, અમન રાવ પેરાલા, રવિ વિશ્ચોઈ, તુષાર દેશપાંડે, એડમ મિલ્ને, સંદીપ શર્મા, શિમરોન હેટમાયર, કુલદીપ સેન, યુદ્ધવીર ચરક, કેના મફાકા, લુઆન-ડે પ્રિટોરિયસ, મનોજત સિંહ ચહલ અને વિગ્નેશ પુથુર
ગુજરાત ટાઈટન્સ ટીમ(Gujarat Titans)
શુભમન ગિલ(કેપ્ટન) સાઈ સુદર્શન, જોસ બટલર(વિકેટ કીપર), વૉશિગ્ટન સુંદર, નિશાંત સિંઘુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કગિસો રબાડા, અરશદ ખાન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, અનુજ રાવત, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવટિયા, કુલવંત ખેજરોલિયા, કુમાર કુશાગ્ર, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, શાહરૂખ ખાન, ઈશાંત શર્મા, લ્યૂક વુડ, અશોક શર્મા, કૉનર એસ્ટરહુઈઝન, ગુરનૂર બરાડ, માનવ સુથાર, જયંત યાદવ.

