Somvati Amavasya 2026: 15 જૂને સોમવતી અમાસ, શુભ યોગ સર્જાતાં સ્નાન, દાન-પુણ્યથી વિશેષ લાભ

by Gujarati biz news
Somvati Amavasya 2026

Somvati Amavasya 2026અમદાવાદ- Somvati Amavasya 2026 સનાતન ધર્મમાં સોમવતી અમાસનું ખૂબ જ અધિક મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે સોમવારને અમાસ આવે ત્યારે તેને સોમવતી અમાસ કહેવાય છે. 15 જૂન, 2026ને સોમવારે અમાસ છે, જે સોમવતી અમાસના દિવસે અત્યંત વિશેષ અને દુલર્ભ સંયોગો બની રહ્યા છે.

સોમવતી અમાસે વિશેષ યોગ

આ વર્ષે સોમવતી અમાસ પર સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ જેવા મંગળકારી યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. જે પૂજા પાઠ અને દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ ધરાવે છે અને (Somvati Amavasya 2026) આ દિવસે કરેલ પૂજા અને દાન પુણ્ય અનેકગણુ વિશેષ ફળ પ્રદાન કરે છે.

અમાસ તિથિનો પ્રારંભ

અમાસની તિથિનો પ્રારંભ 14 જૂન, રવિવારે બપોરે 12.20 કલાકે શરૂ થાય છે. આ અમાસની તિથિ 15 જૂનને સોમવારે સવારે 8.24 કલાકે સમાપ્ત થાય છે. માન્યતા એવી છે કે ઉદય તિથિ અનુસાર સોમવતી અમાસનું વ્રત, સ્નાન અને દાન 15 જૂનને સોમવારે જ કરાશે.

સ્નાન-દાન અને પૂજા માટે શુભ મુહૂર્ત

Somvati Amavasya 2026 બ્રહ્મ મુહૂર્તઃ સવારે 4.03 વાગ્યાથી સવારે 4.43 વાગ્યા સુધી સ્નાન માટે સર્વોત્તમ મુહૂર્ત છે. તેમજ અભિજિત મુહૂર્ત સવારે 11.54 વાગ્યાથી બપોરે 12.50 વાગ્યા સુધી છે. વિશેષ યોગ એટલે કે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ સાંજે 5.23 વાગ્યાથી સાંજે 7.08 વાગ્યા સુધી છે.

પિતૃદોષમાંથી મુક્તિ મળે

સોમવારનો દિવસે ભગવાન શિવને સમર્પિત હોય છે. સોમવતી અમાસના દિવસે શિવ પાર્વતીની આરાધના કરવાથી વૈવાહિક જીવનમાં સુખ શાંતિ મળે છે. તેમજ સૌભાગ્યમાં પણ વૃદ્ધિ થાય છે. તે ઉપરાંત પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પૂવર્જોના આશિર્વાદ માટે આ દિવસ ખૂબ પ્રભાવી મનાય છે.

સ્નાન અને દાન પુણ્ય

ધાર્મિક ગ્રંથો અનુસાર Somvati Amavasya 2026 ના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પછી દાન કરવું એ મહાપુણ્ય મનાય છે. અન્નદાન, ચોખા, દાળ, ઘઉ અને તલનું દાન કરી શકાય. સફેદ વસ્તુમાં દૂધ, ખાંડ અને દહીનું દાન કરવું વધારે શુભ મનાય છે. વસ્ત્ર અને અન્ય દાનમાં આપની ક્ષમતા અનુસાર વસ્ત્ર, બુટ-ચંપલ અને છત્રીનું દાન જરૂરિયતમંદોને કરવું જોઈએ. પિતૃપૂજન માટે આપ પીપળાના ઝાડ પર જળ ચઢાવી અને તેની પરિક્રમા કરવી જોઈએ. આપના પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ.

ચાર રાશિઓને લાભ થશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 15 જૂનને સોમવારે બપોરે 12.53 કલાકે સૂર્યદેવ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય 16 જુલાઈ, 2026ની રાત સુધી આ મિથુન રાશિમાં બિરાજમાન રહેશે. આ રાશિ પરિવર્તન મેષ, સિંહ, કન્યા અને મકર રાશિ માટે લાભ લઈને આવશે. કાર્યક્ષત્રમાં પ્રગતિ, પ્રેમ સંબધમાં મધુરતા, શત્રુઓ પર વિજય, આરોગ્ય સુખની પ્રાપ્તિ સહિત બિઝનેસ કે નોકરી કરતાં હોય તેમને લાભની તક મળી રહે.

સાવધાની શું રાખશો…

આ દિવસે તામસિક ભોજન જેમ કે માંસ, મટન, માછલી, દારૂ જેવા ભોજન પીણાનો ત્યાગ કરવો જોઈએ. ક્રોધ, કટુ વચન અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જઈએ. કોઈની સાથે ઝઘડો કરવો નહી,  આપના મનને શાંત રાખવું અને ઘરમાં સાત્વિક વાતાવરણ રાખવું જોઈએ.

You will also like

Leave a Comment