Stock Market India: બે તરફી વધઘટે શેરબજારમાં સુધારો, કાલે નિફ્ટીની વીકલી એક્સપાયરી

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટને અંતે સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 43 પોઈન્ટ વધી 78,542 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 13 પોઈન્ટ વધી 24,583 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 59 પોઈન્ટ ઘટી 57,686 બંધ રહ્યો હતો. શેરબજારમાં લેવાલી આવવા પાછળ કયા કારણો હતા અને પ્રોફિટ બુકિંગ કેમ આવ્યું? કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરીએ નવી લેવાલી આવશે? કાલે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલ શું સંકેત આપે છે? શેરબજારની(Share Market India) તેજી વધુ આગળ વધશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 43 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 78,501ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધુ વધી 78,676 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 78,298 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ફરીથી વધી 78,542.44 બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના શુક્રવારની સરખામણીએ 43.227નો સુધારો દર્શાવે છે.

નિફ્ટી 13 પોઈન્ટ વધ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,581ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં વધી 24,620 થઈ અને ત્યાંથી ઘટી 24,511 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,583.80 બંધ થયો હતો. જે વીતેલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 13.15નો સુધારો દર્શાવે છે.

લેવાલી-વેચવાલી એમ બે તરફી કામકાજ

આજે સપ્તાહના પ્રથમ દિવસે બજાર મજબૂત મથાળે ખૂલ્યા પછી લેવાલી અને વેચવાલી એમ બેઉ તરફી કામકાજ હતા. જો કે ઓવરઓલ માર્કેટ પ્લસ રહ્યું હતું. આજે પ્રાઈવેટ બેંકો, ઓટો, આઈટી, રીયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યૂરેબલ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. જ્યારે પીએસયુ બેંક, ઓઈલ અન્ડ ગેસ અને ઈન્ફ્રા સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ હતી.

શેરબજારના વધઘટના કારણો

(1) અમેરિકાના જોબ માર્કેટનો રીપોર્ટ નબળો આવ્યો હતો. જેથી ફેડ રેટમાં વધારાની ધારણા હતી, તે હવે 50 ટકા ઘટી ગઈ છે. તેમજ હવે મંગળવારે યુએસ મોંઘવારીના આંકડાની રાહ જોવાઈ રહી છે. તેમજ ડૉલર બે સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આજે બપોરે 3.30 વાગ્યે યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 30 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો. જેથી ભારતીય શેરબજારમાં સાવેચતી સાથે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.

(2) હોર્મુઝ ખુલવાની વાત પર ફરીથી અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કીમતોમાં વધારો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ 84.51 ડૉલર અને ક્રૂડ ઓઈલ 78.97 ડૉલર પર ટ્રેડ કરી રહ્યા હતા. જેથી ભારતીય શેરબજારમાં ચિંતા સાથે દરેક ઊંચા મથાળે નફારૂપી વેચવાલી ફરી વળી હતી.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા ઘટી 95.28 પર ટ્રેડ કરતો હતો.

(4) એફઆઈઆઈની નવેસરથી લેવાલી શરૂ થઈ છે. 7 ઓગસ્ટે એફઆઈઆઈએ રૂપિયા 480 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. તેમજ ડીઆઈઆઈએ રૂપિયા 235 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. પરિણામે તેજીવાળા જોશમાં હતા, અને દરેક ઘટાડે નવું બાઈંગ આવ્યું હતું.

સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટ્યો

આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સ 382 પોઈન્ટ વધ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 53 પોઈન્ટ ઘટ્યો હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1739 શેરના ભાવ વધ્યા હતા અને 1703 શેરના ભાવ ઘટ્યા હતા.

120 શેરમાં અપર સર્કિટ

168 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા, જ્યારે 69 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા. તેમજ 120 શેરમાં અપર સર્કિટ અને 124 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

ટાઈટન(3.02 ટકા), તાતા કન્ઝ્યુમર(2.44 ટકા), બજાજ ફાઈનાન્સ(2.24 ટકા), શ્રી રામ ફાયનાન્સ(2.04 ટકા) અને ગ્રાસિમ(1.73 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

એસબીઆઈ(2.39 ટકા), ઈટરનલ(1.51 ટકા), આઈટીસી(1.21 ટકા), ડૉ. રેડ્ડી લેબ(1.13 ટકા) અને ટીસીએસ(1.10 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

કાલે મંગળવારે નીફ્ટીની વીકલી એક્સપાયરી છે. જે દિવસે બજારમાં દરેક ઘટાડે નવી લેવાલી આવશે અને તેજીની આગેકૂચ જળવાશે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. આજે પણ નિફ્ટી 24,500 ઉપર બંધ આવ્યો છે. હવે આગામી ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 24,600 કૂદાવશે અને તેની ઉપર ટ્રેડ કરશો તો વધુ વધીને 24,800-25,000 સુધીના લેવલ બતાવી શકે છે. બેંક નિફ્ટીમાં 57,600 સપોર્ટ લેવલ છે, આજે આ સપોર્ટ લેવલ પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે. જેથી આગામી દિવસોમાં બેંક નિફ્ટી 57,600 ઉપર 58,000 અને 58,500 સુધીના લેવલ ટચ કરી શકે છે. જો કે અમેરિકા અને ઈરાન તેમજ ક્રૂડની કીમતો પર નજર રાખવી હિતાવહ છે. આ નેગેટિવ ન્યૂઝ ન આવે તો બજારમાં તેજી આગળ વધશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment