Stock Market India: સેન્સેક્સ 171 પોઈન્ટ ઘટ્યો, ઊંચા લેવલે વેચવાલી કેમ આવી? ચાર સોલીડ કારણ

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો આવ્યો હતો. ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 171 પોઈન્ટ ઘટી 77,369 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 32 પોઈન્ટ ઘટી 24,219 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 236 પોઈન્ટ ઘટી 57,525 બંધ થયો હતો. શેરબજાર ઊંચા મથાળેથી ઘટવાના સોલીડ ચાર કારણો? કાલે નિફ્ટીની વીકલી એક્સપાયરીએ બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? શેરબજારમાં તેજી કેમ થતી નથી? શેરબજાર(Share Market India) કેમ ટ્રેડિંગ રેન્જમાં ફસાયું છે? ટેકનિકલ લેવલ શું કહે છે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 171 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 77,629ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધી 77,789 થઈ અને ત્યાં નફારૂપી વેચવાલી ફરી વળતાં ઘટી 77,201 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,369.11 બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહના શુક્રવારના બંધની સરખામણીએ 171.72નો ઘટાડો દર્શાવે છે. ઈન્ટ્રા-ડે હાઈથી સેન્સેક્સ 588 પોઈન્ટ ઘટ્યો હતો.

નિફ્ટી 32 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,285ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 24,313 થઈ અને ત્યાં વેચવાલી આવતાં ઘટી 24,144 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,219.05 બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના શુક્રવારની સરખામણીએ 32.95નો ઘટાડો દર્શાવે છે.

આઈટી, મેટલ અને રીયલ્ટી શેરોમાં નવી લેવાલી

આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરોના ભાવ અને બજાર ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યું હતું અને સવારે નવી લેવાલી પણ આવી હતી. જો કે ઊંચા મથાળે તેજીવાળા ખેલાડીઓની વેચવાલી આવતાં ઝડપથી બજાર ઘટ્યું હતું. આજે બેંક, ઓટો, મેટલ અને કન્ઝ્યુમર ડ્યૂરેબલ સેકટરના શેરોમાં વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. જો કે આઈટી, મેટલ અને રીયલ્ટી શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.

ઊંચા મથાળે વેચવાલી આવવાના કારણો

(1) અમેરિકા આજે રાતે ઈરાન પર આકરા પ્રતિબંધ લગાવશે. તેવા સમાચાર હતા. યુએસ ટ્રેઝરરી સેક્રેટરી સ્કોન્ટ બેસન્ટ સોમવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરશે. તેમણે તે અગાઉ કહ્યું હતું કે ઈરાન પર અત્યાર સુધીના સૌથી વધુ કડક પ્રતિબંધ લગાવાશે.

(2) ત્યાર બાદ ઈરાને પણ અમેરિકાને વળતો જવાબ આપ્યો છે કે જો અમેરિકા પ્રતિબંધ લાદશે તો અમે હોર્મુઝનો રસ્તો બંધ કરીને તેલની નિકાસ બંધ કરીશું.

(3) જો અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધે તો અને ક્રૂડના ભાવ વધે તો મોંઘવારીમાં અનેકગણો વધારો થશે. આ ધારણાએ આજે સવારથી એશિયાઈ સ્ટોક માર્કેટ ઘટ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટમાં સાધારણ નરમાઈ હતી.

(4) ઉપરોક્ત ન્યૂઝ આવતાં ભારતીય શેરબજારમાં સાવચેતીનો મૂડ હતો. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. તેમજ તેજીના કારણોના અભાવ શેરોના ભાવ ઘટ્યા હતા.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સ 81 પોઈન્ટ વધ્યો હતો, અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 51 પોઈન્ટ ઘટ્યો હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1740 શેરના ભાવ વધ્યા હતા અને 1820 શેરના ભાવ ઘટ્યા હતા.

149 શેરમાં અપર સર્કિટ

163 શેર બાવન વીક હાઈ પર બંધ હતા, જ્યારે 105 શેર બાવન વીક લો પર હતા. તેમજ 149 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી, જ્યારે 100 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

ટોપ ગેઈનર્સ

જેએસડબલ્યૂ સ્ટીલ(2.57 ટકા), હિન્દાલકો(2.37 ટકા), તાતા સ્ટીલ(1.80 ટકા), એચસીએલ ટેકનોલોજી(1.50 ટકા) અને ડૉ. રેડ્ડી લેબ(1.30 ટકા)

ટોપ લુઝર્સ

એસબીઆઈ લાઈફ(1.73 ટકા), અદાણી પોર્ટ(1.64 ટકા), બજાજ ફાઈનાન્સ(1.64 ટકા), બજાજ ફાઈનાન્સ સર્વ(1.52 ટકા) અને બીઈએલ(1.21 ટકા)

કાલે બજાર કેવું રહેશે?

કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. જે અગાઉ તેજીવાળાઓની નફારપી વેચવાલીથી બજાર ઘટ્યું હતું. બીજી તરફ અમેરિકા ઈરાન પર કેવા પ્રતિબંધ લગાવે છે અને તેની સામે ઈરાન શું રીએક્શન આપે છે. તેમજ તેની ક્રૂડના ભાવ પર શું અસર પડે છે, તેના પર બજારની કાલની ચાલ નિર્ભર રહેશે. ટેકનિકલી માર્કેટ થોડુ વીક થયું છે. નિફ્ટીમાં 24,200 અતિમહત્ત્વનું લેવલ છે. જો કાલે આ લેવલ નીચે ટ્રેડ કરશો તો બજાર વધુ ઘટશે અને જો નિફ્ટીમાં 24,200 ઉપર જશે તો તેજી થઈ થશે. તેવી જ રીતે સેન્સેક્સ 77,200 અને બેંક નિફ્ટીમાં 57,200 મહત્ત્વના લેવલ આવે છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

You will also like

Leave a Comment