Stock Market India: શેરબજારના સેન્સેક્સમાં 827 પોઈન્ટનો ઉછાળો, આગામી સપ્તાહે તેજી કેટલી આગળ વધશે?

સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીના સ્ટ્રોંગ ક્લોઝિંગ

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ઉછાળો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 827 પોઈન્ટ ઉછળી 77,569 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 244 પોઈન્ટ ઉછળી 24,206 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 793 પોઈન્ટના ઉછાળા સાથે 58,045 બંધ થયો હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર બાઈંગ આવ્યું હતું. શેરબજારમાં તેજી આવવાના છ સોલીડ કારણ? આગામી સપ્તાહે શેરબજારની તેજી વધુ આગળ વધશે? ઈરાન અમેરિકા યુદ્ધનું ફેક્ટર કેમ ડિસ્કાઉન્ટ થયું? ટેકનિકલી માર્કેટનું ક્લોઝિંગ સ્ટ્રોંગ છે? ટેકનિકલ લેવલ જોતા હવે બજાર(Share Market India) કેટલું ઉપર જશે? આગામી સપ્તાહના બેસ્ટ બાય?

જૂઓ વીડિયો….

સેન્સેક્સમાં 827 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,395ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 77,320 થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 77,642 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,569.39 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ સેન્સેક્સની સરખામણીએ 827.57નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 244 પોઈન્ટ ઉછળ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,124ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 24,120 થઈ અને જે મથાળે નવેસરથી ભારે લેવાલી નીકળતાં ઉછળી 24,228 થઈ અને ટ્રેડંગ સેશનને અંતે 24,206.90 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 244.10નો ઉછાળો દર્શાવે છે.

માર્કેટ કેપિટલાઈઝેશનમાં 6 લાખ કરોડનો વધારો

સપ્તાહનો અંતિમ દિવસ શુક્રવારે શેરબજારના ઈન્ડેક્સ ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યા હતા. અને દરેક સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ રહેતાં ઉછાળો આવ્યો હતો. આજે રીયલ્ટી સેક્ટર સ્ટાર પરફોર્મર રહ્યો હતો. રીયલ્ટી ઈન્ડેક્સ 3.5 ટકા ઉછળ્યો હતો. બેંક, આઈટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જિ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યૂરેબલ અને ઓટો સહિતના તમામ સેકટર પ્લસમાં બંધ હતા. આજે શેરબજારમાં તેજી થતાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં 6 લાખ કરોડનો વધારો થયો હતો.

શેરબજારમાં તેજી થવાના કારણો

(1) અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પણ આ ફેકટર સંદતર ડિસ્કાઉન્ટ થયું હતું. ગત મોડી રાતે અમેરિકાનો ડાઉ અને નેસ્ડેક ઊંચકાયા હતા. આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ પણ વધીને આવ્યા હતા. કોરિયાના સ્ટોક માર્કેટમાં ચિપ બનાવતી કંપનીઓના શેરમાં નવી લેવાલી આવી હતી, જેથી કોસ્પી ઈન્ડેક્સ 184 પોઈન્ટ(2.84 ટકા) ઉછળ્યો હતો. જેની પાછળ તમામ સ્ટોક માર્કેટ વધ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા. જેથી વૈશ્વિક સ્ટોક માર્કેટે ઈરાન યુદ્ધનું કારણ ડિસ્કાઉન્ટ કર્યું હતું.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સામાન્ય નરમાઈ હતી. બ્રેન્ટ ક્રૂડ 75.88 ડૉલર અને ક્રૂડ ઓઈલ ઘટીને 71.71 ડૉલર પર ટ્રેડ કરતા હતા. જો કે નિષ્ણાતોના મતે ક્રૂડ 75 ડૉલરની નીચે છે, ત્યાં સુધી ભારતીય અર્થતંત્ર પર નેગેટિવ અસર નહી પડે.

(3) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આજે બીજા દિવસે મજબૂત થયો હતો. રૂપિયા 5 પૈસા વધી 95.33 પર ટ્રેડ કરતો હતો.

(4) ભારત અને યુકે વચ્ચે થયેલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા હતા. જેનો અમલ 15 જુલાઈથી થવાનો છે.

(5) ટીસીએસનું જૂન કવાર્ટરના પ્રથમ ત્રિમાસિક પરિણામ ધારણા કરતાં પ્રોત્સાહક આવ્યા હતા. નફો 4.61 ટકા વધીને 13,349 કરોડ નોંધાયો હતો. તેમજ બીજા કવાર્ટરમાં ડિમાન્ડ ધીમે ધીમે વધી રહી છે. ટીસીએસનું પરિણામ અને ગાયડન્સ અનુમાન કરતાં ઠીક રહી છે. જેથી ટીસીએસની રાહબરી હેઠળ આઈટી શેરોમાં નવેસરથી લેવાલી નીકળી હતી, જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીમય રહ્યું હતું.

(6) ભારતમાં ચોમાસાની પ્રગતિ સારી છે. ચોમાસુ મોડુ બેઠું છે, પણ સારો વરસાદ આવી રહ્યો છે. હજી 16 જુલાઈ સુધી 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. આ તમામ કારણો પોઝિટિવ હતા. જેથી ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા દિવસે પણ તેજીની આગેકૂચ રહી હતી.

મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નોંધપાત્ર ઉછાળો

મીડકેપ ઈન્ડેક્સ 869 પોઈન્ટ ઊંચકાયો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 295 પોઈન્ટ ઉછળ્યો હતો. પરિણામે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 2,339 શેરના ભાવ વધ્યા હતા અને 976 શેરના ભાવ ઘટ્યા હતા.

113 સ્ટોકમાં અપર સર્કિટ

110 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 36 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. 113 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 71 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

ટોપ ગેઈનર્સ

જિઓ ફાયનાન્સ(3.90 ટકા), એચડીએફસી લાઈફ(2.84 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(2.41 ટકા), રીલાયન્સ(2.36 ટકા) અને એસબીઆઈ લાઈફ(2.29 ટકા).

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે શેરબજારમાં તેજીની આગેકૂચ રહેશે. જો કે અમેરિકા અને ઈરાન યુદ્ધ અને ક્રૂડ ઓઈલના ભાવ પર બજારની ભાવી ચાલનો આધાર રહેશે. જેથી ખૂબ સાવચેતી સાથે ટ્રેડ કરવો અને ટ્રેડ કરો તો ઈન્ટ્રા-ડે કરવો. રાતવાસી પોઝિશન રાખવી નહી. બીજી તરફ ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ કલોઝિંગ છે. નિફ્ટી 24,200 અને સેન્સેક્સ 77,500 તેમજ બેંક નિફ્ટી 58,000 ઉપર બંધ છે. જે પોઝિટિવ સાઈન દર્શાવે છે. હવે આગામી સપ્તાહે નિફ્ટી 24,250, સેન્સેક્સ 77,800 અને બેંક નિફ્ટી 58,500ના રેઝિસ્ટન્સ લેવલ કૂદાવશે તો નવી તેજી થશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment