Ganpati Puja: શુભ કાર્ય શરૂ કરતાં પહેલા ગણપતિની પૂજા સર્વપ્રથમ કેમ કરવામાં આવે છે?

વિઘ્નહર્તા ગણપતિ રિદ્ધિ-સિદ્ધિના સ્વામી છે

by Gujarati biz news
Ganpati Puja
Ganpati Puja

Generated by AI

અમદાવાદ- Ganpati Puja આપણા દેશમાં આદિકાળથી ઋષિમુનિઓએ ધર્મ પ્રત્યેની આસ્થાને જાગ્રત રાખવા માટે સતત પ્રયત્નો કર્યા છે. ધર્મનો તત્વ, મહત્ત્વ તથા માનવીના જીવન ઉપર પ્રભાવ એટલો અમૂલ્ય છે તે સમજાવે છે અને તેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ પણ મળી આવે છે.  ધર્મ જીવનમાં સફળ થવાની ચાવી બતાવે છે. ધર્મનું જીવન ઉપર અનુસાશન છે. યોગ્ય ધર્મનું પાલન કરવાથી મનુષ્ય પોતે સારા પરિણામો મેળવી શકે છે.

ધર્મનો અર્થ છે સત્ય પાલન

આપણે વેદોની અંદર, પુરાણોમાં નિમેશામાં અને વેદાંતોમાં ઋષિમુનિએ પોતાના જીવનના ઉદ્દેશ્યને સમજાવવા માટે જે રચના કરી છે તે ધર્મ કહેવામાં આવે છે. ધર્મનો અર્થ છે સત્ય પાલન કરવું અને ધર્મ વ્યક્તિને શ્રેષ્ઠ માર્ગ પર લઈ જઈ શકે છે. મનુષ્યને પશુ માનવ અને દાનવ બનેલ અંતરમાં કેટલું જ ફરક છે તે સમજાવે છે. ધર્મવિહીન માણસ એક પશુ સમાન હોય છે. તેવું પણ શાસ્ત્રોમાં કહેવાયું છે.

વિજ્ઞાન સાથે જોડાયેલ ધર્મ

હિન્દુ ધર્મ એ વિજ્ઞાન સાથે જોડાયેલ ધર્મ છે. શ્રેષ્ઠ સંસ્કારવાન મનુષ્યનું નિર્માણ કરવા માટે ભારતીય સંસ્કૃતિના મૂળભૂત ઉદ્દેશ્ય છે. પ્રાચીન ઋષિમુનિઓએ માનવ સભ્યતાને સસંસ્કૃત કરીને ધર્મની પૃષ્ઠભૂમિ ઉપર તેના નિયમો સિદ્ધાંતો બનાવ્યા છે. જેમાં બાળકના ગર્ભથી લઈને આત્મા છૂટે ને ત્યાં સુધી તેના સંસ્કારોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ધર્મશાસ્ત્રની અંદર સંપૂર્ણ માહિતી

મનુષ્યએ આધ્યાત્મિક જીવન સાથે ધર્મનું પાલન કરે તો તેના ધાર્મિકભાવોને વૃદ્ધિ કરનારા છે. શરીરને છોડ્યા પછી ચિતા ઉપર સમર્પણ થયા પછી જીવાત્મા કયા માર્ગે ક્યાં જાય છે, કેવા ઘરમાંથી કયું ફળ મળે છે, જીવનો ઉદ્ધાર થાય છે કે તે ફરીથી અવતાર ધારણ કરે છે તે આપણા ધર્મશાસ્ત્ર ગરુડ પુરાણમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

સર્વ પ્રથમ ગણેશ પૂજા

હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કર્મ કરીએ તો સૌ પ્રથમ ભગવાન ગણેશજીની પૂજા(Ganpati Puja) કરવાનું કહેવાયું છે, કેમ કે તે વિઘ્નહર્તા છે. રિદ્ધિ-સિદ્ધિના સ્વામી છે. તેમનું સ્મરણ, ધ્યાન, જપ, આરાધના દરેક કામનાઓની પૂર્તિ કરે છે. દરેક પ્રકારના વિધ્નોનો નાશ કરે છે. તેથી ગણેશજીની સર્વપ્રથમ પૂજા કરવાથી તમામ વિધ્નોને હરી લે છે અને તમારા તમામ શુભ કાર્યો નિર્વિધ્ને પૂર્ણ થાય છે. બુદ્ધિના અધિષ્ઠદાતા છે. સાક્ષાત પ્રણવ સ્વરૂપ છે. પ્રત્યેક શુભ કાર્યમાં શ્રી ગણેશાય નમઃ ના મંત્રનો ઉચ્ચારણ કરતા જ ગણેશજી પ્રસન્ન થાય છે.

વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્રુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા…. 

Ganpati Puja ગણેશજી વિદ્યાના દેવતા છે. સાધના માટે ઉચ્ચસ્તરીય દૂરદર્શિતા એમનામાં છે. ઉચિત અનુચિત કર્તવ્ય અકર્તવ્ય તે ઓળખી શકે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કોઈપણ શુભ કાર્યમાં ગણેશજીની પૂજા કરવાનું પ્રથમ વિધાન બતાવવામાં આવ્યું છે.

ગણપતિની પ્રથમ પૂજા કેમ? 

ગણેશજી પ્રથમ પૂજનીય દેવતા છે અને તેમની સાથે જોડાયેલી એક કથા છે.(Ganpati Puja) શાસ્ત્રો અનુસાર, એક દિવસ ભગવાન ગણેશ અને કાર્તિકેય સ્વામી વચ્ચે હરીફાઈ થઈ કે દુનિયાની પરિક્રમા કર્યા પછી કોણ સૌથી પહેલા પાછું આવશે. કાર્તિકેય સ્વામીનું વાહન મયૂર એટલે કે મોર છે અને ગણેશજીનું વાહન ઉંદર છે. જે મોર કરતાં ઘણું ધીમી ગતિએ ચાલે છે. કાર્તિકેય તેના વાહન મોર પર બેસીને ઉડી ગયા હતા, પરંતુ ગણેશજીનું વાહન ઉંદર છે, તેથી તેમણે વિચાર્યું કે જો હું ઉંદર પર બેસીને વિશ્વભરમાં ફરું તો ઘણો સમય લાગશે. કાર્તિકેય આ સ્પર્ધા જીતી જશે. તેમણે કંઈક વિચાર્યું અને પછી શિવ-પાર્વતીની પરિક્રમા કરી. ગણેશજીએ કહ્યું કે મારી દુનિયા માત્ર મારા માતા-પિતા છે.

માતા પિતાની પરિક્રમા

ભગવાન શિવ ભગવાન ગણેશની બુદ્ધિથી રાજી થયા અને માતા પિતાનું મહત્ત્વ ગણેશજી બરાબર સમજી શક્યા, માતા પિતામાં જ સર્વ દેવતાઓનો વાસ છે અને મનુષ્યને પણ બોધપાઠ આપ્યો છે. જેથી પિતા શિવ(મહાદેવ) એટલા પ્રસન્ન થયા કે તેમણે તેમના પુત્ર ગણેશને આશીર્વાદ આપ્યા કે કોઈપણ કર્મ કરતાં સૌથી પહેલાં પૂજા ગણેશની કરવામાં આવશે. ગણેશનું સ્થાપન થયા પછી જ અન્ય દેવતાની પૂજા થાય છે. શિવ અને પાર્વતીના આશીર્વાદથી આજે આપણે બધા જ સૌ પ્રથમ ભગવાન વિઘ્નહર્તા એવા ગણેશજીની પ્રથમ પૂજા(Ganpati Puja) કરીએ છીએ તેમની પૂજાથી બધા જ વિધ્નો દૂર થાય છે અને આપણું કાર્ય સફળ થાય છે.

રિદ્ધિ સિદ્ધી સહિત પધારો ગણેશજી

ગણેશજીને સારા ગુણો અને સફળતાના દેવ પણ કહેવામાં આવે છે. વિધ્નહર્તાના રૂપમાં ગણેશજી ભક્તોના કષ્ટો હરનારા છે. ભક્તોના સંકટ દુર કરી સુખ સમૃધ્ધિ આપે છે. કહેવામાં આવે છે કે ગણેશજીની પૂજા અર્ચના કરવાથી જીવનમાં સુખનો સાગર છલકાય છે. ગણેશજીની પૂજાથી વિધ્ન આવતું નથી અને ગણેશજીનું આહ્વાન કરવામાં આવે ત્યારે રિદ્ધિ-સિદ્ધી સહિત પધારશો, તેમ કહેવામાં આવે છે. જેથી મનુષ્યના જીવનમાં સફળતાની સાથે રિદ્ધિ અને સિદ્ધી પણ મળે છે.

  • ડો. જતિન મહેતા જ્યોતિષાચાર્ય, બનારસ

Pisces Zodiac – Most Watched Article 

Pisces Zodiac: મીન રાશિના જાતકોએ આર્થિક જીવનમાં સફળતા મેળવવા શું કરશો?

You will also like

Leave a Comment