
Image Generated by AI
અમદાવાદ- Gold Silver Market ત્રણ સપ્તાહની તેજી પછી સોનાચાંદી બજારમાં કડાકો બોલી ગયો હતો. એક જ ટ્રેડિંગ સેશનમાં ગોલ્ડમાં 150 ડૉલરથી(3.43 ટકા) વધુનો કડાકો બોલી ગયો હતો.(Gold Rate Today) તેમજ એક જ ટ્રેડિંગ સેશનમાં સિલ્વરમાં 3 ડૉલરનું(4.57 ટકા) ગાબડું પડ્યું હતું.(Silvare Rate Today) ભારે ટ્રેડિંગ વોલ્યુમ વચ્ચે સોનાચાંદીમાં બે તરફી ખૂબ મોટી વધઘટ જોવાઈ હતી.(Gold Price Today) જો કે ઓવરઓલ જોઈએ તો ગોલ્ડ સિલ્વરમાં સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો. ગોલ્ડ સિલ્વરમાં કેમ એકાએક કડાકો બોલી ગયો? ફેડ ચેરમેન કેવિન વોર્શ એવી તો કેવી સ્પીચ આપી કે ગોલ્ડ સિલ્વર તૂટ્યા? આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં ઘટાડે નવું બાઈંગ આવશે? શું ગોલ્ડ સિલ્વરમાં તેજીનો ટ્રેન્ડ છે? Bullion Market માં ઈન્વેસ્ટરોએ કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? ટેકનિકલી ગોલ્ડ સિલ્વર બજાર કેવું રહેશે?
જૂઓ વીડિયો….
અમદાવાદ સોનાચાંદી બજાર
અમદાવાદ સોનાચાંદી બજારમાં (Gold Silver Market)24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે સપ્તાહ દરમિયાન રૂપિયા 1,000 ઘટી રૂપિયા 161,000 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસા એક કિલોએ સપ્તાહ દરમિયાન 1000 રૂપિયા ઘટી 2,44,000નો ભાવ રહ્યો હતો.
એમસીએક્સના ભાવ
એમસીએક્સમાં શુક્રવારે ટ્રેડિંગ સેશનને અંતે ગોલ્ડ 1,56,400 રૂપિયાનો ભાવ બંધ રહ્યો હતો. તેમજ સિલ્વર 2,36,651 રૂપિયાનો ભાવ બંધ રહ્યો હતો.
ગોલ્ડ ફ્યુચર 159 ડૉલર તૂટ્યું
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે નવી લેવાલી ચાલુ રહેતાં વધુ વધી 4755 ડૉલર થયો હતો. જે સપ્તાહની છેલ્લી ટ્રેડિંગ સેશનમાં જોરદાર વેચવાલીથી તૂટી 4495 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4504 ડૉલર બંધ રહ્યો હતો. જે એક જ ટ્રેડિંગ સેશનમાં 159 ડૉલર(3.43 ટકા)નો કડાકો બોલી ગયો હતો.
સ્પોટ ગોલ્ડમાં 146 ડૉલરનો કડાકો
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4697 ડૉલર થઈ અને ભારે વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 4445 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4452 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહની છેલ્લી ટ્રેડિંગ સેશનમાં 146 ડૉલર(3.19 ટકા)નો કડાકો બોલી ગયો હતો.
સિલ્વર ફ્યુચર 4.58 ટકાનો કડાકો
સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહ દરમિયાન વધી 71.16 ડૉલર થઈ ત્યાંથી ઝડપી તૂટી 66.21 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 66.25 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહની છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 3.17 ડૉલર(4.57 ટકા)નો ઘટાડો દર્શાવે છે.
સ્પોટ સિલ્વર 2.87 ડૉલર ઘટ્યું
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે વધી 71.19 ડૉલર થઈ અને ત્યાં જોરદાર સેલીંગ પ્રેશર આવતાં 66.11 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 66.39 ડૉલર બંધ થયો હતો. જે એક જ ટ્રેડિંગ સેશનમાં 2.87 ડૉલર(4.15 ટકા) ઘટ્યો હતો.
સોનાચાંદીના ભાવ તૂટવાના પાછળના કારણ
(1) ફેડરલ રીઝર્વના ચેરમેન કેવિન વોર્શ ફેડના ચેરમેન બન્યા બાદ સૌપ્રથમ વખત જેક્શન હોલમાં ઈકોનોમિક સિમ્પોઝિયમમાં સ્પીચ હતી. તેમણે ખૂબ જ કડક રૂખ અપનાવવાની વાત કરી હતી. કેવિન વોર્શ કહ્યું હતું કે વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા માટે સેન્ટ્રલ બેંકે સખત પગલા લેવા પડશે. જે નિવેદન પછી બજારમાં એમ ચર્ચાતું હતું કે સપ્ટેમ્બરમાં મળનારી એફઓએમસીની બેઠકમાં ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો વધારો કરાશે. જોકે ફેડ રેટમાં વધારાને લઈને 50-50 ની ધારણા સેવાઈ રહી છે. જો કે ફેડ ચેરમેનના નિવેદન પછી ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે જોરદાર વેચવાલી ફરી વળી હતી અને ભાવમાં ભારે કડાકો બોલી ગયો હતો.
(2) કેવિન વોર્શના નિવેદન પછી ટૂંકાગાળાના બોન્ડ યીલ્ડમાં વધારો થયો હતો. 10 વર્ષના યુએસ બોન્ડનું યીલ્ડ વધીને 4.72 ટકા થયું હતું. તેમજ યુએસ ડૉલર મજબૂત થયો હતો. ડૉલર ઈન્ડેક્સ વધીને 99.64 થયો હતો. જેથી(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં જોરદારે વેચવાલીથી કડાકો બોલી ગયો હતો.
બીજી તરફ અમેરિકાનું દેવું વધીને 40 ટ્રિલિયન ડૉલર પહોંચ્યું છે અને યુએસમાં મોંઘવારી વધી છે. તેની સાથે ઈરાન અમેરિકા વચ્ચે તંગદિલી વધી છે. હોર્મુઝ બંધ હોવાથી એનર્જિ સપ્લાયમાં મુશ્કેલીઓ ઉભી છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધીને સ્ટેડી રહ્યા છે. આમ આ બધા નેગેટિવ ફેક્ટર ઉભા છે. જેને કારણે જ સપ્તાહની શરૂઆતે ગોલ્ડ સિલ્વરમાં તેજી થઈ હતી.
આગામી સપ્તાહે ઈકોનોમિક ઈવેન્ટ
મંગળવારે ઓગસ્ટ મહિનાનો આઈએસએમ મેન્યુફેકચરિંગ પીએમઆઈ જાહેર થશે. તેમજ જોલ્ટ્સ જોબ ઓપનિંગ ડેટા આવશે. રીઝર્વ બેંક ઓફ ન્યૂ ઝીલેન્ડની મોનેટરી પૉલીસીની જાહેરાત થશે. બુધવારે એડીપી પ્રાઈવેટ સેકટરના નોન ફાર્મ પે રોલ ડેટા જાહેર થશે અને બેંક ઓફ કેનેડાની મોનેટરી પૉલીસીનો નિર્ણય જાહેર થશે. ગુરુવારે યુએસ વીકલી જોબલેસ કલેઈમ્સ રીપોર્ટ અને આઈએસએમ સર્વિસીઝ સેકટરનો પીએમઆઈ રીપોર્ટ આવશે. શુક્રવારે ઓગસ્ટનો નોન ફાર્મ પે રોલ રીપોર્ટ આવશે.
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?
Gold Silver Market ત્રણ સપ્તાહની તેજી પછી ગોલ્ડ સિલ્વર ઓવરબોટ પોઝિશનમાં હતા. એકાદ ટેકનિકલ કરેક્સન આવવાની ધારણા હતી. પરંતુ સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે કરેક્શન આવે તેના કરતાં વધુ માટો કડાકો બોલી ગયો હતો. ટેકનિકલી ગોલ્ડમાં 4692 ડૉલર પર 38.2 ટકા ફિબોનાચી રીટ્રેસમેન્ટના લેવલને ક્રોસ કરી ગયો હતો. જેથી એવી ગણતરી હતી કે ગોલ્ડ 4,900 ડૉલર થઈ જશે. પણ શુક્રવારે તેજીવાળા ઓપરેટરોનો દાવ ઊંધો પડી ગયો. કેવિન વોર્શની સ્પીચ પછી વધારે પડતી વેચવાલી આવી જતાં કડાકો બોલી ગયો હતો અને તેજીવાળા ટ્રેપ થયા હતા. હવે આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં ઘટાડે નવું બાઈંગ આવશે અને ધીમી ગતિએ ભાવમાં સુધારો આવશે.
ટેકનિકલી બજાર કેવું રહેશે?
ટેકનિકલ એનાલિસીસ કરીએ તો આગામી સપ્તાહે ગોલ્ડમાં 4436નું સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 4655 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલ રહેશે. ગોલ્ડમાં બીજુ સપોર્ટ લેવલ 4400 ડૉલરનું આવશે. હવે ગોલ્ડ 4400 ડૉલરથી વધુ ઘટશે નહી. જેથી 4436 ડૉલરનો સ્ટોપલોસ રાખીને દરેક ઘટાડે ખરીદી કરી શકાય. તેવી જ રીતે સિલ્વરમાં 65 ડૉલરનો સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 69.50 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ આવે છે. ટૂંકમાં રોકાણકારોએ દરેક ઘટાડામાં બાઈંગ કરવાની તક મળી છે, તેમ સમજીને ખરીદી કરી શકાય.
આ પણ વાંચો…
Stock Market India: બે દિવસના ઘટાડા બાદ શેરબજારમાં ઉછાળો, આગામી સપ્તાહે તેજી થશે?

