
Image Generated b AI
ગાંધીનગર- National Small Industries Day ગુજરાતના MSME ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્ય સરકારના સઘન પ્રયાસો સાથે બેન્કિંગ ક્ષેત્રનો સહયોગ પણ સતત વધી રહ્યો છે. રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિ, ગુજરાત (SLBC) ના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26માં, MSME ક્ષેત્ર માટે નિર્ધારિત રૂપિયા 3,10,917 કરોડના ધિરાણ લક્ષ્યાંક સામે બેન્કોએ રૂપિયા 3,79,535 કરોડનું ધિરાણ આપીને 122.07 ટકા સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
30 ઓગસ્ટે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ
આ રીતે રૂપિયા 68,618 કરોડ વધુ ધિરાણ MSME એકમોને પૂરું પાડવામાં આવ્યું છે, જે રાજ્યની ઔદ્યોગિક સિસ્ટમમાં મજબૂત વિશ્વાસનો સંકેત આપે છે. ભારતમાં દર વર્ષે 30 ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, જે લઘુ ઉદ્યોગોના મહત્ત્વ અને દેશના આર્થિક વિકાસમાં તેમના યોગદાનને ઉજાગર કરે છે.
ગુજરાતમાં 33 લાખથી વધુ MSME એકમો
ગુજરાત દેશના અગ્રણી MSME રાજ્યોમાં સ્થાન ધરાવે છે. રાજ્યમાં 33 લાખથી વધુ MSME એકમોએ ઉદ્યમ પોર્ટલ પર નોંધણી કરાવી છે. MSME માટેના 122.07 ટકાના ધિરાણ લક્ષ્યાંકની સિદ્ધિ માત્ર બેન્કિંગ ક્ષેત્રની સિદ્ધિ નથી, પરંતુ ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગોમાં વધતી નાણાંકીય પહોંચ અને રાજ્યના ઉદ્યોગસાહસિક વાતાવરણની મજબૂતીનું તે પ્રતિબિંબ છે. સુવ્યવસ્થિત બેન્કિંગ સપોર્ટ અને વિવિધ સરકારી પ્રોત્સાહનો સાથે ગુજરાતનું MSME ક્ષેત્ર રોકાણ, ઉદ્યોગસાહસિકતા, રોજગારી અને ઔદ્યોગિક વિકાસનું મહત્વપૂર્ણ ચાલકબળ બની રહ્યું છે.
MSMEs ને લૉન આપવા માટે ડિજિટલ વ્યવસ્થા
National Small Industries Day વર્ષ 2025માં જાહેર ક્ષેત્રની બેંકોએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને વ્યવસાયિક લૉન આપવા માટે એક નવી કૉમ્પ્યુટર-આધારિત પ્રણાલીનો ઉપયોગ શરૂ કર્યો છે. તેને ‘ક્રેડિટ એસેસમેન્ટ મોડલ’ કહેવામાં આવે છે. આ પ્રણાલી માત્ર કાગળની કાર્યવાહી અને મેન્યુઅલ તપાસ પર આધાર રાખવાને બદલે વ્યવસાયના “ડિજિટલ ફૂટપ્રિન્ટ” — એટલે કે વ્યવસાયની ઓનલાઇન ઉપલબ્ધ માહિતી (જેમ કે ટેક્સ ફાઇલિંગ અને બેન્ક રેકોર્ડ્સ) — ને ધ્યાનમાં લઈને કામ કરે છે.
આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે?
તેના માટે કૉમ્પ્યુટર સિસ્ટમ આપમેળે એવી માહિતી મેળવે છે જે પહેલેથી જ ઓનલાઇન ઉપલબ્ધ હોય છે — જેમ કે: KYC, ફોન નંબર અને ઈમેલ, GST ફાઇલિંગ્સની વિગતો, બેન્ક સ્ટેટમેન્ટ્સની ઇલેક્ટ્રોનિક રીતે ચકાસણી, આવકવેરા રિટર્ન, ક્રેડિટ હિસ્ટ્રી અને અન્ય જરૂરી માહિતી જે ક્રેડિટ આપવા માટે મહત્વની હોય. આ તમામ બાબતોનો ઉપયોગ કરીને સિસ્ટમ નક્કી કરે છે કે કોઈ વ્યવસાયને કેટલી લૉન આપી શકાય?
ફોન અથવા કૉમ્પ્યુટરથી અરજી કરવાની વ્યવસ્થા
National Small Industries Day લોન લેવા માટે ફોન કે કૉમ્પ્યુટર પરથી અરજી કરી શકાય છે, તેના માટે બેન્કની મુલાકાત લેવાની જરૂર નથી. આ કામગીરીના લીધે ખૂબ ઓછા પેપરવર્કની જરૂર રહે છે, તેથી સમયની બચત થાય છે. ઘણી વાર ઇન પ્રિન્સિપલ મંજૂરી તાત્કાલિક મળી જાય છે. અરજી કરવાથી લઈને મંજૂરી સુધીની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય છે. ક્રેડિટ આપવાનો નિર્ણય વ્યવસાયની વિગતો, જેમ કે આવક અને ખર્ચ, લૉન ચુકવણી રેકોર્ડ સહિતના ડેટાના આધારે લેવામાં આવે છે. તેમાં CGTMSE જેવી સરકારી યોજનાઓ પહેલાથી સિસ્ટમમાં સંકલિત હોય છે, જેના લીધે ઘણા નાના વ્યવસાયોને મિલકત કે અન્ય કોઈ અસ્કયામત ગીરો મૂક્યા વિના લૉન મેળવવામાં મદદ મળે છે.
બેન્કિંગ સેક્ટરની મહત્વની ભૂમિકા
ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી SLBCની 190મી બેઠકની અધ્યક્ષતા કરતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ગતિ કરી રહ્યો છે તેમાં બેન્કિંગ સેક્ટરની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે બેન્કિંગ સેક્ટરને પોતાની સેવાઓથી ક્રેડિટ ટુ લાસ્ટ માઇલ સાકાર કરીને MSME, મહિલા ઉદ્યોગકરો તથા ગ્રામીણ કારીગરો અને નાના ખેડૂતો સહિત છેવાડાના લોકો સુધી સરળતાએ ધિરાણ પહોંચાડવા આહવાન કર્યું હતું.
આ ટોપ ન્યૂઝ વાંચવા ક્લિક કરો…
Gold Silver Market: ત્રણ સપ્તાહની તેજી પછી સોના ચાંદીમાં કડાકો, આગામી સપ્તાહે નવું બાઈંગ આવશે?

