
Image Generated by AI
નવી દિલ્હી- India’s Petrol Exports Russia દુનિયાનો સૌથી મોટો કાચા તેલનો (Crude Oil)ઉત્પાદક અને નિકાસકાર દેશ રશિયાની એક ચોંકવનારી વાત સામે આવે છે. યુક્રેન સાથે યુદ્ધને કારણે રશિયાને સ્થાનિક જરૂરિયાતો માટે ભારતથી પેટ્રોલ ખરીદવું પડી રહ્યું છે.
10 લાખ બેરલથી વધુ પેટ્રોલ મોકલ્યું
શિપ ટ્રેકિંગ અને એનર્જિ એનાલિટિક્સ ડેટા અનુસાર વીતેલા બે મહિના(જૂન અને જુલાઈ) દરમિયાન ભારતે રશિયાને 10 લાખ બેરલથી વધુ પેટ્રોલ મોકલ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે અનર્જિ બજારના ઈતિહાસમાં આવું પહેલી વખત થયું છે કે રશિયા ભારતથી તૈયાર પેટ્રોલ મંગાવી રહ્યું છે.
આવું સંકટ કેમ સર્જાયું?
India’s Petrol Exports Russia ટાઈમ્સ નાઉના રીપોર્ટ અનુસાર રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં(Russia Ukraine war) યુક્રેની ડ્રોનોએ રશિયાની અગ્રણી તેલ રિફાઈનરીઓને સતત નિશાન બનાવ્યા છે. એનર્જિ ટ્રેકિંગ ફર્મ્સ અનુસાર જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન રશિયાની રિફાઈનરીઓ પર 30થી વધુ હૂમલા થયા છે, જેને કારણે ત્યાં પેટ્રોલના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગરમીની સીઝનમાં માંગ વધવાથી અને પશ્ચિમી પ્રતિબંધોને કારણે રિફાઈનરીઓના રિપેરીંગમાં મુશ્કેલીઓ આવી રહી છે અને સ્થિતિ વધુ બગડી છે. પરિણામ સ્વરૂપ રશિયાના કેટલાક સ્થળોએ પેટ્રોલ પંપો પર રેશનિંગ કરવું પડ્યું છે.
ગુજરાતની રિફાઈનરીથી પેટ્રોલ જઈ રહ્યું છે
રીપોર્ટ અનુસાર ભારતથી રશિયા પેટ્રોલ નિકાસનો મોટો હિસ્સો ગુજરાતના(Gujarat) વાડિનાર સ્થિત નાયરા એનર્જિ રિફાઈનરીથી(Naira Energy) મોકલવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે નાયરા એનર્જિમાં રશિયાની સરકારી તેલ કંપની રોસનેફ્ટની મોટી હિસ્સેદારી છે. ભારત રશિયાથી ખૂબ મોટી માત્રામાં કાચુ તેલ ખરીદી રહ્યું છે અને હવે તે કાચા તેલને રિફાઈન કરી તૈયાર પેટ્રોલ રશિયા મોકલાવાઈ રહ્યું છે.(India’s Petrol Exports Russia)
રશિયામાં પેટ્રોલ નિકાસ પર પ્રતિબંધ
સ્થાનિક બજારમાં કીમતોને કાબુમાં રાખવા અને અછતને પૂર્ણ કરવા માટે રશિયાએ પેટ્રોલના નિકાસ પર પૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. બેલારુસ અને કઝાકિસ્તાન જેવા પડોશી દેશો ઉપરાંત હવે ભારત, તુર્કિ અને મોરક્કો જેવા દેશ રશિયાના ઈંધણની જરૂરિયાતને પુરી કરવા માટે મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.
ઈંધણના વેચાણ પર ફરીથી મર્યાદા
રોયટર્સના રીપોર્ટ અનુસાર મોસ્કોમાં પેટ્રોલ સ્ટેશનોને ઈંધણના વેચાણ પર ફરીથી મર્યાદા લાગુ કરી દીધી છે. કારણ કે પેટ્રોલની અછત ફરીથી શરૂ થઈ છે. ગૈજપ્રોમ નેફ્ટે ઓટોમેટેડ સ્ટેશનો પર પેટ્રોલની ખરીદીને 40 લીટર અને અન્ય સ્ટેશનો પર 60 લીટર સુધીની મર્યાદા લાગુ કરી છે. જ્યારે રોજનેફ્ટે પુરા રશિયામાં પ્રતિ વાહન 30 લીટર પેટ્રોલ વેચાણની મર્યાદા કરી છે. તેમજ ટૈટનેફ્ટે પણ 50 લીટરની મર્યાદા નક્કી કરી છે.
બીજા નંબરનું સૌથી મોટા કાચા તેલનો ઉત્પાદક દેશ
યુએસ એનર્જિ ઈર્ન્ફોમેશન એડમિનિસ્ટ્રેશન અનુસાર રશિયાએ 2025માં પ્રતિ દિન લગભગ 98.9 લાખ બેરલ કાચા તેલનું ઉત્પાદન કર્યું છે. જેનાથી તે અમેરિકા પછી દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટા કાચા તેલનો ઉત્પાદક દેશ બન્યો છે. તેમજ નવા ડેટા અનુસાર રશિયાએ જુલાઈ 2026માં પ્રતિદિન 87.6 લાખ બેરલ કાચા તેલનું ઉત્પાદન કર્યું છે. આ આંકડો જૂનમાં 88.6 લાખ બેરલ પ્રતિ દિવસથી ઓછો છે. જે આંકડા દર્શાવે છે કે રશિયા ભારે માત્રામાં કાચા તેલું ઉત્પાદન ચાલુ જ રાખ્યું છે, પરંતુ હાલમાં તેને તૈયાર પેટ્રોલની ખેંચનો સામનો કરવો પડી રહ્યો છે.

