અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 307 પોઈન્ટ ઘટી 76,957 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 95 પોઈન્ટ ઘટી 24,080 બંધ રહ્યો હતો. જો કે બેંક નિફ્ટી(Nifty Bank) 528 પોઈન્ટ ઉછળી 58,024 બંધ હતો. શેરબજાર ઘટવા પાછળ કયા કારણો રહ્યા? ટેકનિકલ લેવલ વીક થયા છે? માર્કેટમાં એક દિવસ તેજી બીજા દિવસે ઘટાડો આમ કેમ? કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે? કાલે શેરબજાર(Share Market India) કેવું રહેશે? શું લો લેવલ પર નવું બાઈંગ આવશે?
જૂઓ વીડિયો….
સેન્સેક્સ 307 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 77,130ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય વધી 77,177 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં તૂટી 76,751 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 76,957.27 બંધ થયો હતો. જે શુક્રવારના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 307.24નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 95 પોઈન્ટ ઘટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,117ના મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય સુધરી 24,128 થઈ અને ત્યાં જોરદાર વેચવાલી નીકળતાં ઝડપી ઘટી 24,000ની અતિમહત્ત્વની સપાટી તોડીને નીચે 23,993 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,080.40 બંધ થયો હતો. જે શુક્રવારના બંધની સામે 95.25નો ઘટાડો દર્શાવે છે.
બેંક અને ફાર્મા શેરોમાં નવી લેવાલી
સપ્તાહના પ્રથમ દિવસે(Stock Market India) શેરબજાર સવારથી જ માઈનસમાં જ ખૂલ્યું હતું અને વેચવાલી ચાલુ રહેતાં શેરોના ભાવ વધુ ઘટ્યા હતા. જો કે તેજીના નવા કારણોના અભાવે નવી લેવાલીની ગેરહાજરી રહી હતી. આજે મીડિયા, મેટલ, એફએમસીજી અને ઓટો સેકટરના શેરોમાં વેચવાલીથી ભાવ વધુ ઘટ્યા હતા. જો કે સામે બેંક અને ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી આવી હતી.
વેચવાલી આવવાના કારણો
(1) અમેરિકાના ફેડરલ રીઝર્વના ચેરમેન કેવિન વોર્શે જેક્શન હોલમાં સ્પીચ આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે વધતી જતી મોંધવારીને કારણે સેન્ટ્રલ બેંકે સખત રૂખ અપનાવવી પડશે. જે નિવેદન પછી બજારમાં ચર્ચાતું હતું કે હવે સપ્ટેમ્બરમાં મળનારી એફઓએમસીની બેઠકમાં ફેડ રેટમાં વધારો કરાશે. જેની પાછળ ડાઉ જોન્સ અને નેસ્ડેક તૂટ્યા હતા. ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલીથી કડાકો બોલી ગયો હતો.
(2) અમેરિકાએ ઈરાનના હોર્મુઝ પર આવેલ લરાક દ્વીપ પર હૂમલો કર્યો હતો. ઈરાને જવાબી કાર્યવાહી કરી છે. આમ જીઓ પોલિટિકલ ટેન્શન વધ્યું છે. જેથી તેજીવાળા ખેલાડીઓએ વેચવાલી કાઢી હતી. તેમજ એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ઘટ્યા હતા. જેથી ભારતીય શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
(3) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ફરીથી ઉછાળો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ 3.07 ડૉલર ઉછળી 91.17 ડૉલર પર ટ્રેડ કરતો હતો. તેમજ ક્રૂડ ઓઈલ 3.05 ડૉલર ઉછળી 86.39 ડૉલર પર ટ્રેડ કરતો હતો. યુએસ બોન્ડ યીલ્ડ વધીને 4.72 ટકા એ પહોંચ્યું હતું અને આમ ક્રૂડના ભાવ વધીને આવતાં ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી ફરી વળી હતી.
(4) એફઆઈઆઈએ 28 ઓગસ્ટે રૂપિયા 5,039 કરોડનું નેટ સેલ કર્યું હતું. જેથી શેરબજારમાં(Stock Market India) ગભરાટ છવાયો હતો, અને વેચવાલી ફરી વળી હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સ 155 પોઈન્ટ પ્લસ હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 148 પોઈન્ટ ઘટ્યો હતો. જો કે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 1340 શેરના ભાવ વધ્યા હતા અને 2204 શેરના ભાવ ઘટ્યા હતા.
118 સ્ટોકમાં લોઅર સર્કિટ
151 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 132 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. જ્યારે 121 સ્ટોકમાં તેજીની સર્કિટ આવી હતી, અને 118 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
સન ફાર્મા(3.38 ટકા), નેસ્લે(2.88 ટકા), એક્સિસ બેંક(2.77 ટકા), મેક્સ હેલ્થ(2.76 ટકા) અને ગ્રાસિમ(2.46 ટકા).
ટોપ લુઝર્સ
અદાણી એન્ટરપ્રાઈઝ(9.76 ટકા), અદાણી પોર્ટ(6.70 ટકા), આઈટીસી(3.95 ટકા), ભારતી એરટેલ(3.75 ટકા) અને તાતા મોટર પેસેન્જર વ્હીકલ(3.30 ટકા).
કાલે શેરબજાર કેવું રહેશે?
કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. આજે સોમવારે બેંક સેકટરમાં તેજી થઈ હતી. વીતેલા સપ્તાહના શુક્રવારે આઈટી સેકટરના શેરોમાં જોરદાર તેજી થઈ હતી. શુક્રવારે આઈટી ઈન્ડેક્સમાં 1060 પોઈન્ટનો ભારેખમ ઉછાળો હતો. આજે બેંક નિફ્ટીમાં 528 પોઈન્ટનો ઉછાળો હતો. એટલે કે દરરોજ સેકટર વાઈઝ ટ્રેડિંગ થયા છે અને તે સેકટરના શેરોમાં તેજી થાય છે. માર્કેટ ટ્રેડિંગ રેન્જમાં છે. નિફ્ટીમાં 24,000 અને સેન્સેક્સમાં 76,900 અતિમહત્ત્વના સપોર્ટ લેવલ આવે છે. જે મથાળે બજાર ટેકો મેળવે, પણ આ સપોર્ટ લેવલ તૂટશે તો શેરબજાર વધુ ઘટી શકે છે. બેંક નિફ્ટી 57,800ના રેઝિસ્ટન્સ લેવલ કૂદાવીને ઉપર બંધ આવ્યો છે. બેંક નિફ્ટીની ચાલ તેજીની છે. ઉપરમાં બેંક નિફ્ટી 58,500 અને 58,800 સુધીના લેવલ બતાવી શકે છે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

