Stock Market India: શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી, કાલે નિફ્ટી વીકલી એક્સપાયરીએ તોફાન આવશે?

સેન્સેક્સમાં 521 અને નિફ્ટીમાં 159 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીએ 24,400ની સપાટી કૂદાવી

by Gujarati biz news
Stock Market India
Stock Market India

Generated by AI

અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે અને સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 521 પોઈન્ટ વધી 78,285 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 159 પોઈન્ટ વધી 24,430 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 353 પોઈન્ટ વધી 58,291 બંધ થયો હતો. શેરબજારમાં તેજી આગળ વધવા પાછળ કયા સોલીડ કારણો?ચોથા દિવસે પણ ઊંચા ભાવે નવી ખરીદી કોણે કરી? કાલે નિફ્ટી વીકલી એક્સપારીનો દિવસ છે. કાલે શેરબજાર કેવું રહેશે? શું પ્રોફિટ બુકિંગ આવશે? ટેકનિકલી માર્કેટ કેટલું ઉપર જશે?(Share Market India) રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 521 પોઈન્ટ ઊંચકાયો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) સવારે 77,940ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 77,879 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપ ઉછળી 78,398 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,285.07 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 521.16નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 159 પોઈન્ટ વધ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 24,306ના ભારે ઊંચા ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 24,287 થઈ અને ત્યાં ભારે લેવાલીથી ઝડપી ઉછળી 24,458 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,430.35 બંધ થયો હતો. જે આગલા બંધ નિફ્ટી ઈન્ડેક્સની સરખામણીએ 159.60નો ઉછાળો દર્શાવે છે.

એચડીએફસી બેંકની આગેવાની

આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર(Stock Market India) અને ઈન્ડેક્સ ભારે ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યા હતા. ત્યાર બાદ રીયલ્ટી, કન્ઝ્યુમર ડ્યૂરેબલ, ઓટોમોબાઈલ, ઓઈલ એન્ડ ગેસ અને મેટલ સેકટરના શેરોમાં ઊંચા ભાવે પણ નવી લેવાલી ચાલુ રહી હતી, જેથી તેજીની આગેકૂચ રહી હતી. સામે એનર્જિ, મીડિયા, પીએસયુ બેંક અને આઈટી સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. જો કે આજે એચડીએફસી બેંકની આગેવાની હેઠળ તેજી આગળ વધી હતી.

તેજી થવાના કારણો

(1) ઓપેક દેશોએ ઓગસ્ટમાં ક્રૂડનું ઉત્પાદન વધારવા સહમતિ આપી છે. ઓગસ્ટ મહિનામાં દરરોજ તેલનું ઉત્પાદન 1.88 લાખ બેરલ વધારવાનું કહ્યું છે. જે સમાચાર પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 71.67 ડૉલર અને ક્રૂડ ઓઈલ ઘટીને 68.32 ડૉલર પર ટ્રેડ કરતાં હતા. જેને પગલે ભારતીય શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું.

(2) એફઆઈઆઈની નવી ખરીદી નીકળી છે. 3 જુલાઈના રોજ એફઆઈઆઈએ રૂપિયા 1,335 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જેથી એમ મનાતું હતું કે એફઆઈઆઈની વેચવાલી પુરી થઈ ગઈ છે.

(3) એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક સહિત અન્ય બેંકોએ જૂન સુધીના કવાર્ટરમાં મજબૂત બિઝનેસ અપડેટ રજૂ કર્યું છે. પ્રથમ ત્રિમાસિક પરિણામ જાહેર થાય તે પહેલા પ્રોવીઝનલ આંકડા જાહેર કર્યા હતા. જેથી હવે એમ મનાય છે કે બેંકોના પ્રથમ કવાર્ટરના પરિણામો પ્રોત્સાહ આવશે. આથી જ બેંકિંગ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી અને શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી.

(4) એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ હતું, પણ બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પોઝિટિવ હતા. જેથી આજે ભારતીય શેરબજારનો(Stock Market India) માહોલ પોઝિટિવ જ રહ્યો હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

આજે સોમવારે મીડકેપ ઈન્ડેક્સ 281 પોઈન્ટ પ્લસ બંધ હતા. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 144 પોઈન્ટ વધ્યો હતો. તેમ છતાં આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના સત્તાવાર આંકડા મુજબ 1578 શેરના ભાવ વધ્યા હતા, તો સામે 1769 શેરના ભાવ ઘટ્યા હતા.

114 સ્ટોકમાં અપર સર્કિટ

146 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 41 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેની સાથે 114 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી, તો 99 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

એચડીએફસી બેંક(3.36 ટકા), હિન્દાલકો(2.71 ટકા), ઓએનજીસી(2.50 ટકા), બજાજ ઓટો(2.48 ટકા) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(2.08 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

કોટક મહિન્દ્રા બેંક(3.91 ટકા), મેક્સ હેલ્થકેર(1.84 ટકા), ટીસીએસ(1.65 ટકા), કૉલ ઈન્ડિયા(1.45 ટકા) અને બજાજ ફાઈનાન્સ સર્વિસ(1.11 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. જેથી Stock Market India બે તરફી વધઘટ જોવા મળી શકે છે. જો બજાર ઊંચા મથાળે ગેપમાં ખૂલશે તો ઉપરમાં નફારૂપી વેચવાલી આવશે અને જો નીચા મથાળે ખૂલશે તો નવી લેવાલીનો ટેકો આવી શકે છે. ટૂંકમાં બે તરફી મુવમેન્ટ રહેશે. જો કે ટેકનિકલી સ્ટોક માર્કેટ સ્ટ્રોંગ છે. નિફ્ટી 24,100 ઉપર બંધ આવતાં 24,500 થશે, અને જો 24,500 કૂદાવશે તો 24,600 થઈ શકે છે. હવે 24,100 મજબૂત સપોર્ટ લેવલ બન્યું છે. સેન્સેક્સમાં 77,500ના સ્ટોપલોસે 78,500 કૂદાવતાં 79,200 સુધી જઈ શકે છે. બેંક નિફ્ટી 58,300 કૂદાવશે તો 59,000 થવાનો રસ્સો ખૂલશે.

You will also like

Leave a Comment