SBI Funds Management IPO: 14 જુલાઈએ ખૂલશે, એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના IPOની સમગ્ર જાણકારી

by Gujarati biz news
SBI Funds Management IPO

SBI Funds Management IPOમુંબઈ- SBI Funds Management IPO દેશમાં મ્યુચ્યુઅલ ફંડની સૌથી મોટી કંપની એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટનો આઈપીઓની તારીખ જાહેર થઈ ગઈ છે. ખૂબ જાણીતું એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટનો આ આઈપીઓ 11,693 કરોડ રૂપિયાનો છે. આ આઈપીઓ મંગળવારને 14 જુલાઈ, 2026ના દિવસથી બિડીંગ શરૂ થઈ જશે. આ આઈપીઓ ભરવાનો છેલ્લો દિવસ 16 જુલાઈના રોજ છે.

શેરની પ્રાઈઝબેન્ડ 545-574 રૂપિયા

એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના આઈપીઓમાં એન્કર ઈન્વેસ્ટર્સ સોમવાર 13 જુલાઈથી બોલી લગાવવાની તક મળશે. જેમાં(SBI Funds Management IPO) એક શેરની ફેસવેલ્યૂ એક રૂપિયો છે. તેના શેરની પ્રાઈઝબેન્ડ 545-574 રૂપિયાની નક્કી કરાઈ છે.

ગ્રે માર્કેટમાં 86 રૂપિયા પ્રિમિયમ

એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના પબ્લિક ઈશ્યૂની પહેલા રોકાણકારોમાં આ આઈપીઓને લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે. ગ્રે માર્કેટના અંદાજ મુજબ આ આઈપીઓ અંદાજે 644 રૂપિયા પર લિસ્ટ થશે. જે તેની ઈશ્યૂ પ્રાઈઝ 574 રૂપિયા પ્રતિ શેયરથી 15 ટકા એટલે કે રૂપિયા 86 વધારે છે. એટલે કે આ આઈપીઓના શેરમાં 86 રૂપિયા પ્રિમિયમ બોલાઈ રહ્યું છે.

સૌથી મોટો આઈપીઓ બનશે

SBI Funds Management IPO 2026નો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ બનશે. તેમ છતાં રોકાણકારોએ ધ્યાન આપવું જોઈએ કે ગ્રે માર્કેટનું પ્રિમિયમ(જીએમપી) બજારની ધારણાનું એક અનૌપચારિક સંકેત છે અને આ શેરના લિસ્ટિંગનું પ્રદર્શન અથવા ભવિષ્યમાં રિટર્નની કોઈ ગેરંટી હોતી નથી.

16 જુલાઈએ બંધ થશે

આ આઈપીઓ સામાન્ય રોકાણકારો માટે મંગળવારે 14 જુલાઈના રોજ ખૂલશે. રોકાણકારો તેમાં 16 જુલાઈ સુધી બોલી લગાવી શકશે. તેના એક દિવસ પછી 17 જુલાઈએ બેઝિક ઓફ એલોટમેન્ટને અંતિમ રૂપ આપશે. આઈપીઓમાં અરજી કરનારને રિફંડ અને ફંડ્સની અનબ્લોકિંગ સોમવાર 20 જુલાઈએ થઈ જશે. તે દિવસે આઈપીઓમાં જેને શેર એલોટ થયા છે તેમના ડીમેટ ખાતામાં શેર પર ક્રેડિટ થઈ જશે. ત્યાંર બાદ એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના શેરનું લિસ્ટિંગ 21 જુલાઈને મંગળવારે થઈ જશે.

પેઈડ અપ ઈક્વિટી શેર કેપિટલના 6.3 ટકા

SBI Funds Management IPO દ્વારા 12,83,34,397 સુધીના શેર વેચશે. આ એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટની પેઈડ અપ ઈક્વિટી શેર કેપિટલના 6.3 ટકા છે. જેમાં અમુંડી ઈન્ડિયા હોલ્ડિંગ 7,53,74,842 શેર વેચશે. જે કંપનીની પેઈડ અપ ઈક્વિટી શેર કેપિટલના 3.7 ટકા છે.

અમુંડી ઈન્ડિયા હોલ્ડિંગ શેર વેચી રહી છે

એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના આઈપીઓના ફંડ મેનેજર એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ છે. આ ભારતના સૌથી મોટા એસેટ મેનેજમેન્ટ વ્યવસાયોમાંનો એક છે. આ આઈપીઓ એસબીઆઈ પોતાની એસેટ મેનેજમેન્ટ સબસિડયરીમાં હિસ્સેદારીના આંશિક રૂપમાં રોકડમાં પરિવર્તિત કરવામાં મદદ કરશે. સાથે અમુંડી ઈન્ડિયા હોલ્ડિંગ માટે આંશિક રીતે બહાર નીકળવાનો રસ્તો કરી આપશે.

નવો ઈક્વિટી ઈસ્યૂ નથી

આ આઈપીઓમાં દરેક શેરની ફેસવેલ્યૂ 01 રૂપિયા છે. આઈપીઓ પુરી રીતે ઓફર ફોર સેલ(OFS) છે. જેમાં 20 કરોડથી વધુ છે અને કોઈ નવો ઈક્વિટી ઈસ્યૂ નથી. તેનો અર્થ એવો થાય કે એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટની(SBI Funds Management IPO) આ ઓફરથી કોઈ રકમ મળવાની નથી. જેમાં એક લોટમાં 26 શેર હશે. પ્રાઈઝ બેન્ડની ઉપરની લિમીટ પર રીટેઈલ ઈન્વેસ્ટર બોલી લગાવી શકશે. જેમાં ઓછામાં 26 શેર માટે એપ્લાય કરતાં રૂપિયા 14,294નું રોકાણ કરવાનું આવશે. જેમાં 26 શેરના ગુણાંકમાં જ એપ્લાય કરવાનું આવશે.

Jio Latest Offer 2026 – Most Watched Article

Jio Latest Offer 2026: જિયો માત્ર 55 રૂપિયામાં તમારા ફોન પર લાવી રહ્યું છે 1,000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સ

You will also like

Leave a Comment