અમદાવાદ- Stock Market India શેરબજારમાં ત્રણ દિવસના કડાકા પછી આજે ગુરુવારે બે તરફી વધઘટ વચ્ચે પ્રત્યાઘાતી સુધારો નોંધાયો હતો. નીચા મથાળે નવી લેવાલીનો ટેકો હતો, જેથી સુધારો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 138 પોઈન્ટ વધી 74,902 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 46 પોઈન્ટ વધી 23,477 બંધ થયો હતો. તેમજ બેંક નિફ્ટી(Bank Nifty) 176 પોઈન્ટ વધી 56,471 બંધ થયો હતો.(Share Market India) સેન્સેક્સની વીકલી એક્સપાયરીના દિવસે મોટાભાગે ઉભી પોઝિશન સરખી કરવારૂપી અને રોલઓવર કરવારૂપી કામકાજ વિશેષ હતા.
સેન્સેક્સ 138 પોઈન્ટ વધ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 74,742.54ના સાધારણ નીચા મથાળે ખૂલીને શરૂમાં વધુ ઘટી 74,598.47 થઈ અને ત્યાં ટેકારૂપી નવી લેવાલીથી વધી 74,910.96 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 74,902.59 બંધ થયો હતો. જે 138.36(0.19 ટકા)નો સુધારો દર્શાવે છે.
નિફ્ટી 46 પોઈન્ટ સુધર્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) સવારે 23,446.60ના સામાન્ય સુધારા સાથે ખૂલ્યો હતો. શરૂમાં વધુ ઘટી 23,380.10 થઈ અને ત્યાં નવી લેવાલીનો ટેકો આવતાં વધી 23,494.95 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,477.80 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 46.30(0.20 ટકા)નો સુધારો દર્શાવે છે.
લેવાલી-વેચવાલીના કારણો
Stock Market India શેરબજારમાં આજે બે તરફી વધઘટ જોવા મળી હતી. સવારે લેવાલી, બપોરે વેચવાલી, વળી પાછી ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં લેવાલી આવી હતી. હજી શેરબજારમાં અવિશ્વાસનું વાતાવરણ છવાયેલું છે. નવી લેવાલી કરતાં તેજીવાળા ડરી રહ્યા છે અને વેચવાલી કરતાં મંદીવાળા ડરી રહ્યા છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર છે.
(1) અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે નવેમ્બર થનાર અમેરિકી મીડટર્મ ચૂંટણી પછી ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત થઈ જશે. જેનાથી Stock Market India ને સપોર્ટ મળ્યો હતો.
(2) હોર્મુઝમાં જંગ ચાલી રહ્યો છે. જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વધીને 101.92 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. ક્રૂડ ઓઈલ વધીને 97.27 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. જેને કારણે ભારતીય અર્થવ્યવસ્થા પર નેગેટિવ અસર જોવા મળશે. મોંઘવારી વધશે. જીડીપી ગ્રોથ ધીમો પડશે, આવી ચિંતાઓ વચ્ચે ભારતીય શેરબજારમાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવી હતી.
(3) ગ્લોબલ માર્કેટના નેગેટિવ સંકેત હતા. સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ ગબડીને આવ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસમાં જ ખૂલ્યા હતા. ક્રૂડના ભાવ 100 ડૉલર ઉપર જતાં વિશ્વના તમામ દેશોની ઈકોનોમી પર નેગેટિવ અસર જોવા મળશે. કેનેડા સાથે ટ્રેડ વોર શરૂ થયો છે. જેને પગલે ભારતીય શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ ખરડાયેલું રહ્યું હતું.
(4) એફઆઈઆઈ નેટ સેલર રહી છે. એફઆઈઆઈએ 08 સપ્ટેમ્બરના રોજ 123 કરોડ અને 09 સપ્ટેમ્બરના રોજ 582 કરોડનું નેટ સેલ કર્યું હતું. જેથી તેજીવાળા ખેલાડીઓએ હાલ થોભો અને રાહ જૂઓની નીતિ અખત્યાર કરી છે.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ
આજે ગુરુવારે મીડકેપ ઈન્ડેક્સ 235 પોઈન્ટ ઘટ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 14 પોઈન્ટ નરમ હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1466 શેરના ભાવ વધ્યા હતા, જ્યારે 2079 શેરના ભાવ ઘટ્યા હતા.
127 શેરમાં અપર સર્કિટ
125 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 124 શેર બાવન વીક લો પર બંધ હતા. જ્યારે 127 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 98 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.
સૌથી વધુ ઊંચકાયેલા શેર
એચડીએફસી લાઈફ(2.36 ટકા), પાવરગ્રીડ(2.22 ટકા), ઓઓનજીસી(1.39 ટકા), ભારતી એરટેલ(1.34 ટકા) અને ટેક મહિન્દ્રા(1.18 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર
એચસીએલ ટેકનો(1.85 ટકા), હિન્દાલકો(1.26 ટકા), તાતા સ્ટીલ(1.04 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(0.89 ટકા) અને તાતા મોટર પેસેન્જર વ્હીકલ(0.83 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
કાલે સપ્તાહના ટ્રેડિંગનો અંતિમ દિવસ શુક્રવાર છે. ગઈકાલે આ જ કોલમમાં જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસના ઘટાડા પછી પ્રત્યાઘાતી સુધારો આવ્યો છે. હવે જૂઓ બજાર ટેકનિકલી વીક છે. નિફ્ટી 23,500ના અતિમહત્ત્વના સપોર્ટ લેવલની નીચે બંધ છે. ત્યા્ં સુધી કોઈ તેજી થવાની શક્યતા નથી. નિફ્ટી નીચામાં 23,300ની નીચે 23,100 સુધી જઈ શકે છે. અન્યથા 23,500 અને 23,800 કૂદાવશે તો જ નવી તેજી થશે. નહી તો દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. જો કે નિફ્ટીમાં 23,100-23,300ની રેન્જમાં રોકાણ કરવું યોગ્ય લેખાશે.
Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે. અમે રોકાણની સલાહ આપતાં નથી.

