Stock Market India: સતત ચોથા દિવસે ઘટાડો, આગામી સપ્તાહે શેરબજાર બાઉન્સ બેક થશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજાર સતત ચોથી ટ્રેડિંગ સેશનમાં ઘટ્યું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 70 પોઈન્ટ ઘટી 78,009 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 29 પોઈન્ટ ઘટી 24,366 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 144 પોઈન્ટ ઘટી 57,491 બંધ રહ્યો હતો. શેરબજારમાં તેજી કેમ અટકી ગઈ છે? દરેક ઊંચા મથાળે વેચવાલી કેમ આવે છે? ચાર દિવસના ઘટાડા પછી ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે? આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? ટ્રેડરો અને ઈન્વેસ્ટરોએ કેવી સ્ટ્રેટજી અપનાવવી જોઈએ? આગામી સપ્તાહ(Share Market India) માટે બેસ્ટ બાય?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 70 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સવારે 77,903ના સામાન્ય નીચા મથાળે ખૂલીને શરૂમાં વેચવાલી ફરી વળતાં ઘટી 77,684 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઉછળી 78,048 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,009.25 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 70.71નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 30 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,361ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધુ ઘટી 24,296 થઈ અને લો લેવલ પર નવું બાઈંગ આવતાં વધી 24,405 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,366.00 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 29.85નો ઘટાડો દર્શાવે છે.

લૉ લેવલથી રીકવરી

આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો. સવારે(Stock Market India) શેરબજાર નીચા મથાળે ખૂલ્યું, પણ વેચવાલીનો દોર ચાલુ રહ્યો હતો. પરંતુ ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી નીચા ભાવે બ્લૂચિપ શેરોમાં વેલ્યૂ બાઈંગ આવ્યું હતું. જોકે ઓવરઓલ સેન્સેક્સ અને નિફ્ટી માઈનસમાં જ બંધ રહ્યા હતા. પણ સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 325 પોઈન્ટ રીકવર થયો હતો અને નિફ્ટી લૉ લેવલથી 70 પોઈન્ટ રીકવર થયો હતો. આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ અને મીડિયા સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી હતી. જો કે બેંક, ઓટો, એનર્જિ, એફએમસીજી, મેટલ, ફાર્મા અને રીયલ્ટી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ હતી.

બજારમાં તેજી કેમ અટકી ગઈ છે?

(1) અમેરિકાએ કહ્યું છે કે તે ઈરાનના નૌસૈનિકોની નાકાબંધી અનિશ્ચિત કાલ સુધી ચાલુ રાખશે. તહેરાન પર આર્થિક પ્રેશર વધારી શકે છે. ઈરાન સાથે સીઝફાયરની ચર્ચા નિષ્ફળ ગઈ છે, જેથી અમેરિકાએ ઈરાન પર પ્રેશર વધાર્યું છે. આમ જીઓ પોલિટિકલ ટેન્શનમાં વધારો થયો છે.

(2) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતમાં સાધારણ સુધારો થયો હતો. બ્રેન્ટ વધીને 87.66 ડૉલર અને ક્રૂડ ઓઈલ વધીને 82.27 ડૉલર પર ટ્રેડ કરતું હતું. ક્રૂડના ભાવ વધતાં શેરબજારમાં નવી તેજી અટકી ગઈ છે.

(3) એફઆઈઆઈ છેલ્લી બે ટ્રેડિંગ સેશન દરમિયાન નેટ સેલર રહી છે. એફઆઈઆઈએ 12 ઓગસ્ટના રોજ 1002 કરોડનું નેટ સેલ કર્યું હતું અને 13 ઓગસ્ટે 510 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું. જેને પગલે શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી અટકાવી દીધી હતી.

(4) ગ્લોબલ માર્કેટના સંકેત નેગેટિવ હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ અને એશિયાઈ સ્ટોક માર્કેટમાં નિસ્તેજ વાતાવરણ હતું. બપોરે યુએસ ડાઉ જોન્સ ફ્યુચર 89 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો. પરિણામે તેજીવાળા ઓપરેટરોએ સાવધાની રાખી હતી.

(5) Stock Market India બજારના ટેકનિકલ સ્ટ્રોંગ છે, પણ હાલ બજારમાં તેજીના કોઈ ટ્રિગર નથી. આમ તેજીના કારણોના અભાવે બજાર ટ્રેડિંગ રેન્જમાં અથડાયું છે.

મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટ્યા

મીડકેપ ઈન્ડેક્સ 339 પોઈન્ટ અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 136 પોઈન્ટ ઘટ્યા હતા. પરિણામે આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગિટવ રહ્યો હતો. 1479 શેરના ભાવ વધ્યા હતા અને 1856 શેરના ભાવ ઘટ્યા હતા.

111 શેર બાવન વીક હાઈ પર

111 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 76 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 115 શેરમાં અપર સર્કિટ અને 87 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ફાઈવ ગેઈનર્સ

એપોલો હોસ્પિટલ(3.85 ટકા), ભારતી એરટેલ(2.73 ટકા), અદાણી પોર્ટ(2.53 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(2.37 ટકા) અને આઈસીઆઈસીઆઈ બેંક(0.73 ટકા).

ટોપ ફાઈવ લુઝર્સ

તાતા મોટર પેસેન્જર વ્હીકલ(4.32 ટકા), જિઓ ફાઈનાન્સ(2.56 ટકા), એશિયન પેઈન્ટ(2.15 ટકા), હિન્દાલકો(1.60 ટકા) અને ઓએનજીસી(1.46 ટકા).

આગામી સપ્તાહે બાઉન્સ બેક થશે?

આગામી સપ્તાહે શેરબજાર(Stock Market India) ચાર દિવસના ઘટાડા પછી બાઉન્સ બેક થશે. ટેકનિકલ લેવલ હજી સ્ટ્રોંગ રહ્યા છે. ચાર દિવસના ઘટાડા પછી પણ સપોર્ટ લેવલ તૂટ્યા નથી. જો કે રેઝિસ્ટન્સ લેવલ પણ ક્રોસ કર્યા નથી. આમ એક ટ્રેડિંગ રેન્જ બની છે. હાલ બજાર તેજીના કારણની રાહ જોઈ રહ્યું છે. નિફ્ટીમાં 24,250 સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 24,500 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. બેંક નિફ્ટીમાં 57,200 સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 57,900 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. તેવી જ રીતે સેન્સેક્સમાં 77,500 સપોર્ટ લેવલ છે અને 78,300 રેઝિસ્ટન્સ લેવલ આવે છે. આ ટ્રેડિંગ રેન્જ જે બાજુ કપાશે તે બાજુ તેજી મંદી થશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment