Mercury Planet: બુધ વાણી, વેપાર અને બુદ્ધિનો કારક, બુધને મજબૂત કરવાના ઉપાયો જાણો

by Gujarati biz news
Mercury Planet

Mercury Planetઅમદાવાદ-  Mercury Planet બુધ ગ્રહ પૃથ્વીથી 3 કરોડ 59 લાખ માઈલ દૂર છે. તે યુવરાજ છે. તે વાણી, વેપાર અને બુદ્ધિનો કારક છે. તે જ્યારે શુભ ગ્રહ સાથે પડે ત્યારે શુભ ગ્રહ ગણાય છે અને પાપ ગ્રહની સાથે હોય છે ત્યારે તે પાપ ગ્રહ ગણાય છે. આજે આપણે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ અંગે વિગતવાર જાણીશું અને જો બુધ તમારી કુંડળીમાં નબળો હોય કે પછી બુધનો દોષ હોય તો કેવા પ્રકારના ઉપાય કરવા જોઈએ. તે તમામ બાબત આ વિશેષ અહેવાલમાં જાણીશું.

બુધ ગ્રહનું વર્ણન

બુધ(Budh) સૂત્ર વર્ણનો છે. બુધ નપુશક છે કેટલાક તેને સ્ત્રી નપુસક એટલે સ્ત્રીતત્વ વગરની સ્ત્રી કહે છે. તે મધ્યમ બાધાનો છે. તેની વાણી માયાળુ છે. તેનો રંગ લીલો છે. તેને જ્ઞાન તત્ત્વોની નસો દેખાય તેવી હોય છે. ધંધા માટે કુટનીતિવાળો અને તેની ચામડી જાડી હોય છે. તે સમ પ્રકૃતિનો, સદા સુખી અને આનંદી હોય છે. રજોગુણી છે. વાયુ તત્વનો ગ્રહ છે, તેને બધા જ રસ એટલે કે મિશ્ર રસપ્રદાય છે. તે ઘણી માલિકી ધરાવનાર હિંમતવાળો અને શોખીન હોય છે.

બુધની લાક્ષણિકતા

બુધ ગ્રહને(Mercury Planet) સ્ત્રીઓ સાથેના પ્રેમમાં સાહસો ગમે છે. તે સ્ત્રીઓ સાથેના સંબંધોનું શોખીન હોય છે. તેનું કદ ટૂંકું હોય છે. કુંડળીની તેની સ્થિતિ પ્રમાણે તે પુરુષ તત્વવાળો કે સ્ત્રી તત્વવાળો હોય છે. તે જ પ્રમાણે નસીબદાર કે કમનસીબ હોય છે. તે અપગવ ઉંમરનો સગીર છે. તેનું મન ઉચ્ચાઈ અને ચપડ હોય છે, તેને યાદશક્તિ સારી હોય છે. સ્વભાવે તે ઠંડો નિરસ્ત તથા ઉદાસીન હોય છે. તે નિખાલસ અને વાતોડ્યો હોય છે. રજોગુણી છે.

બુધ બળવાન હોય તો….

જો કુંડળીમાં બુધ(Budh) બળવાન હોય તો જાતકને ચંચળ, સ્વચ્છ, જલ્દી ગુસ્સે થનાર, મજબૂત અને ઉશ્કેરાટવાળા સ્વભાવનો બનાવે છે. જે જ્યોતિષ, તત્વજ્ઞાન, ગણિતશાસ્ત્ર, રાજનીતિ, કાવ્ય રચનાર, વિજ્ઞાન અને વ્યાપારનું સારું જ્ઞાન આપે છે. તે વધુ ભણે છે. બુદ્ધિશાળી હોય છે. જો કુંડળીમાં બુધ અશુભ હોય તો જાતક સાંકડા મનનો, ઠગ, ચોર, સંદેશાવાહક કે નોકર બને છે. તે બીજાઓને સંતોષ આપવા અને ખુશ કરવા ચિંતાતુર રહે છે.

બુધનો કારક

Mercury Planet સંદેશાઓ, પોસ્ટ, ટેલિગ્રામ, ઓફિસ, છાપા વગેરેના તંત્રી તથા કારકોનો ઉપર તેનો અધિકાર છે. તે કાયદાઓ જાણે છે. તે બીજાઓને પોતાની વાતમાં બરાબર ઉતારનાર વક્તા બને છે. તે ભીના કપડાં પહેરે છે. તે ઉત્તર દિશાનો સ્વામી છે. પૂર્વ દિશામાં અને લગ્નમાં બળવાન છે. તેનું સ્થાન રમતગમતનું મેદાન છે. તેનું રત્ન પાનું છે એટલે લીલા રંગનો પન્ના છે. તે વિદ્યા, મિત્ર, બુદ્ધિ, વ્યાપાર, ચાતુર્ય તેમજ શિલ્પશાસ્ત્રનું કારક છે. શરીરમાં ચામડી ઉપર તેનું પ્રભુત્વ છે.

બુધ નબળો હોય તો…

બુધ(Budh) નબળો હોય તો મગજના રોગો, સુસ્તી, તોતડાપણું, યાદશક્તિ ઓછી થવી, અવાજ કરકસ થવો, સુકી ખાસી તથા હાથ અને પગમાં રહેલા જ્ઞાનતંતુઓને અવ્યવસ્થિત થઈ જવા તે વગેરે રોગોનો તે કારક છે. બુધ ગ્રહ નબળો હોય તો દરેક ક્ષેત્રમાં પરેશાનીનો સામનો કરવો પડે છે. બુદ્ધિ ચાલે છે. વેપાર ધંધામાં ખોટ જવી, વાણી પર સંયમ રહે નહી. શારિરીક સમસ્યાઓ પણ ઉભી થાય છે. ત્યાર પછી માનસિક સમસ્યાઓ વધે અને એકાગ્રતા ઘટતી જાય છે. જીવન ઉતાર ચઢાવ આવ્યા કરે છે. નાની નાની વાતો પર ગુસ્સો આવી જાય.

બુધનો ધનિષ્ઠ સંબધ

Mercury Planet શિક્ષણ અને તેની દરેક પ્રકારની શાખાઓ તથા તેને લગતા દરેક પ્રકારના ધંધાઓ સાથે બુધનો ઘનિષ્ઠ સંબંધ છે. લેખન પ્રકાશન તથા તેની સાથેના સંબંધિત સર્વે ધંધાઓ ઉપર બુધનો અધિકાર છે. આ ઉપરાંત વ્યાપાર, દલાલી, કમિશન, ધંધા, શરાબી ધંધો, બેન્કિંગ, પત્ર વ્યવહાર, ટપાલ, ટેલીફોન, કુરિયર, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, રેડિયો, ટીવી એનાઉસમેન્ટ કરવું… સર્વે કાર્યો સાથે બુધને સંબંધ છે. ટ્રાન્સપોર્ટ અને સર્વ પ્રકારના વાહનવ્યવહાર સાથે પણ બુધ સંકળાયેલો છે. બુધને કમિશન એજન્સીના ધંધાઓ સારો ફાવે છે. બુધને નાણા સાથે ખાસ સંબંધ છે. વકીલાત તથા દુર્ભાશયનું કાર્ય પણ બુદ્ધના અધિકારમાં આવે છે.

બુધ સૌથી નાનો ગ્રહ

બુધ ગ્રહ(Budh) એ સૂર્યની સૌથી નજીકનો અને આપણા સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે. આ ગ્રહનું કદ પૃથ્વી કરતાં પણ ઘણુ નાનું છે. સૂર્યમંડળમાં સૂર્યની સૌથી પહેલી કક્ષામાં બુધ આવેલો છે. જ્યોતિષમાં તેને બુદ્ધિ, વેપાર અને વાણીનો કારક મનાય છે.

બુધ નબળો હોય તો તેના ઉપાયો

જો આપની કુંડળીમાં બુધ નબળો હોય તો તેને મજબૂત કરવાના જ્યોતિષશાસ્ત્રમાં ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. બુધવારે ઉપવાસ કરો અને લીલા રંગના વસ્ત્રો પહેરવા. ગાયને લીલુ ઘાસ ખવડાવવું અથવા તો જરૂરિયાતવાળાને લીલા રંગની વસ્તુઓ કે આખા મગનું દાન કરવું જોઈએ. આપ જાતે દરરોજ ઓમ બું બુઘાય નમઃ મંત્રનો જાપ કરો તો પણ ફળ મળશે. વાણી પર સંયમ રાખશો તો પણ બુધ ખુશ થશે. સન્માનજનક ભાષા વાપરવી અને અપશબ્દો નહી બોલવા જોઈએ.

બુધ ગ્રહની શાંતિ માટેના ઉપાય

બુધ ગ્રહની(Budh) શાંતિ માટે આપ શાકાહારી બનો. રાત્રે સુઈ જાવ ત્યારે માથા પાસે લોટો ભરીને પાણી રાખો, સવારે ઉઠીને તે પાણી પીપળના વૃક્ષમાં ચઢાવો. મગદાળ પાત્રે પલાળીને સવારે જાનવરોને ખવડાવો. ચોખા અથવા દૂધ મંદિર કે પછી ધાર્મિક સ્થળ પર દાન કરવા જોઈએ. કાગડાને ભોજન ખવડાવો. ચાર મુખી રૂદ્રાક્ષને ધારણ કરો. આવા બધા ઉપાયો લાલ કિતાબમાં દર્શાવ્યા છે.

જન્માક્ષર પંડિતને બતાવીને ઉપાય કરો

અત્રે સર્વસામાન્ય ઉપાય દર્શાવ્યા છે. પણ આપે આપના જન્માક્ષર જાણકારી પંડિતજીને બતાવીને બુધ નબળો હોય તો તે દર્શાવે તે ઉપાય કરશો, તો આપને યોગ્ય ફળ મળશે અને બુધ ગ્રહ મજબૂત થશે.

  • ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ

(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)

આ પણ વાંચો….

Jupiter Planet: ગુરુ ગ્રહ નબળો હોય તો શું કરશો? જાણો ચમત્કારીક ઉપાય

You will also like

Leave a Comment