Stock Market India: શેરબજારમાં ચોથા દિવસે તેજીની આગેકૂચ, હવે નિફ્ટી 25,000 થશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) વધુ 544 પોઈન્ટ વધી 78,639 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 390 પોઈન્ટ વધી 24,774 બંધ થયો હતો. બેંક નિફ્ટી 983 પોઈન્ટના ઉછાળા સાથે 58,247 બંધ થયો હતો. તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. ટ્રેડિંગ રેન્જ બ્રેક થઈ, નિફ્ટી 24,500 ઉપર નીકળી ગયો છે. માર્કેટ કેપમાં 7 લાખ કરોડ રૂપિયાનો વધારો તયો હતો. શેરબજારમાં તેજી થવાના કયા કારણો? કાલે શેરબજારમાં(Share Market India) તેજી કેટલી આગળ વધશે? કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે, તો એક્સપાયરી કેવી રહેશે? ટેકનિકલી માર્કેટ કેટલું સ્ટ્રોંગ થયું? શું ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવશે કે કેમ?

જૂઓ વીડિયો…. 

સેન્સેક્સ વધુ 544 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex)78,883ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 78,497 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 78,895 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,639.03 બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના શુક્રવારની સરખામણીએ 544.39 વધ્યો હતો.

નિફ્ટી ઈન્ડેક્સ 390 પોઈન્ટ ઊંચકાયો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE NIFTY) સવારે 24,572 ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં ઘટી 24,515 થઈ ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઉછળી 24,774.30 બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના શુક્રવારની સરખામણીએ 390.70નો ઉછાળો દર્શાવે છે.

માર્કેટ કેપમાં રૂપિયા 7 લાખ કરોડનો વધારો

સપ્તાહના પ્રથમ દિવસે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યા હતા. જો કે દરેક ઘટાડે નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળ્યા હતા. ખાસ કરીને આજે આઈટી સેકટરના શેરોમાં ધૂમ લેવાલી આવી હતી. આઈટી સેકટરનો ઈન્ડેક્સ 1006 પોઈન્ટ(3.28 ટકા) ઉછળ્યો હતો. તે સાથે દરેક સેકટરના શેરોમાં નવું બાઈંગ રહ્યું હતું. પરિણામે આજે સોમવારે માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂપિયા 7 લાખ કરોડનો વધારો થયો હતો.

તેજીના છ કારણો

(1) અમેઝોનનો ત્રિમાસિક રીપોર્ટ પ્રોત્સાહક આવ્યો હતો. જેથી અમેરિકન સ્ટોક માર્કેટમાં તેજી થઈ હતી. આજે બપોરે US ડાઉ જોન્સ ફ્યુચર 363 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતું હતું. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતું. જેથી ભારતીય શેરબજાર પોઝિટિવ થયું હતું.

(2) ભારતમાં જુલાઈ મહિનામાં જીએસટીની(GST Collection July 2026) આવક 15 ટકાથી વધુ વધીને 2.14 લાખ કરોડ નોંધાઈ હતી. જે ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિવ ફેક્ટર હતું.

(3) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને(US President Donald Trump) આશા છે કે ઈરાન સાથે ઝડપથી શાંતિ સમજૂતી થઈ જશે. જેથી અમેરિકાએ ઈરાન પર નવા હૂમલા અટકાવી દીધા છે. જેથી હાલ તુરંત મોંઘવારી અને વ્યાજ દરમાં વધારાની ચિંતા ઓછી થઈ છે.

(4) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કીમતોમાં(Crude Oil) નોંધપાત્ર ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 4.29 ડૉલર ઘટી 83.83 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 5.01 ડૉલર ઘટી 79.65 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડનો ભાવ ઘટતાં ભારતીય ઈકોનોમી માટે સકારાત્મક રહ્યું હતું.

(5) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો(Dollar v/s Rupee)  વધુ 6 પૈસા મજબૂત થઈ 95.33 હતો.

(6) ભારતીય શેરબજારમાં એફઆઈઆઈ(FII Net Buyer) સતત ચોથી ટ્રેડિંગ સેશનમાં નેટ બાયર રહી હતી. ચાર ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ રૂપિયા અંદાજે 7,600 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જેથી તેજીવાળા ખેલાડીઓ ગેલમાં આવી ગયા હતા.

મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે બાઈંગ

આજે સોમવારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં મીડકેપ ઈન્ડેક્સ(Midcap Index) 764 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ(Small Index) 249 પોઈન્ટ ઊંચકાયો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2360 શેરના ભાવ વધ્યા હતા અને 1027 શેરના ભાવ ઘટ્યા હતા.

154 સ્ટોકમાં અપર સર્કિટ

154 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 34 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. જ્યારે 154 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 79 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

ગ્રાસિમ(5.13 ટકા), ટીસીએસ(4.57 ટકા), ઈન્ડિગો(4.43 ટકા), ઈન્ફોસીસ(4.43 ટકા) અને શ્રી રામ ફાયનાન્સ(4.16 ટકા)

ટોપ લુઝર્સ

એપોલો હોસ્પિટલ(1.53 ટકા), સન ફાર્મા(1.36 ટકા), મારૂતિ(0.59 ટકા), ઓએનજીસી(0.22 ટકા) અને ટેક મહિન્દ્રા(0.14 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

કાલે મંગળવારે નિફ્ટીની વીકલી એક્સપાયરી(Nifty Weekly Expiry) છે. ચાર દિવસની તેજી પછી ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવે તેવી શક્યતા છે અને નવી તેજી માટે ટેકનિકલ કરેક્શન આવે તેવી સંભાવના છે. હાલ તેજીવાળા ખેલાડીઓ સ્ટ્રોંગ થયા છે. ટેકનિકલી પણ માર્કેટ સ્ટ્રોંગ છે. નિફ્ટીએ ટ્રેડિંગ રેન્જ બ્રેક કરી છે. નિફ્ટી 24,500 ઉપર નીકળી છે, જેથી આગામી દિવસોમાં 24,800 અને 25,000 સુધીના લેવલ બતાવે તો નવાઈ નહી. બેંક નિફ્ટીએ 57,600નું રેઝિન્ટન્સ લેવલ ક્રોસ કર્યું છે, જેથી હવે તે 58,800 અને 59,000 સુધીનું લેવલ બતાવે તેવી ધારણા છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment