Tax Rules Change Proposal: ઓફશોર ફંડ અને ઈલે. મેન્યુફેક્ચરિંગને મોટી ટેક્સ રાહતની દરખાસ્ત

by Gujarati biz news
Tax Rules Change Proposal

Tax Rules Change Proposalનવી દિલ્હી-  Tax Rules Change Proposal નાણાપ્રધાન નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman)જાહેરાત કરી છે કે સરકાર ભારતમાં સંચાલિત થનાર ઓફશોર ફંડો માટે આવકવેરા અધિનિયમ અનુસાર ટેક્સમાં(Tax Relief) છૂટની શરતોને સરળ બનાવવાની દરખાસ્ત લાવી છે. સરકારનું કહેવું છે કે એનાથી ફંડ મેનેજમેન્ટ ગતિવિધિમાં વૃદ્ધિ આવશે અને રોકાણકારોને કર વ્યવસ્થામાં વધુ સ્પષ્ટતા મળશે. તેનો અર્થ એ છે કે ભારતમાં સંચાલિત ઓફશોર ફંડો માટે આવકવેરા અધિનિયમ અનુસાર મળનારી કર છૂટની શરતોમાં મહત્ત્વપૂર્ણ ઢીલ આપવાની દરખાસ્ત કરવામાં આવી છે.

Tax Rules Change Proposal

ટેક્સ છૂટને વધારીને 10 વર્ષ કરાઈ

સરકારે આ વર્ષના બજેટમાં(Budget) 2030-31 સુધી અપાયેલ કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચરિંગ માટે પાંચ વર્ષની ટેક્સ છૂટને 10 વર્ષ વધુ વધારવાની દરખાસ્ત કરી છે. તે અનુસાર ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે કોઈપણ કોન્ટ્રેક્ટ નિર્માતાને કેપિટલ ગુડ્ઝ, ઈક્વિપમેન્ટ અથવા ટૂલિંગ ઉપલબ્ધ કરાવનારી વિદેશી કંપની હવે 2040-41 સુધી ટેક્સ છૂટનો લાભ લઈ શકશે.

15 વર્ષ ટેક્સ હોલીડે

Tax Rules Change Proposal તે ઉપરાંત સરકારે કેટલીક વિશિષ્ટ વિદેશી કંપનીઓ માટે 31 માર્ચ, 2031 સુધી 15 વર્ષની નવી ટેક્સ છૂટ(Tax Holiday) આપવાની દરખાસ્ત રજૂ કરી છે. આ છૂટ ભારતના અધિસુચિત વિશેષ ક્ષેત્ર(નોટિફાઈડ સ્પેશિયલ ઝોન)માં રફ ડાયમંડના વેચાણથી થનારી આવક પર લાગુ થશે. તેનો લાભ ખનન કંપનીઓ, સાઈટ હોલ્ડર્સ(હીરા ખરીદવા માટે અધિકૃત ખરીદદાર), બ્રોકર, એગ્રીગેટર અને ટેન્ડર-હરાજી સંચાલિત કરવાવાળી વિદેશી કંપનીઓને મળશે.

કોપીનું સાંસદોને વિતરણ

આ દરખાસ્ત આધારિત ફેરફાર ટેક્સેશન એન્ડ અંડર લોઝ(સંશોધન) વિધેયક, 2026નો હિસ્સો છે.(Tax Rules Change Proposal) આ વિધેયક હાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું નથી, પણ તેની કોપી સાંસદોને વિતરણ કરવામાં આવી છે. સરકાર આ સપ્તાહે તેને સંસદમાં રજૂ કરે તેવી સંભાવના છે.

આ પણ વાંચો….

ગુજરાત સરકારનો અતિમહત્ત્વનો નિર્ણય, વહીવટી પ્રક્રિયામાં સુધારા કરાયા

13માંથી 8 શરતો હટાવી

ઓફશોર ફંડોના મામલામાં સરકારે દરખાસ્ત આપી છે કે તેમની ગતિવિધિઓને ભારતમાં બિઝનેસ ઈન્કમ(Business Income) માનવામાં આવશે નહી. તેના માટે લાગુ થયેલ 13માંથી 8 શરતોને હટાવી દેવામાં આવી છે.

ટેક્સ છૂટ માટે શરતો

દરખાસ્ત અનુસાર ઓફશોર ફંડોને હવે ટેક્સ છૂટ આપવા માટે ઓછામાં ઓછા 25 રોકાણકારોની શરતો પુરી કરવી પડશે. તે અનુસાર કોઈપણ એક રોકાણકારની વધુમાં વધુ 10 ટકા હિસ્સેદારી, કોઈપણ એક સંસ્થામાં ફંડની 25 ટકાતી વધુ રકમનું રોકાણ ન કરવું, એસોસિએટ સંસ્થાઓમાં રોકાણ પર પ્રતિબંધ અને દર મહિને સરેરાશ 100 કરોડ રૂપિયાનું ઓછામાં ઓછુ ફંડ(કોર્પસ) બનાવવા જેવી શરતોમાં રાહત આપવામાં આવશે. જેમાં તેમને તેમની વૈશ્વિક આવક પર ટેક્સ છૂટનો લાભ મળી શકશે.

વૈશ્વિક માપદંડો અનુસાર

જાણકારોનું કહેવું હતું કે(Tax Rules Change Proposal) આ ફેરફારોથી ભારતના ફંડ મેનેજમેન્ટ ઈકોસિસ્ટમ વૈશ્વિક માપદંડોને અનુરૂપ થઈ જશે. આ એક પોઝિટિવ પગલું છે કે વૈશ્વિક ફંડની રચનાને અનુરૂપ નહી રહેનાર કેટલાય સેફ હાર્બર શરતોને હટાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ ફેરફારોથી ફંડ મેનેજરોને જરૂરી સરળતા મળશે અને ભારત, ભારત કેન્દ્રિત તથા વૈશ્વિક રોકાણ રણનિતીઓ માટે ફંડ મેનેજમેન્ટ(Fund Management) વધુ પ્રતિસ્પર્ધી કેન્દ્ર બની શકે છે.

ઓફશોર ફંડોને ટેક્સ છૂટ

સરકારની દરખાસ્ત અનુસાર હવે ઓફશોર ફંડોને ટેક્સ છૂટ માટે ફક્ત પાંચ શરતો પુરી કરવી પડશે. જેમાં મુખ્ય શરત છે કે ફંડ ભારતનો ટેક્સ નિવાસી(રેસિડેન્ટ) ન હોવો જોઈએ. તે ભારતમાં કોઈપણ બિઝનેસ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિયંત્રણ કે સંચાલન કરતો ન હોવો જોઈએ. તે ઉપરાંત ભારતીય નિવાસીઓ દ્વારા ફંડમાં કરાયેલ કુલ સીધુ રોકાણ, સંબધિત નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 1 ઓકટોબરથી સ્થિતિ અનુસાર ફંડના કુલ કોર્પસનો 5 ટકાથી વધુ ન હોવો જોઈએ.

ફંડોની વ્યાજની આવક અને કેપિટલ ગેઈન ટેક્સ છૂટ

Tax Rules Change Proposal ઓફશોર ફંડોની પાત્રતા શરતોમાં કરવામાં આવી રહેતા ફેરફારો ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીઝ સેન્ટર(IFSC)માં સંચાલિત ફંડો માટે પણ એક સમાન ઢાંચો તૈયાર થશે. વિધયેકમાં 5 જૂને આ ઓર્ડિનેસને કાયદાકીય રૂપ આપવાની દરખાસ્ત છે. જે રૂપિયા પર દબાણ અને વિદેશી મૂડી બહાર જવાની સ્થિતિની વચ્ચે લાવવામાં આવ્યું છે. આ ઓર્ડિનન્સ અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI) ને સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ પર થનાર વ્યાજની આવક અને મૂડીગત લાભ(Capital Gain Tax) પર ટેક્સ છૂટ આપવાની જોગવાઈ કરાઈ છે.

સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ

જૂનમાં કેન્દ્ર સરકારે આયકર(સંશોધન) વટહૂકમ, 2026 જાહેર કર્યો હતો, જે અનુસાર એફપીઆઈને(FPI) સરકારી સિક્યોરિટીઝમાં રોકાણથી થનાર કેપિટલ ગેઈન અને વિઘહોલ્ડિંગ ટેક્સમાં પૂર્ણ રીતે છૂટ આપવામાં આવી છે.

વટહૂકમ લાવવાનો હેતુ

વટહૂકમ લાવવાનો ઉદેશ્ય અને કારણમાં સરકારે કહ્યું હતું કે આ વટહૂકમથી બહારના આર્થિક ઝટકાનો પ્રભાવ ઓછો કરવા માટે, સ્થાનિક અર્થવ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે અને હાલથી વૈશ્વિક પરિસ્થિતિઓથી અસર પામેલ અગ્રણી ક્ષેત્રોને ટેકો આપવાના હેતુથી આવકવેરા કાયદામાં કેટલીક જોગવાઈઓમાં સંશોધન કરવામાં આવ્યા હતા.

વિદેશી મૂડીને આકર્ષવી જરૂરી

Tax Rules Change Proposal જૂનમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે વિદેશી મૂડી રોકાણ વધારવા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાથી વિદેશી મૂડીને વધુ આકર્ષિત કરવા માટેનું પહેલું પગલું છે. તેમણે સંકેત આપ્યો હતો કે આવનાર સમયમાં આ સંબધમાં વધુ ઉપાયો લેવામાં આવશે. સીતારમણે વધુમાં કહ્યું હતું કે અમે માનીએ છીએ કે ભારતામં વધુ વિદેશી મૂડી રોકાણ લાવવાની આવશ્યકતા છે.

આ પણ વાંચો….

પીએમ મોદીની અપીલની અસર! સોનાની ડિમાન્ડ ઘટી

You will also like

Leave a Comment