Stock Market India: શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, આગામી સપ્તાહે નવો ઉછાળો આવશે?

નિફ્ટીએ 24,200 અતિમહત્ત્વનું લેવલ ક્રોસ કર્યું

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી આગળ વધી હતી. બ્લૂચિપ સ્ટોકમાં નવી લેવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex)  261 પોઈન્ટ વધી 77,763 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 95 પોઈન્ટ વધી 24,270 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 93 પોઈન્ટ ઘટી 57,938 બંધ થયો હતો. કયા કારણથી શેરબજારમાં તેજી આગળ વધી? આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે? આગામી સપ્તાહે શેરબજારમાં(Share Market India) તેજી આગળ વધશે? ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે, હવે ઉપરમાં કયા લેવલ બતાવશે? આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય?

જૂઓ વીડિયો….

સેન્સક્સ વધુ 261 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારમો સેન્સેક્સ સવારે 78,152ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધુ વધી 78,157 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 77,710 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 77,763.71 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 261.79ની મજબૂતી દર્શાવે છે.

નિફ્ટી 95 પોઈન્ટ ઊંચકાયો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,375ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધુ વધી 24,378 થઈ અને નફારૂપી વેચવાલી આવતાં ઘટી 24,252 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,270.85 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 95.15નો ઉછાળો દર્શાવે છે.

ઊંચા મથાળે નફારૂપી વેચવાલી

આજે સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર સવારે ભારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યું હતું. પણ સવારથી જ નફારૂપી વેચવાલી આવી હતી. જેથી વધ્યા મથાળેથી ઈન્ડેક્સ અને શેરોના ભાવ પાછા પડ્યા હતા. જો કે નવી વેચવાલીનો અભાવ હતો. આજે રીયલ્ટી, આઈટી, ફાર્મા, મેટલ, ઈન્ફ્રા અને ઓઈલ ગેસ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. જ્યારે બેંક, એનર્જિ અને ઓટો તેમજ મીડિયા સ્ટોકમાં વેચવાલીથી નરમાઈ હતી.

તેજી થવાના કારણો

(1) યુએસ અને ઈરાન વચ્ચે તંગદિલી છે. હોર્મુઝ સ્ટ્રેટ અંગેના સમાચાર આવી રહ્યા છે. પણ યુએસ ઈરાન વચ્ચે યુદ્ધ થયું નથી. હૂમલાના કોઈ ન્યૂઝ નથી આવ્યા. જેથી વૈશ્વિક સ્ટોક માર્કેટ પર તેની પોઝિટિવ અસર જોવા મળી હતી.

(2) ગત મોડી રાતે ડાઉ જોન્સ 594 પોઈન્ટ ઉછળી 52,900ની રેકોર્ડ હાઈ પર બંધ હતો. જેની પાછળ સવારે એશિયાઈ સ્ટોક માર્કેટમાં તેજી થઈ હતી. તેમજ એઆઈ અને ચિપ્સ બનાવનારી કંપનીઓના શેરોમાં ફરીથી નવી લેવાલી આવી હતી. જેથી કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 440 પોઈન્ટ(5.44 ટકા) ઉછળ્યો હતો. પરિણામે વિશ્વના સ્ટોક માર્કેટમાં આઈટી સેકટરના શેરોમા નવેસરથી બાઈંગ આવ્યું હતું.

(3) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધુ ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 71.88 ડૉલર અને ક્રૂડ ઓઈલ ઘટીને 68.62 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ વધુ ઘટીને આવતાં ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર જોવા મળી હતી.

(4) ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 12 પૈસા વધીને 95.27 પર ટ્રેડ કરતો હતો.

(5) આજે નેગેટિવ ન્યૂઝ હતા નહી, નો નેગેટિવ જે પોઝિટિવ થયું હતું. હા આજે રાત્રે અમેરિકન માર્કેટ બંધ રહેનાર છે. જેથી ત્રણ દિવસની રજાને કારણે સાવચેતીનો મૂડ હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ

મીડકેપ ઈન્ડેક્સ 117 પોઈન્ટ ઘટ્યો હતો જો કે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 7 પોઈન્ટ પ્લસ હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ હતા. 1823 શેરના ભાવ વધ્યા હતા અને 1513 શેરના ભાવ ઘટ્યા હતા.

102 સ્ટોકમાં અપર સર્કિટ

149 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 24 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 102 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 84 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

એચસીએલ ટેકનોલોજી(5.74 ટકા), મેક્સ હેલ્થકેર(2.19 ટકા), સન ફાર્મા(1.92 ટકા), ડૉ. રેડ્ડી લેબ(1.87 ટકા) અને બજાજ ફાઈનાન્સ(1.85 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

એક્સિસ બેંક(1.51 ટકા), એસબીઆઈ(1.01 ટકા), લાર્સન ટુબ્રો(0.78 ટકા), બજાજ ઓટો(0.74 ટકા) અને અદાણી પોર્ટ(1.72 ટકા)

આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે શેરબજારમાં બે તરફી વધઘટે તેજીની આગેકૂચ રહેશે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. નિફ્ટી 24,200 ઉપર ક્લોઝ છે, જેથી આગામી સપ્તાહે નિફ્ટી 24,500 સુધીનું લેવલ બતાવી શકે છે. તેમજ સેન્સેક્સ પણ 77,200 ઉપર ક્લોઝ છે, જેથી આગામી સપ્તાહે સેન્સેક્સ ઉપરમાં 78,500 નું લેવલ બતાવી શકે છે. બેંક નિફ્ટી 58,300 કૂદાવતાં ઉપરમાં 59,000 સુધી જઈ શકે છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનો જનરલ ટ્રેન્ડ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment