US Iran peace talks 2026: ઈરાન માટે ટ્રમ્પની ફાઈનલ 10 શરતો, હવે નહી માને તો બરબાદ કરી નાંખીશું

by Gujarati biz news
US Iran War 2026

US Iran War 2026નવી દિલ્હી- US Iran peace talks 2026 અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે હવે કૂટનીતિ ફરીથી શરૂ થઈ ગઈ છે. બન્ને દેશો બીજા તબક્કાની શાંતિ મંત્રણા માટે તૈયાર થયા છે. શાંતિ મંત્રણા કયા અને કયારે થશે?, તે હજી ફાઈનલ થયું નથી. પરંતુ ચર્ચા એવી છે કે બન્ને દેશ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ફરીથી ચર્ચા કરવા માટે બેઠક કરી શકે છે.

શરતો સાથે ટ્રમ્પની ચેતવણી

આ સમાચારની સાથે અમેરિકાની ઈરાન માટે 10 શરતોની વિગતો સામે આવી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે આ વખતે આ આખરી તક છે અને ફાઈનલ ઓફર છે. જો નહી માટે તો ઈરાનને બરબાદ કરી નાંખીશું.(US Iran peace talks 2026)

ઈરાનની હોર્મુઝ મુદ્દે નવી દરખાસ્ત

ઈરાને પણ અમેરિકા સાથે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ચર્ચા કરવા માટે નવી દરખાસ્ત રજૂ કરી છે.(US Iran peace talks 2026) રોયટર્સ દ્વારા એવા સમાચાર છે કે ઈરાને શરત મુકી છે. ઈરાન ઈચ્છે છે કે જો યુદ્ધ રોકવા માટેની સમજૂતિ થાય તો ઓમાનના હિસ્સામાંથી જહાજોને સુરક્ષિત નિકળવાની મંજૂરી આપવામાં આવશે. કોઈના પર પણ હૂમલો કરવામાં આવશે નહી. આ દરખાસ્ત અમેરિકા દ્વારા ઈરાનની માંગ માનવા પર નિર્ભર છે. જેમાં યુદ્ધવિરામ અને પ્રતિબંધ હટાવવા જેવી શરતો સામેલ છે. વ્હાઈટ હાઉસે ઈરાનની દરખાસ્ત પર કોઈ તાત્કાલિક ટિપ્પણી કરી નથી.

ઈરાન માટે અમેરિકાની 10 શરતો

(1) તમામ પરમાણું ઠેકાણાની આંતરરાષ્ટ્રીય તપાસની છૂટ આપવી.

(2) 440 કિલો એનરિચ્ડ યૂરેનિયમ સોંપવું, પરમાણું કાર્યક્રમ આગળ વધારવાનું બંધ કરવું.

(3) મિસાઈલોના ભંડારને જાહેર કરવો

(4) લાંબા અંતરની મિસાઈલો પર નિયંત્રણ

(5) સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી નિયંત્રણ હટાવવું, તેને આંતરરાષ્ટ્રીય માર્ગ માનવો

(6) હિઝબુલ્લાહ, હમાસ અને હૂતિ જેવા પ્રોક્સી નેટવર્કને સમાપ્ત કરવું

(7) ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કરો(IRGC) અને બાસિજ મિલિશિયાને ભંગ કરવા

(8) અબ્રાહમ સમજૂતિ પર હસ્તાક્ષર કરવા

(9) નરસંહારના દોષિઓને સજા આપવી

(10) સ્ટ્રેટ ઓફ હોર્મુઝને આંતરરાષ્ટ્રીય માર્ગ તરીકે માન્યતા આપવી

ઈરાન આ શરતો માનશે?

ચર્ચા એવી છે કે ઈરાન માટે ઉપરોક્ત 10 શરતો માનવી સરળ નહી હોય. કારણ કે આ શરતો ઈરાનની રણનૈતિક તાકાત અને સંપ્રભુતા સાથે જોડાયેલી છે. આ શરતોને માનવાનો અર્થ એવા થાય છે કે અમેરિકાની ગુલામી સ્વીકાર કરવો.(US Iran peace talks 2026) સૌથી વિવાદિત મામલો પરમાણું કાર્યક્રમ બંધ કરવો અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પોતાનો હક છોડવો. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન 20 વર્ષ સુધી યૂરેનિયમને બનાવવાનું કે તેને આગળ વધારવાનું બંધ કરી દે. તેમજ અમેરિકા એમ પણ ઈચ્છે છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનું નિયંત્રણ પુરી રીતે છોડી દે.

રશિયાની યૂરેનિયમ સંભાળવાની દરખાસ્ત

ઈરાન કહેતું આવ્યું છે કે તેમનો પરમાણું કાર્યક્રમ ફક્ત ઉર્જા સંબધી જરૂરિયાતોને પુરા કરવા માટે છે. જો કે તે પાંચ વર્ષ માટે પરમાણું કાર્યક્રમને અટકાવી શકે છે.(US Iran peace talks 2026) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનને 440 કિલો સંવર્ધિત યૂરેનિયમને સંભાળીને રાખવા માટેની દરખાસ્ત કરી હતી. 5 વર્ષ પછી રશિયા યૂરિનિયમને પ્રોસેસ કરીને પરમાણું ઈંધણના રૂપમાં પરત કરશે. પરંતુ અમેરિકા આ શરતને માનવા માટે તૈયાર નથી. તેઓ ઈચ્છે છે કે ઈરાન તેનું યૂરેનિયમ અમેરિકાને સોંપી દે.

ઈરાનનો પ્લાન

ઈરાન પણ વાતચીત માટે ખાલી હાથે બેસશે નહી. તેમની માંગ છે કે ઈરાન પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવી દેવામાં આવે. ઈરાનની ફ્રીઝ કરેલી સંપત્તિઓને છૂટી કરવામાં આવે. ફરીથી હૂમલા ન કરવાની લેખિત ગેરંટી આપવામાં આવે. યુદ્ધમાં થયેલ નુકસાનનું વળતર આપવામાં આવે.

આ પણ વાંચો….

US China News: ટ્રમ્પે કહ્યું કે ચીન ઈરાનને શસ્ત્રો ન મોકલવા સંમત થયું છે, હોર્મુઝનો રસ્તો ખૂલશે

You will also like

Leave a Comment