Generated by AI
નવી દિલ્હી/ગાંધીનગર- Gujarat Silicon State કેન્દ્ર સરકારના ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ અંતર્ગત ગુજરાત આજે દેશમાં ચિપ મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બની રહ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ ગુજરાત માટે વધુ બે રૂપિયા 3,936 કરોડના નવા અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપીને રાજ્યને સેમિકન્ડક્ટર(Semiconductor) ઇકોસિસ્ટમનો અભિન્ન અંગ અને ‘સિલિકોન સ્ટેટ’ બનાવવાની દિશામાં મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ
આ બંને પ્રોજેક્ટ્સમાં(Gujarat Silicon State) ધોલેરા SIRમાં ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા રૂપિયા 3,068 કરોડ અને સુરતમાં સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ (SSPL) દ્વારા રૂપિયા 868 કરોડનું રોકાણ કરવામાં આવશે. જે રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે, તેમ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીપ્રધાન અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું.
1.24 લાખ કરોડના ચાર મોટા પ્રોજેક્ટ્સ
મોઢવાડીયાએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતે સેમિકન્ડક્ટર(Semiconductor) ક્ષેત્ર માટે સમર્પિત નીતિ જાહેર કરી છે, જેના પરિણામે રાજ્યમાં અંદાજે રૂપિયા 1.24 લાખ કરોડના ચાર મોટા પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે. આ ઉપરાંત વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ ગુજરાતમાં નિર્માણ પામશે.(Gujarat Silicon State) આ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન’-GSEM સિંગલ વિન્ડો ફેસિલિટેટર તરીકે કાર્ય કરી રહ્યું છે, જે રોકાણકારો માટે વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ બનાવે છે.

ભારત સરકારે આપેલી આ મંજૂરીને આવકારતા અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતે દેશની પ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરીને આ ક્ષેત્રે અનોખી પહેલ કરી હતી. જેના પરિણામે ભારતમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલા કુલ 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 06 પ્રોજેક્ટ્સ ગુજરાતના ભાગે આવ્યા છે અને રાજ્યમાં આ ક્ષેત્રે સૌથી વધુ કામગીરી થઈ રહી છે. આ નવા બે પ્રોજેક્ટ્સથી માત્ર રૂપિયા 3,936 કરોડનું રોકાણ જ નહીં, પરંતુ 2,230થી વધુ યુવાનોને ઉચ્ચ ટેકનિકલ રોજગારી મળશે અને હજારો પરોક્ષ રોજગારીની તકો પણ ઉભી થશે.
ફેબ્રિકેશન અને પેકેજિંગ
ભારત સરકારના આ નિર્ણયથી(Gujarat Silicon State) ગુજરાતમાં ચિપ ડિઝાઈનિંગથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીની સમગ્ર વેલ્યુ ચેઈન મજબૂત બની છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) આ બંને કંપનીઓને જમીન, પાણી, વીજળી અને અન્ય માળખાગત સુવિધાઓમાં સંપૂર્ણ સહયોગ આપીને(Semiconductor) પ્રોજેક્ટ્સને સમયસર કાર્યરત કરવા માટે કટિબદ્ધ છે.
ધોલેરા SIRમાં રૂપિયા 3,068 કરોડનું રોકાણ
કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં મંજૂર કરેલા આ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર માહિતી આપતા અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન(Dholera SIR) હવે વિશ્વના અત્યાધુનિક ચિપ મેન્યુફેક્ચરિંગ સેન્ટરોની હરોળમાં સામેલ થયું છે. ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા ધોલેરા SIRમાં રૂપિયા 3,068 કરોડના રોકાણ સાથે દેશની પ્રથમ કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા સ્થાપવામાં આવશે.

આ પ્લાન્ટની((Semiconductor) વિશેષતા અંગે મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે, ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા સ્થાપવામાં આવનાર સુવિધામાં ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) ટેકનોલોજી પર આધારિત મિની/માઇક્રો-એલઇડી ડિસ્પ્લે બનશે. જે અત્યાર સુધી માત્ર આયાત કરવામાં આવતી હતી. આ સુવિધા વાર્ષિક 72,000 ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ્સ અને 24,000 સેટ RGB વેફર્સનું નિર્માણ કરશે. ધોલેરામાં નિર્માણ પામનાર આ મિની/માઇક્રો-એલઇડી ડિસ્પ્લેના ઉપયોગથી સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનોના ડેશબોર્ડ અને હાઇ-એન્ડ ટીવી સ્ક્રીન ભવિષ્યમાં ‘મેડ ઇન ગુજરાત’ ચિપ્સથી સજ્જ થશે.
સુરતમાં હાઈ ટેક સેમિકન્ડકટર ચિપ્સનું ઉત્પાદન
Gujarat Silicon State આ ઉપરાંત હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર(Surat) હવે હાઇ-ટેક સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન પણ કરશે. સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ (SSPL) દ્વારા રૂપિયા 868 કરોડના ખર્ચે સુરતમાં સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં, વાર્ષિક 103.03 કરોડથી વધુ ચિપ્સનું ઉત્પાદન કરશે. આ ચિપ્સ ઓટોમોબાઇલ અને ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન ક્ષેત્રની માંગને પહોંચી વળવામાં મદદરૂપ થશે.
PM Modi Somnath 2026 Most Watched News
PM Modi Somnath 2026: પીએમ મોદી 11 મેએ સોમનાથ દર્શનાર્થે આવશે, જાણો કાર્યક્રમ….

