Stock Market India: સેન્સેક્સ ઈન્ટ્રા-ડે હાઈથી 716 પોઈન્ટ તૂટ્યો, શું હજી વધુ ઘટશે શેરબજાર?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બેતરફી ભારે વધઘટ રહી હતી. સવારે બાંઈગ, બપોર પછી સેલીંગ રહ્યું હતું. પરિણામે સેન્સેક્સ ઈન્ટ્રા-ડે હાઈથી 716 પોઈન્ટ તૂટ્યો હતો. ઓવરઓલ બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 64 પોઈન્ટ વધી 73,983 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 27 પોઈન્ટ ઘટી 23,214 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 94 પોઈન્ટ ઘટી 55,100 બંધ હતો. શેરોમાં ઊંચા મથાળે વેચવાલી કેમ આવી? શેરબજાર ઊપરમાં કેમ ચાલતું નથી, તેનું શું કારણ? શેરબજારનો કાલે ટ્રેન્ડ કેવો રહેશે? ટેકનિકલી માર્કેટ વીક છે, હજી કેટલું ઘટશે? AMFI નો રીપોર્ટ આવ્યો છે, જે શુ દર્શાવે છે.? AMFI નો રીપોર્ટ રોકાણકારોની આંખ ખોલનારો છે.

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 64 પોઈન્ટ વધ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) આજે બુધવારે સવારે 73,988ના ખૂલીને શરૂમાં વધુ ઉછળી 74,613 થઈ અને ત્યાં ભારે વેચવાલી ફરી વળતાં ઝડપી તૂટી 73,897 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 73,983.18 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 64.42 વધ્યો હતો.

નિફ્ટી 27 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 23,233ના મથાળે ખૂલીને શરૂમાં નવી લેવાલીથી વધી 23,425 થઈ અને ત્યાં નફાવાળાની વેચવાલી આવતાં ઘટી 23,184 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 23,214.95 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 27.15નો ઘટાડો દર્શાવે છે.

ઊંચા મથાળે વેચવાલી કેમ આવી?

(1) અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી તંગદિલી વધી છે. યુએસએનું અપાચે હેલિકોપ્ટર હોર્મુઝ પાસે તૂટી પડ્યું હતું. જેને ઈરાને પાડી દીધુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ ઈરાને સ્પષ્ટ કર્યું છે આ અપાચે તેમણે તોડી પાડ્યું નથી. જો કે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેનો બદલો લેવા માટે અમેરિકન મીલીટ્રીને આદેશ કર્યો હતો. આજે સવારથી અમેરિકાએ ઈરાનના એર ડીફેન્સ, રડાર સ્ટેશન, ગ્રાઉન્ડ કન્ટ્રોલ સીસ્ટમ પર બોમ્બ ફેંક્યા હતા. જો કે ઈરાન પણ સામે વળતો પ્રહાર કર્યો હતો. આમ હવે શાંતિ માટેની ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. જેને પગલે ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું હતું.

(2) ઈરાનના યુદ્ધના મેદાનમાં આવેલા સમાચારને પગલે આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ ગબડીને આવ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ તૂટ્યા હતા. ડાઉ જોન્સ ફ્યુચર 332 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતું હતું. આમ ગ્લોબલ લેવલે સ્ટોક માર્કેટ તૂટ્યા હતા, જેથી ભારતીય શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી.

(3) આમ પણ દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ આવી જાય છે. તે મુજબ આજે પણ સવારે સેન્સેક્સ 695 પોઈન્ટ ઉછળ્યો હતો, જે પછી તેજીવાળા ખેલાડીઓએ નફો બુક કરવા વેચવાલી કાઢી હતી.

(4) એફઆઈઆઈ ભારતીય શેરબજાર નેટ સેલર છે. 9 જૂનના રોજ એફઆઈઆઈએ રૂપિયા 4,566 કરોડનું નેટ સેલ કર્યું હતું. તેમજ જૂન મહિનાની કુલ સાત ટ્રેડિંગ સેશનમાં કુલ રૂપિયા 41,236 કરોડનું જંગી વેચાણ કર્યું છે. જેથી બજાર પર સેલીંગ પ્રેશર આવી જાય છે અને નવી તેજી અટકી જાય છે.

AMFI નો રીપોર્ટ

AMFI ના રીપોર્ટ અનુસાર મે 2026માં ઈક્વિટી ઈનફ્લો 40 ટકા ઘટી રૂપિયા 22,907 કરોડ રહ્યો છે. જે વીતેલા વર્ષથી સૌથી નીચા સ્તરે છે. જ્યારે બીજી તરફ એસઆઈપી દ્વારા રોકાણ રૂપિયા 30,954 કરોડ રહ્યું છે. જે સતત ત્રણ મહિનાથી રૂપિયા 30,000 કરોડની ઉપર જ રહ્યું છે. આનો સીધો અર્થ એ થાય કે રોકાણકારોને શોર્ટ ટર્મ જોખમ લેવું નથી. અને લાંબાગાળાના રોકાણ પર જ વિશ્વાસ છે. લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન પર ભરોસો વધ્યો છે. આ દિશા જ સાચી દિશા છે.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

મીડકેપ ઈન્ડેક્સ 905 પોઈન્ટ ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 241 પોઈન્ટ તૂટ્યો હતો. પરિણામે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે બુધવારે 1038 શેરના ભાવ વધ્યા હતા અને 2258 શેરના ભાવ ઘટ્યા હતા.

82 શેર બાવન વીક હાઈ

આજે 82 શેરના ભાવ બાવન વીક હાઈ પર બંધ હતા અને 50 શેરના ભાવ બાવન વીક લો પર બંધ હતા. તેમજ 97 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 92 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

નેસ્લે(1.95 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(1.85 ટકા), એક્સિસ બેંક(1.67 ટકા), કોટક બેંક(1.65 ટકા) અને આઈસીઆઈસીઆઈ બેંક(1.41 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

હિન્દાલકો(3.41 ટકા), કૉલ ઈન્ડિયા(3.34 ટકા), ઓએનજીસી(2.74 ટકા), ઈટરનલ(2.36 ટકા) અને એસબીઆઈ લાઈફ(2.42 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધી છે. ફરીથી યુદ્ધ શરૂ થયું છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે, જેને પગલે ક્રૂડ ઓઈલના ભાવ વધશે. સપ્લાય ચેઈન પર અસર પડશે. કાચા તેલની અછત સર્જાશે. જેવી તમામ ભીતિ સેવાઈ રહી છે. જીઓપોલિટકલ ટેન્શનને કારણે વિશ્વમાં અનિશ્ચિતતાનો માહોલ છે. ટેકનિકલી માર્કેટ વીક છે. સેન્સેક્સ અને નિફ્ટી તેના ખૂબ અગત્યના લેવલ નીચે ટ્રેડ કરી રહ્યા છે. જેથી દરેક ઉછાળે વેચવાલી આવી જાય છે. સેન્સેક્સ 74,200-74,800 અને નિફ્ટી 23,300-23,600 ઉપર બંધ આવશે પછી જ તેજી આવશે. અન્યથા શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાયેલું રહેશે. જો કે બેંક નિફ્ટી તેના રેઝિસ્ટન્સ લેવલ 54,800 ઉપર બંધ છે, જેથી બેંક નિફ્ટીમાં તેજીની આગેકૂચ જળવાશે.

You will also like

Leave a Comment