
Generated by AI
અમદાવાદ- Mars Planet મંગળ પૃથ્વીથી 14 કરોડ 15 લાખ માઈલ દૂર છે. તે સેનાપતિ છે. માણસના શરીરમાં રહેલી શારીરિક શક્તિનો તે કારક છે. શારીરિક અને માનસિક શક્તિ ઉપર તેનો અધિકાર છે. દરેક પ્રકારની ગતિના મૂળ કારણરૂપ એ જ છે. ક્રોધ તેનાથી જ છે અને મનની સ્વચ્છતા પણ એનાથી જ થાય છે. ભોગ તરફ પ્રેરણા એ જ આપે છે તથા બ્રહ્મચર્ય માટેનું માનસિક બળ પણ આપનાર પણ એ જ મંગળ ગ્રહ છે. જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક શાસ્ત્રો અનુસાર મંગળ ગ્રહ(Mangal) પર વિશેષ અહેવાલ….
મંગળ ગ્રહની લાક્ષણિકતા
મંગળ ગ્રહ(Mangal) છે પાપ ગ્રહ છે અને પુરુષ છે. તે ક્ષત્રિય વર્ણનો છે. તેનો જુલમી સ્વભાવ છે. દુષ્ટ છે. ખરાબ આદતો છે. અસ્થિર મનનો છે અને તેની પિત્ત પ્રકૃતિ છે. તે થોડો ઊંચો છે. હંમેશા જુવાન રહે છે. તેની આંખો કપિલા વર્ણની છે એટલે કે બદામ જેવી છે. કમળાના પાનની અણી જેવું તેનામાં તેજ છે. તે ખૂબ જ જાતીય આવેશ ધરાવનાર અને ભોગી છે. તે અગ્નિ તત્વનો છે. તેને તીખો રંગ ગમે છે. તેની આંખો ચમકતી છે. તેનો રંગ અગ્નિ જેવો છે. તે મક્કમ, બહાદુર, મજબૂત શરીરનો, મજબૂત હાડકાવાળો, યુદ્ધ પ્રિય અને ઉદાર છે. તે દગાબાજ પણ છે. તેનામાં આત્મવિશ્વાસની સાથે ઉતાવળિયો પણ છે અને ગુસ્સાવાળો અને હિંસક છે. સત્તા ધરાવનાર છે. તે તંદુરસ્ત છે. ઝઘડા, આળસપણું, કૃણતા, ઠગાઈ, વાસના અને ઇચ્છાઓનો કારકરૂપ મંગળ ગ્રહ છે.
મંગળ ગ્રહનું વર્ણન
મંગળ ગ્રહને(Mars Planet) ચાર પગ છે. તે પર્વત ઉપર અને જંગલમાં ફરનારો છે. તેની આંખો તેણી એટલે વિધક અને ક્રૂર છે. જુવાની સારી છે. સાંકડી કમર છે. હાડકામાં મેદ વધારે છે. જેને તીખો અને ખારો રસપ્રિય છે. તે થોડા ઓછા કલરવાળા કપડાં પહેરે છે.
દસમાં ભાવમાં બળવાન
મંગળ દક્ષિણ દિશાનો સ્વામી છે અને દક્ષિણ દિશામાં દસમાં ભાવમાં બળવાન છે. અગ્નિનું સ્થાન તેનું સ્થાન છે. તેનું રત્ન પરવાળુ છે. શોર્ય, પરાક્રમ, ભાઈબંધો, સગા-સંબંધી, હિંમત, જમીન તથા સહસ્ત્ર વિદ્યાનો કારક છે. શરીરમાં મજ્જા અને માસ ઉપર તેનું પ્રભુત્વ છે.
મંગળનો રોગ સાથે સંબધ
Mars Planet તાવ, શીતળા, ડાયાબિટીસ, અંતઃકોષમાં સોજો, મસા, ગરીબાઈને કારણે થતાં રોગો, માથામાં દુખાવો, કમરનો દુખાવો, ગુપ્ત ભાગના દર્દો, મૂત્રાશયમાં પથરી, કફ, ઘાટ, કાપા અને બંદૂકની ગોળી ભાગવી વગેરે સાથે તેનો સંબંધ છે.
મંગળ ગ્રહનો ધંધા, નોકરી કે વ્યવસાય સાથે સંબધ
બધી જ જાતના મહેનતના કાર્યો, બધા જ યાંત્રિક કાર્યો, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલને લગતા ધંધા, અગ્નિ તથા સળગી ઊઠે તેવા પદાર્થો, પેટ્રોલ, કેમિકલ્સ, ડીઝલ તેને લગતા ધંધાઓ, સોનું અને તેના લગતા ધંધાઓ, કેમિકલ્સના ધંધાઓ, ખેતી અને ખેતી સાથેના સંબંધિત ધંધાઓ, મકાન-જમીન અને બાંધકામને લગતા ધંધાઓ, હોટલ- કંદોઈ અને દરેક પ્રકારની ખાદ્ય સામગ્રી તેને લગતા ધંધાઓ, લશ્કરની યુદ્ધ સામગ્રી અને તેના લગતા ધંધામાં વગેરે સાથે સંબંધ ધરાવે છે. જાતીય જીવન અને ભોગવૃત્તિ તથા તેની સાથે સંકળાયેલા બધા જ ધંધાઓ સહસ્ત્રક્રિયા વાહનો અને તેને સાથેનામ બધા ધંધાઓ મંગળ સાથે સંબંધિત છે.
મંગળની રાશિ
મંગળની(Mars Planet) સ્વરાશિ મેષ અને વૃશ્ચિકનો મકર રાશિ પરમ ઉચ્ચનો મકર રાશિના 28 માં નીચનો, કર્ક રાશિમાં નીચેનો કર્ક રાશિમાં 28 અંશનો મૂળ ત્રિકોણમાં, મેષ રાશિમાં 0 થી 12:00 સુધી મેષ રાશિમાં, 12 થી 30 સુધી નીચેનો કર્ક રાશિમાં 28 અંશનો મૂળ ત્રિકોણમાં, મેષ રાશિમાં 0 થી 12:00 સુધી મેષ રાશિમાં બહારથી 30 સુધી.
મંગળ ગ્રહના કારક તત્વ
મંગળ ગ્રહ જમીન, મકાન, રમતગમત,શુરવીરતા, સાહસ, ભાઈ ભાંડો, નેતૃત્વ, ડોક્ટર, સર્જન, લડાઈ, લોહીના રોગ, અકસ્માત, સૈનિક, સૈનિકના વડા તેના ઉપર કારક તત્વ ધરાવે છે.
મંગળ દોષથી આવતી સમસ્યા
મંગળ દોષ હોય તો તેની અસર લગ્ન જીવન, સ્વાસ્થ્ય અથવા કારકિર્દીમાં સમસ્યાઓ આવતી હોય છે. જેનો ઉપાય કરવાથી આ સમસ્યામાંથી બહાર નીકળી શકાય છે.
Mars Planet મંગળ દોષના ઉપાય
આપની કુંડળીમાં મંગળ પહેલા, ચોથા, સાતમા, આઠમા કે બારમા ભાવમાં હોય ત્યારે મંગળ દોષ(માંગલિક દોષ) બને છે. આ દોષના નિવારણ માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાન ચાલીસા કે બજરંગ બાણનો પાઠ કે પછી સુંદર કાડનો પાઠ પણ કરી શકાય. મંગળવારે હનુમાનજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો. આપને જે અનુકૂળ હોય તે ઉપાય આપ કરી શકો છો. તેનાથી મંગળની અશુભ અસર દૂર થાય છે. શક્ય હોય તો આપે એક આસન પર બેસીને હનુમાનજીની છબી કે ફોટા સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને પછી તમે હનુમાન ચાલીસા કરો, તમને 100 ટકા નિવારણ મળશે. આ ઉપાય કરવાથી મંગળ ગ્રહની નકારાત્મક ઉર્જાને શાંત કરશે.
લાલ ચીજ વસ્તુનું દાન
શિવલિંગ પર કુમકુમ કે લાલ ફૂલ ચડાવવા જોઈએ. કાચુ દૂધ પણ ચઢાવી શકો છો. મંગળવારે લાલ ચીજવસ્તુનું દાન કરવું જોઈએ. લાલ વસ્ત્રો પહેરવા અથવા લાલ વસ્ત્રોનું જરૂરિયાતમંદને દાન કરવું. અથવા મસૂરની દાળ, ગોળ કે ઘઉનું પણ દાન કરી શકો છો. અથવા તો દર મંગળવારે લાલ ઘઉ અને ગોળ લાલ ગાયને ખવડાવો. લાલ ચંદનની માળાનો ઉપયોગ કરીને ઓમ અંગારકાય નમઃ 108 મંત્રની એક માળા દરરોજ કરવી જોઈએ, અથવા દર મંગળવારે કરો.
મંગળનો આકરો દોષ હોય તો…
જો આપની કુંડળીમાં મંગળનો(Mars Planet) વધુ ગંભીર દોષ હોય તો આપે જ્યોતિષના જાણકાર પંડિતજીને જન્માક્ષર બતાવીને તેમના માર્ગદર્શનથી આપ ઉપાય કરશો તો ચોક્કસથી મંગળ દોષમાંથી હળવાશ અનુભવી શકશો.
- ડૉ જતીન મહેતા જ્યોતિષ આચાર્ય, બનારસ
(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)
આ પણ વાંચો….
Sun Introduction and Remedies – Most Watched Article
Sun Introduction and Remedies: સૂર્ય નબળો હોય તો શું ઉપાય કરશો?

