અમદાવાદ- Gold Silver Market સોનામાં બે તરફી વધઘટે સામાન્ય સુધારો આવ્યો હતો. જ્યારે ચાંદીમાં સામાન્ય ઘટાડો રહ્યો હતો.(Gold Rate Today) સતત ત્રીજા સપ્તાહે બે તરફી વધઘટ જોવા મળી હતી. સોનાચાંદીમાં બાઈંગ અને સેલીંગ એમ બે તરફી કામકાજ રહ્યા હતા.(Gold Price Today) સોનાચાંદીમાં બે તરફી વધઘટ રહેવાના કયા કારણો? સોનાચાંદીના ભાવ કેમ વધતા નથી? આગામી સપ્તાહે સોનાચાંદી બજાર(Bullion Market) કેવું રહેશે? ટેકનિકલી સોનાચાંદી બજાર કેવું લાગે છે? સોનાચાંદીમાં ટ્રેડિંગ રેન્જ બ્રેક થશે ખરી? શું હાલના ભાવે રોકાણ કરી શકાય ખરુ?
જૂઓ વીડિયો….
અમદાવાદ સોના ચાંદીના ભાવ
અમદાવાદ સોનાચાંદી બજાર(ચોકસી મહાજન- માણેકચોક)માં શનિવારે 24 કેરેટ સોનાનો દસ ગ્રામે ભાવ રૂપિયા 1,47,900 રહ્યો હતો. તેમજ ચાંદી ચોરસા એક કિલોએ ભાવ રૂપિયા 2,24,200 રહ્યો હતો.
એમસીએક્સમાં ભાવ
એમસીએક્સમાં(Gold Silver Market) શુક્રવારે ટ્રેડિંગ સેશનને અંતે ગોલ્ડનો ભાવ રૂપિયા 1,41,599 રહ્યો હતો. તેમજ સિલ્વરનો ભાવ 2,17,488 રહ્યો હતો.
ગોલ્ડ ફ્યુચર 28 ડૉલર વધ્યું
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4011 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલીથી ઉછળી 4180 ડૉલર થઈ અને સપ્તાહને અંતે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 4098 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના બંધની સરખામણીએ 28 ડૉલર વધ્યો હતો.
સ્પોટ ગોલ્ડ 11 ડૉલર ઘટ્યો
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 3995 ડૉલર થઈ અને લો લેવલ પર નવી ખરીદી નીકળતાં વધી 4120 ડૉલર થઈ અને ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 4042 ડૉલર બંધ થયો હતો. જે વીતેલા સપ્તાહના બંધભાવની સરખામણીએ 11 ડૉલર ઘટ્યો હતો.
સિલ્વર ફ્યુચરમાં 1.07 ડૉલરની નરમાઈ
સિલ્વર સપ્ટેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 56.86 ડૉલર થઈ અને ઘટાડે નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 60.39 ડૉલર થઈ અને પ્રોફિટ બુકિંગ થતાં પાછો પડી ભાવ 57.83 ડૉલર બંધ રહ્યો હતો. જે વીતેલા સપ્તાહના બંધભાવની સામે 1.07 ડૉલરની નરમાઈ દર્શાવે છે.
સ્પોટ સિલ્વરમાં પ્રોફિટ બુકિંગ
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 56.65 ડૉલર થઈ લૉ લેવલ પર નવી ખરીદી નીકળતાં વધી 60.09 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 57.65 ડૉલર બંધ થયો હતો. જે 0.54 સેન્ટ્સની નરમાઈ દર્શાવે છે.
સોનાચાંદીમાં બે તરફી વધઘટ કેમ?
(1) યુએસ ફેડરલ રીઝર્વે ફેડ રેટ 3.50થી 3.75 ટકા સ્થિર રાખ્યો હતો. મોટાભાગે ફેડ રેટમાં વધારો થવાની ધારણા હતી. પણ ફેડ રેટ સ્થિર રખાયા પછી ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી. ફેડરલ રીઝર્વની બેઠકમાં ત્રણ સભ્યોની અસહમતિ હતી. પરંતુ હવે સપ્ટેમ્બરમાં ફેડ રેટમાં વધારો કરવો પડે તેવી સંભાવના વધી છે. જો કે કેટલાક આર્થિક નિષ્ણાતોના મતે મોંઘવારીને કાબૂમાં લેવા માટે ફેડ રેટમાં વધારો આવશ્યક હતો.
(2) યુએસ જીડીપી ગ્રોથ 2026ના બીજા કવાર્ટરમાં ઘટીને 1.50 ટકા આવ્યો હતો. જે પહેલા કવાર્ટરમાં 2.1 ટકા હતો. તેના પરથી અનુમાન લગાવી શકાય કે અમેરિકન ઈકોનોમી સ્લો પડી છે.
(3) અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધને મામલે તંગદિલી વધી છે. એક તરફ ગાઝા સાથે શાંતિ સ્થપાઈ છે. પણ ઈરાન સાથે યુદ્ધ ચાલુ છે. આમ જીઓ પોલિટિકલ ટેન્શનને કારણે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલીનો તદન અભાવ રહ્યો હતો.
(4) ડૉલર મજબૂત થયો હતો. પણ સપ્તાહના અંતે ઘટ્યો હતો. ડૉલર ઈન્ડેક્સ વધીને 101.49 થઈ અને સપ્તાહને અંતે 99.79 થયો હતો.
(5) ફેડ રેટ યથાવત રહ્યા પછી યુએસ 10 વર્ષના બોન્ડનું યીલ્ડ વધીને 4.74 હાઈએસ્ટ લેવલ પર રહ્યું હતું. પરિણામે સપ્તાહને અંતે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં વેચવાલી ફરી વળી હતી.
(6) હોર્મુઝ અંશતઃ બંધ છે. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હતા. સપ્તાહને અંતે બ્રેન્ટ ક્રૂડ 87.93 ડૉલર અને ક્રૂડ ઓઈલ 84.67 ડૉલર પર રહ્યું હતું. આમ ક્રૂડની કીમતો વધીને આવતાં અમેરિકા અને એશિયાઈ દેશોમાં ફરીથી મોંઘવારી વધુ વધીને આવવાની ચિંતા થઈ હતી. જો મોંઘવારી વધુ વધશે તો તેની વિશ્વના દેશોના અર્થતંત્ર પર નેગેટિવ અસર જોવા મળશે.

Generated by AI
આગામી સપ્તાહે ઈકોનોમીક ઈવેન્ટ
સોમવારે આઈએસએમ મેન્યુફેકચરિંગ પીએમઆઈ જાહેર થશે. મંગળવારે જોલ્ટ્સ જોબ રીપોર્ટ આવશે. બુધવારે જુલાઈનો એડીપી એમ્પ્લોયમેન્ટ ડેટા અને આઈએસએમ સર્વીસીઝ પીએમઆઈ જાહેર થશે. ગુરુવારે યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ્સ અને શુક્રવારે જુલાઈમાં નોન ફાર્મા પેરોલ્સ ડેટા આવશે.
આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?
આગામી સપ્તાહે સોનાચાંદી બજાર(Gold Silver Market) બે તરફી વધઘટે અથડાશે. હજી ટ્રેડિંગ રેન્જમાં રહેશે. જો કે ટ્રેડિંગ રેન્જ બ્રેક થશે તો જ નવી તેજી મંદી આવશે. ટેકનિકલી માર્કેટ ટ્રેડિંગ રેન્જમાં છે. એટલે કે ગોલ્ડમાં 4000 ડૉલરનું સપોર્ટ લેવલ રહેશે, આ સપોર્ટ લેવલ તૂટશે તો 3800 ડૉલર થઈ શકે છે. ગોલ્ડ 4180 ડૉલરના રેઝિસ્ટન્સ લેવલને ક્રોસ કરશે તો 4300 ડૉલર થશે. સિલ્વરમાં 55 ડૉલરનો સપોર્ટ લેવલ છે અને ઉપરમાં 61 ડૉલર રેઝિસ્ટન્સ લેવલ આવે છે. 61 ડૉલર કૂદાવશે તો 65 અને તેની ઉપર 68 ડૉલર સુધી જઈ શકે છે. આગામી સપ્તાહે યુએસ ઈરાન યુદ્ધ અને ક્રૂડની કીમતો પર તેમજ યુએસ જોબ ડેટા પર ધ્યાન રાખવું પડશે, તેના પર જ બજારની ભાવી ચાલનો આધાર રહેશે.

