Stock Market India: ચાર દિવસની તેજીને બ્રેક, કાલે RBIની ધીરાણ નિતી શેરબજારમાં નવું બાઈંગ લાવશે?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India ચાર દિવસની તેજી પછી શેરબજારમાં ઘટાડો આવ્યો હતો. નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 210 પોઈન્ટ ઘટી 78,428 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 159 પોઈન્ટ ઘટી 24,614 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 340 પોઈન્ટ ઘટી 57,907 બંધ હતો. શેરબજાર ઘટવા પાછળ કયા કારણો? કાલે આરબીઆઈની ક્રેડિટ પૉલીસીમાં શું આવશે? ટેકનિકલી માર્કેટમાં(Share Market India) બ્રેકઆઉટ આવ્યો છે, તો શું હવે ઘટાડે નવી લેવાલી આવશે? કાલે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 210 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 79,132ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં વધી 79,143 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 78,211 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,428.95 બંધ થયો હતો. સેન્સેક્સ દિવસના હાઈથી 900 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 210.08 ઘટ્યો હતો.

નિફ્ટી 159 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,703ના નીચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. જે દિવસનો જ હાઈ બન્યો હતો. નફારૂપી વેચવાલી ફરી વળતાં ઘટી 24,727 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,614.90 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સામે 159.40નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટીની વીકલી એક્સપાયરી- પ્રોફિટ બુકિંગ

સપ્તાહના બીજા દિવસે અને સતત ચાર દિવસની એકતરફી તેજી પછી આજે મંગળવારે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. તેમજ નિફ્ટી વીકલી એક્સપાયરીનો દિવસ હતો. જેથી મોટાભાગે તેજીવાળા ખેલાડીઓએ ઉભી પોઝિશન સ્કવેર ઓફ કરી હતી. અને કેટલીક પોઝિશન રોલ ઓવર કરી હતી. આજે આઈટી, બેંક, રીયલ્ટી, ઈન્ફ્રા, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યૂરેબલ સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગથી નરમાઈ રહી હતી. તો સામે મેટલ અને મીડિયા સેકટરના શેરોમાં નવી લેવાલી ચાલુ રહેતાં મજબૂતી રહી હતી.

 શેરબજાર ઘટવાના કારણો

(1) શેરબજારમાં ક્લોઝિંગ ઓક્શન સેશન(CAS)નો અમલ સોમવારથી થયો છે. આ સીસ્ટમને લઈને બજારમાં ભારે અનિશ્ચિતતા હતી. તેમજ બ્રોકરોએ પોતાના કલાયન્ટો એટલે કે રોકાણકારોન પોતાની પોઝિશન 3.05 વાગ્યા પહેલા સરખી કરવા સલાહ આપી છે. જેમાં અસ્પષ્ટતાને લઈને બજારમાં એકજાતનો ગભરાટ હતો.

(2) યુએસ ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાની વાતો હતી, પણ તેમાંય કોઈ સ્પષ્ટતા નથી. જેથી આજે વિશ્વના સ્ટોક માર્કેટમાં અનિશ્ચિતતા વચ્ચે સેલીંગ પ્રેશર રહ્યું હતું.

(3) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 1.87 ડૉલર વધી 85.65 ડૉલર પર ટ્રેડ કરતો હતો. અને ક્રૂડ ઓઈલ 1.41 ડૉલર વધી 81.75 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

(4) નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી, જેથી આજે નવી લેવાલીનો તદન અભાવ રહ્યો હતો. ચાર દિવસની ભારે તેજી પછી નફો બુક કરવાની ઉત્તમ તક ઝડપી હતી.

(5) આવતીકાલે બુધવારે આરબીઆઈની ધીરાણ નીતિ જાહેર થશે. જેમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરાશે નહી તેવી ધારણા બજારની હતા. તેમજ રીટેઈલ મોંઘવારી દર કે જીડીપી ગ્રોથના અનુમાનમાં કોઈ બદલાવ કરાશે નહી. જો કે ધીરાણ નીતિ અગાઉ શેરબજારમાં સાવચેતીનો મૂડ હતો.

એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ

મીડકેપ ઈન્ડેક્સ 187 પોઈન્ટ ઘટ્યો હતો. જો કે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 45 પોઈન્ટ વધ્યો હતો. એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1602 શેરના ભાવ વધ્યા હતા અને 1708 શેરના ભાવ ઘટ્યા હતા.

125 શેરમાં અપર સર્કિટ

આજે મંગળવારે 141 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 30 શેર બાવન વીક લો પર બંધ હતા. 125 શેરમાં અપર સર્કિટ તથા 77 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈહતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

એપોલો હોસ્પીટલ(2.61 ટકા), હિન્દાલકો(2.52 ટકા), ટ્રેન્ટ(1.89 ટકા), જિઓ ફાયનાન્સ(0.76 ટકા) અને આઈટીસી(0.70 ટકા)

સૌથી વધુ ગગડેલા શેર

ગ્રાસિમ(3.74 ટકા), એચડીએફસી લાઈફ(3.10 ટકા), બજાજ ઓટો(2.16 ટકા), મેક્સ હેલ્થ(2.13 ટકા) અને રીલાયન્સ(2.13 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

કાલે બુધવારે આરબીઆઈની ધીરાણ નીતિની જાહેરાત સવારે 10 વાગ્યે થશે. તેમજ કાલે પાવરગ્રીડ, કમીન્સ અને ઓરો ફાર્માના પ્રથમ ત્રિમાસિક પરિણામ જાહેરાત થશે. જો કે નિફ્ટી તેની ટ્રેડિંગ રેન્જ બ્રેક કરીને બહાર નીકળ્યો છે. જેથી હવે દરેક ઘટાડે નવી લેવાલી જોવાશે. નિફ્ટીમાં 24,350 સપોર્ટ લેવલ રહેશે. જે સ્ટોપલોસ રાખીને ઘટાડે ખરીદી કરી શકાય. ઉપરમાં નિફ્ટીમાં 24,600 રેઝિસ્ટન્સ લેવલ આવે છે. જે લેવલ કૂદાવતાં 24,800 અને 25,000 સુધીના લેવલ બતાવી શકે છે. બેંક નિફ્ટી 57,400ના સપોર્ટ લેવલ ઉપર જ બંધ છે, જેથી બેંક નિફ્ટી તેજીમાં છે. હવે બેંક નિફ્ટી 57,800ની ઉપર જ રહેશે તો 58,500 અને 59,000ના લેવલ બતાવી શકે છે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment