Stock Market India: આગામી સપ્તાહે શેરબજારમાં તેજીની આગેકૂચ રહેશે કે ઘટાડો?

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના છેલ્લા ઘટાડો આવ્યો હતો. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ હતું. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 455 પોઈન્ટ ઘટી 78,499 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 65 પોઈન્ટ ઘટી 24,570 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 317 પોઈન્ટ ઘટી 57,746 બંધ થયો હતો. શેરબજારમાં પ્રોફિટ બુકિંગ આવવાના કયા કારણો? આગામી સપ્તાહે શેરબજારનો ટ્રેન્ડ કેવો રહેશે? આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આગળ વધશે કે કેમ? ટેકનિકલી બજારમાં(Share Market India) તેજી કેટલી મજબૂત? આગામી સપ્તાહના બેસ્ટ બાય?

જૂઓ વીડિયો…. 

સેન્સેક્સ 455 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 78,516ના નીચા મથાળે ખૂલીને શરૂમાં વધી 78,757 થઈ અને ત્યાં પ્રોફિટ બુકિંગ ઘટી 78,377 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 78,499.17 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 455.59નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 65 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ સવારે 24,538ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં સામાન્ય વધી 24,630 થઈ અને ત્યાં નફાવાળાની વેચવાલી આવતાં ઘટી 24,522 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,570.65 બંધ થયો હતો. જે ગઈકાલના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 65.35નો ઘટાડો દર્શાવે છે.

શેરબજારમાં સાવચેતીનું વલણ

સપ્તાહનો છેલ્લો દિવસ હતો. બજાર નીચા મથાળે ખૂલ્યા પછી બે તરફી કામકાજ વચ્ચે અથડાયું હતું. નવી લેવાલી માત્ર સ્પેસિફિક સેક્ટરમાં હતી. અન્ય સેકટરમાં પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. બે દિવસ રજા આવતી હોવાથી શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ રહ્યું હતું. આજે આઈટી, ઓટો અને એફએમસીજી સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. જ્યારે બેંક, ફાયનાન્સિયલ સર્વિસીઝ શેરોમાં ભારે વેચવાલીથી ભાવ ઘટ્યા હતા.

પ્રોફિટ બુકિંગ આવવાના કારણો

(1) સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખૂલવાની ચિંતાને કારણે શેરબજારમાં વેચવાલી આવી હતી. ઈરાન ઓમાન વચ્ચેની વાતચીત વચ્ચે ઈરાને કહ્યું હતું કે મિત્ર દેશોના હોર્મુઝમાંથી જહાજ પસાર થાય, અને તે સિવાયના જહાજ પસાર થશે, તો તેમના પર દંડ લાગવામાં આવશે.

(2) યુએસ જુલાઈ મહિનાનો જોબ રીપોર્ટ આવવાનો હોવાથી યુએસ ડાઉ જોન્સ અને નેસ્ડેક ઘટ્યા હતા, જેની પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટમાં હાઈ લેવલ પર પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. જેની નેગેટિવ અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી.

(3) એફઆઈઆઈનું બાઈંગ ધીમું પડ્યું છે. પાંચ ટ્રેડિંગ સેશનમાં નેટ બાઈંગ પછી નેટ સેલર થઈ છે. 6 ઓગસ્ટે એફઆઈઆઈએ 17 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ નવી લેવાલીના અભાવે તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી અટકી હતી.

(4) બેંક અને ફાયનાન્સિયલ સર્વિસીઝ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ભાવ તૂટયા હતા. આરબીઆઈએ એક ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જે અનુસાર રોકાણકારોને નોન બેંકિંગ લેન્ડર્સને કેટલીક ખાસ પ્રકારની રિવોલ્વિંગ ક્રેડિટ પ્રોડ્ક્ટસ આપવાની ક્ષમતાને મર્યાદિત કરે છે.

(5) આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કીમતોમાં વધારો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ વધીને 82.36 ડૉલર અને ક્રૂડ ઓઈલ 77.17 ડૉલર પર ટ્રેડ કરતો હતો.

મીડકેપ ઈન્ડેક્સ 136 પોઈન્ટ પ્લસ

મીડકેપ ઈન્ડેક્સ 136 પોઈન્ટ પ્લસ હતો, તો નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 10 પોઈન્ટ ઘટ્યો હતો. જો કે આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો મધ્યમ રહ્યો હતો. 1685 શેરના ભાવ વધ્યા હતા. અને 1664 શેરના ભાવ ઘટ્યા હતા.

98 શેરમાં અપર સર્કિટ

131 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 52 શેર બાવન વીક લો પર બંધ હતા. જ્યારે 98 શેરમાં અપર સર્કિટ અને 87 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

સૌથી વધુ ઊંચકાયેલા શેર

ગ્રાસિમ (3.52 ટકા), ટીસીએસ(3.36 ટકા), હિન્દાલકો(3.17 ટકા), એમ એન્ડ એમ(2.82 ટકા) અને એચસીએલ ટેકનોલોજી(1.62 ટકા).

સૌથી વધુ ગગડેલા શેર

બજાજ ફાઈનાન્સ(5.84 ટકા), બજાજ ફિનસર્વ(3.70 ટકા), ટ્રેન્ટ(3.54 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(2.50 ટકા) અને જિઓ ફાઈનાન્સ(2.50 ટકા).

આગામી સપ્તાહે શેરબજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે તેજી આગળ વધશે. નિફ્ટી 24,600 ઉપર નીકળશે અને તેના પર બંધ રહેશે તો ઉપરમાં 24,800 અને 25,000 થવાનો રસ્તો ખૂલશે. નીચામાં 24,350 સપોર્ટ લેવલ રહેશે. તેવી જ રીતે બેંક નિફ્ટી 57,600 સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 58,200 કૂદાવશે તો 58,500 અને તેની ઉપર 59,000 થશે. જો કે ઈરાન અને યુએસના ન્યૂઝ પર ખાસ નજર રાખવી. આગામી સપ્તાહે ક્રૂડ ઓઈલના ભાવ અને યુએસ જોબ રીપોર્ટ પર ધ્યાન રાખવું. તે ફેકટર પર શેરબજારની ચાલ નિર્ભર રહેશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment