અમદાવાદ- Budh Gochar 2026 ગ્રહોના રાજકુમાર બુધ દેવનું ગોચર 30 એપ્રિલ, 2026ને ગુરુવારે સવારે 6 વાગ્યેને 55 મિનીટ પર મેષ રાશિમાં થશે. જ્યોતિષશાસ્ત્રને આધારે બુધ ગ્રહ વાણી, વેપાર, તર્ક અને બુદ્ધિના કારક મનાય છે. બુધના આ ગોચરથી કેટલીક રાશિઓના જીવન પર પોઝિટિવ પ્રભાવ પડશે. ચાલો આપણે જાણીએ બુધના ગોચરથી કઈ રાશિઓના ભાગ્યનો ઉદય થશે.(Mercury’s transit in Aries will change the fate of these zodiac signs) તે લકી રાશિ જાણીએ.
મેષ રાશિ(Aries)
મેષ રાશિમાં બુધનો પ્રવેશ(Budh Gochar 2026) મેષ રાશિના જાતકો માટે શુભ થશે. ધનલાભ થઈ શકે છે. તમારા કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. વેપાર કરનાર લોકોને લાભ મળશે અને નવા ગ્રાહકો તમને શોધતાં આવશે. તમે કોઈ યાત્રા પર પણ જઈ શકો છો.
મિથુન રાશિ(Gemini)
મિથુન રાશિવાળાઓને બુધના ગોચરથી લાભ મળશે. કરિયરમાં સફળતા મળશે. મિથુન રાશિના લોકોના ઓફિસમાં વખાણ થશે. કામમાં અધિકારીઓનો સહયોગ મળી શકે છે. નવા કામની શરૂઆત માટે સમય સારો છે.
કર્ક રાશિ(Cancer)
કર્ક રાશિના લાકો માટે બુધનું મેષ રાશિમાં ગોચર(Budh Gochar 2026) શુભ અને લાભકારી બની રહેશે. નોકરી અને બિઝનેસના મામલે પ્રગતિ થશે. કરિયરમાં નવી સફળતા મળશે. ઓફિસમાં કોઈ જવાબદારીનું કામ મળી શકે છે. આપ નવા કામની શરૂઆત પણ કરી શકો છો.
કન્યા રાશિ(Virgo)
બુધનું મેષ રાશિમાં ગોચર કન્યા રાશિના લોકોને લાભ આપશે. આપને આગળ વધવાની તક મળશે. નવી શરૂઆત કરનારા લોકો માટે સમય સારો છે. આપની મહેનતનું યોગ્ય ફળ મળશે. વેપાર કરતાં લોકો માટે સારો સમય શરૂ થશે. નોકરી માટે સમય સારો રહેશે. કન્યા રાશિના જાતકોનું આરોગ્ય પહેલા કરતાં વધુ સારુ થશે.
મકર રાશિ(Capricorn)
મકર રાશિના જાતકો માટે ખૂબ સારો સમય રહેવાનો છે. બુધનું ગોચર(Budh Gochar 2026) આપના માટે લાભદાયક રહેશે. ધન ધાન્યમાં વૃદ્ધિ થશે. પારિવારીક જીવન સુખમય રહેશે. મકર રાશિના લોકો જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકે છે. તેમજ આપની લવલાઈફ પણ સારી રહેશે. તમે જેને લવ કરતાં હશો તે તમને સામેથી પ્રપોઝ કરશે.
(નોંધ- ઉપરોક્ત સર્વસામાન્ય અવલોકન જ્યોતિષ શાસ્ત્રને આધારે છે, તેને gujaratibiznews.com પુષ્ટિ કરતું નથી. તેમજ તમારા જન્મના ગ્રહોને આધારે પણ આપ તેને મુલવી શકો છો.)
આ પણ વાંચો….
Gemini Zodiac: મિથુન રાશિનું વ્યક્તિત્વ જાણો, કયા રત્નને ધારણ કરવાથી લાભ થાય?

