મુંબઈ- Sun-Jupiter Yoga પંચાંગ અનુસાર 23 ઓગસ્ટ, 2026થી સૂર્ય અને ગુરુ એક બીજાથી માત્ર 18 અંશ દૂર છે. જ્યોતિષશાસ્ત્રમાં તેને અષ્ટાદશ યોગ કહે છે. આ યોગ પશ્ચિમ જ્યોતિષમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કોઈપણ વ્યક્તિની કુંડળીમાં વ્યક્તિની સુક્ષ્મ પ્રતિભા અને તેના છુપાયેલા ગુણ જોવા માટે આ યોગ ખૂબ જ મદદગાર સાબિત થાય છે. આજે આપણે સૂર્ય અને ગુરુના અષ્ટાદશ યોગથી(Surya Guru Yoga) કઈ રાશિઓને ફાયદો થશે અને કઈ રાશિઓની કિસ્મત ચમકશે? તે જોઈએ…
સૂર્ય અને ગુરુની વિશેષતા
સૂર્ય આત્મવિશ્વાસ, માન સમ્માન, નેતૃત્વ અને પિતાનો કારક છે. જ્યારે ગુરુ જ્ઞાન, ધર્મ, વિવેક, શિક્ષણ અને ધન સાથે જોડાયેલ ગ્રહ છે. એટલા માટે સૂર્ય અને ગ્રહના યોગને ખાસ મહત્ત્વ અપાયું છે. 23 ઓગસ્ટે આ યોગ બની રહ્યો છે. આ સૂર્ય અને ગુરુના અષ્ટાદશ યોગ(Sun-Jupiter Yoga) તમામ રાશિઓ પર વ્યાપક અસર કરે છે. પરંતુ પાંચ રાશિઓ એવી છે કે જે વધુ ફળદાયી અને ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. અટકેલું ધન પરત મળે અને માન સમ્માનમાં વધારો થાય છે. એવી પાંચ રાશિઓ અંગે જાણીશું.
મેષ રાશિ(Aries)
મેષ રાશિવાળા જાતકો માટે Sun-Jupiter Yoga યોગ કેરિયરમાં નવો મોડ લાવી શકે છે. વર્ક પ્લેસ પર આપની વાતનું વજન પડશે. કોઈપણ જૂના કામની સરાહના થશે. અટકેલું પેમેન્ટ પરત મળવાની આશા જાગશે. બિઝનેસમાં મોટા ગ્રાહકો અથવા નવી ડીલ થઈ શકે છે. લેવ રીલેશનમાં પાર્ટનર પર વિશ્વાસ વધશે. ફેમિલીમાં આપની સલાહથી કોઈપણ મામલાનો ઉકેલ આવી શકે છે. વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષા કે ઈન્યરવ્યૂમાં ફાયદો મળશે.
કર્ક રાશિ(Cancer)
કર્ક રાશિના લોકો માટે Surya Guru Yoga યોગ પૈસા અને ઓળખ બન્ને વધારશે. લાંબા સમય સુધી રોકાયલ કોઈપણ આર્થિક મામલો આગળ વધશે. નોકરીમાં જવાબદારી વધશે તેની સાથે આપની પ્રોફાઈલ પણ મજબૂત થશે. બિઝનેસમાં આપના જૂના સંપર્કોથી ફાયદો મળશે. સામાજિક જવાબદારી વધશે અને પ્રભાવશાળી લોકો સાથે કનેક્શન બનશે. લવ રીલેશનમાં સંબધોને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો. કોઈપણ જરૂરિયાતવાળી વ્યક્તિને જરૂરી સામાન આપવામાંથી આપના મનને શાંતિ અને સંતોષ મળશે.
સિંહ રાશિ(Leo)
સિંહ રાશિવાળા જાતકો માટે Sun-Jupiter Yoga યોગ વિશ્વાસનો નવો યુગ શરૂ કરનાર બની રહેશે. આપના કામ કરવાની જગ્યા એટલે કે ધંધો-વેપાર કે જોબ પર લીડરશીપ બતાવવાની તક મળશે. બોસ અથવા આપના સીનીયર આપના કામથી ખુશ થશે. અટકેલા પૈસા પરત મળશે. બિઝનેસનો વ્યાપ વધારવાનું પ્લાનિંગ આગળ વધશે. આપની વાત અને આપના પર્સાનિલિટીની અસર લોકોને સ્પર્શી જશે. લાઈફ પાર્ટનર સાથે ભવિષ્યને લઈને સારી વાત થઈ શકે છે. વિદ્યાર્થીઓને ક્ષમતા બતાવવાની સરસ તક મળી શકે છે.
વશ્ચિક રાશિ(Scorpio)
વૃશ્ચિક રાશિવાળાઓ માટે Surya Guru Yoga યોગ જૂના મામલમાં નવી દિશા આપશે. કોર્ટ કચેરીમાં અથવા તો કોઈપણ વિવાદ હોય તો તેમાં રાહતની આશા જાગશે અને વિવાદ ઉકલી જશે. કેરિયરમાં અચાનક કોઈ ઉપયોગી તક સામે આવશે. જોબ બદલાનો વિચાર કરતાં હોય તો તે અંગે રસ્સો ખૂલી જશે. બિઝનેસમાં અટકેલી વાતચીત ફરી શરૂ થશે. ધનના મામલામાં કોઈપણ જૂના રોકાણ અથવા ચૂકવણીથી ફાયદો મળશે. પ્રેમ સંબધોમાં શક છોડીને ખૂલીને વાત કરશો, તો પોઝિટિવ પરિણામ મળશે. પરિવારના કોઈપણ વડીલની મદદ કરવું આપના માટે શુભ અનુભવ અને આર્શીવાદ આપશે.
ધન રાશિ(Sagittarius)
ધન રાશિવાળા જાતકો માટે Sun-Jupiter Yoga યોગ જ્ઞાન અને તક બન્ને લઈને આવી રહ્યો છે. કરિયરમાં આપ નિષ્ણાત છો તેની ઓળખ મળશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી ભૂમિકાની વાત આગળ વધારી શકો છો. બિઝનેસ કરતાં લોકોને દૂરથી કે શહેરમાંથી કે વિદેશીથી કામ મળવાની તક મળશે. આવકના નવા સોર્સ શરૂ કરવાની યોજના સફળ થશે. સામાજિક સર્કલમાં આપની પ્રતિષ્ઠા વધશે. પ્રેમ સંબધમાં હોવ તો વાતને આગળ લઈ જઈ શકશો. કોઈપણ જરૂરિયાવાળા વિદ્યાર્થીને ભણતરમાં મદદ કરવાથી તેના આર્શીવાદ મળશે અને મનને ખુશીઓથી ભરી દેશે.
આ પણ વાંચો…
Mercury Planet: બુધ વાણી, વેપાર અને બુદ્ધિનો કારક, બુધને મજબૂત કરવાના ઉપાયો જાણો

