Stock Market India: શેરબજારમાં બે તરફી વધઘટ, કાલે ગુડ ફ્રાઈડે કે બ્લેક ફ્રાઈડે?

સેન્સેક્સ 113 પોઈન્ટ વધ્યો, જ્યારે નિફ્ટી 40 પોઈન્ટ ઘટ્યો

by Gujarati biz news
Stock Market India

Stock Market Indiaઅમદાવાદ- Stock Market India શેરબજારમાં બે તરફી વધઘટ રહી હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 113 પોઈન્ટ વધી 78,079 બંધ રહ્યો હતો. જો કે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 40 પોઈન્ટ ધટી 24,395 બંધ થયો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 250 પોઈન્ટ ઘટી 57,635 બંધ તયો હતો. શેરબજારમાં આજે લૉ લેવલ પર બાઈંગ કેમ આવ્યું? શેરબજાર ટ્રેડિંગ રેન્જમાં કેમ અથડાઈ રહ્યું છે? ટેકનિકલી માર્કેટમાં સપોર્ટ લેવલ તૂટ્યા કે નહી? કાલે ગુડ ફ્રાઈડે કે બ્લેક ફ્રાઈડે? કાલે શેરબજારનો(Share Market India) ટ્રેન્ડ કેવો રહેશે? શું કાલે ટ્રેડિંગ રેન્જ તૂટશે?

જૂઓ વીડિયો….

સેન્સેક્સ 113 પોઈન્ટ સુધર્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 78,111ના સામાન્ય સુધારા સાથે ખૂલીને શરૂમાં વધુ સુધરી 78,119 થઈ અને ત્યાં વેચવાલી ફરી વળતાં ઘટી 77,665 થઈ અને લૉ લેવલે નવું બાઈંગ આવતાં ઝડપી રીકવર થઈ ટ્રેડિંગ સેશનને અંતે 78,079.96 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 113.61નો સુધારો દર્શાવે છે.

નિફ્ટી વધુ 40 પોઈન્ટ ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 24,431ના મથાળે ખૂલીને તે દિવસનો હાઈ રહ્યો હતો, ત્યાં પ્રોફિટ બુકિંગ આવતાં ઘટી 24, 311 થઈ અને નીચા મથાળે નવી લેવાલી નીકળતાં સુધરી 24,395.85 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 40.10નો ઘટાડો દર્શાવે છે.

બજારમાં કાલની રીપ્લે હતી

આજે ગુરુવારે શેરબજાર ખૂલતાની સાથે વેચવાલી ફરી વળી હતી. તેજીવાળાઓએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. જો કે ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં તેજીવાળા ઓપરેટરોએ નીચા મથાળે નવી લેવાલી કાઢી હતી, જેથી ઘટ્યા મથાળેથી ઝડપી સુધારો આવ્યો હતો. ગઈકાલની ટ્રેડિંગ સેશનની જેમ આજે તેની રીપ્લે રહી હતી. બજાર ટ્રેડિંગ રેન્જમાં જ રહ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીએ ગઈકાલના લો લેવલને પણ તોડ્યું ન હતું. અને રીકવર થયું હતું. આજે રીયલ્ટી, એફએમસીજી, આઈટી અને ઓટો સેકટરના શેરોમાં લેવાલીથી મજબૂતી રહી હતી. જ્યારે મેટલ અને બેંક શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.

નીચા મથાળે લેવાલી કેમ આવી?

(1) યુએસએમાં મોંઘવારી દર અનુમાન કરતાં સારો આવ્યો છે. યુએસ સીપીઆઈ 0.1 ટકા વધ્યો હતો. જે ખૂબ મામુલી ગણાતો હતો. જેથી હવે ફેડરલ રીઝર્વને ફેડ રેટમાં વધારો કરવાનો રહેશે નહી. પરિણામે ગત મોડી રાતે ડાઉ જોન્સાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. આજે બપોરે ડાઉ જોન્સ ફ્યુચર 123 પોઈન્ટ પ્લસ ચાલતું હતું. જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર પડી હતી.

(2) યુએસ ઈરાન વચ્ચે જીઓ પોલિટિકલ ટેન્શન યથાવત છે. હોર્મુઝ બંધ છે, તેમ છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કીમતો ઘટી હતી. બ્રેન્ટ ક્રૂડ 1.53 ડૉલર ઘટી 87.46 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ક્રૂડ ઓઈલ 1.57 ડૉલર ઘટી 81.72 ડૉલર પર ટ્રેડ કરતો હતો. જેથી ભારતીય શેરબજારમાં નીચા મથાળે સપોર્ટ આવ્યો હતો.

(3) ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી ત્રણ દિવસના ઘટાડા છતાં સપોર્ટ લેવલ તૂટ્યા નથી. આથી દરેક ઘટાડે નવું બાઈંગ આવ્યું હતું.

મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નવુ બાઈંગ

મીડેકપ ઈન્ડેક્સ 97 પોઈન્ટ વધ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 53 પોઈન્ટ સુધર્યો હતો. તેમ છતાં એડવાન્સ ડેક્લાઈન રેશિયો મધ્યમ રહ્યો હતો. 1688 શેરના ભાવ વધ્યા હતા અને 1698 શેરના ભાવ ઘટ્યા હતા.

143 સ્ટોકમાં અપર સર્કિટ

108 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 62 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા. તેમજ 143 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 90 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

ટોપ ગેઈનર્સ

તાતા કન્ઝ્યુમર(2.69 ટકા), તાતા મોટર પેસેન્જર વ્હીકલ(1.92 ટકા), એનટીપીસી(1.41 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(1.41 ટકા) અને શ્રી રામ ફાયનાન્સ(1.35 ટકા)

ટોપ લુઝર્સ

હિન્દાલકો(2.99 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(1.74 ટકા), અલ્ટ્રાટેક સીમેન્ટ(1.56 ટકા), ગ્રાસિમ(1.54 ટકા) અને એસબીઆઈ લાઈફ(0.98 ટકા)

કાલે શેરબજાર કેવું રહેશે?

કાલે 14 ઓગસ્ટને શુક્રવારે અશોક લેલેન્ડ, વોલ્ટાસ અને એનએમડીસી સહિત વાયદાની 8 કંપનીઓના પ્રથમ ત્રિમાસિકગાળાના પરિણામ આવશે. તેમજ શેરબજારમાં કાલે ગુડ ફ્રાઈડ થશે કે બ્લેક ફ્રાઈડે થશે? ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. સપોર્ટ લેવલ અને રેઝિસ્ટન્સ લેવલની વચ્ચે બજાર અથડાયા કરે છે. હવે કાલે ટ્રેડિંગ રેન્જ બ્રેક થશે. નિફ્ટીમાં 24,250 સપોર્ટ લેવલ રહેશે અને ઉપરમાં 24,500 રેઝિસ્ટન્સ લેવલ રહેશે. બેંક નિફ્ટીમાં 57,250 સપોર્ટ લેવલ અને 57,900 રેઝિસ્ટન્સ લેવલ આવે છે. તેવી જ રીતે સેન્સેક્સમાં 77,500 સપોર્ટ લેવલ અને 78,300 રેઝિસ્ટન્સ લેવલ આવે છે. ટૂંકમાં કાલે યુએસ ઈરાન ન્યૂઝ, ટ્રમ્પનું સ્ટેટમેન્ટ અને ક્રૂડના ભાવ આ ત્રણ બાબત પર શેરબજારની ચાલ નિર્ભર રહેશે.

Disclaimer: શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે. રોકાણ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. અત્રે માર્કેટનું એનાલિસીસ કરવાનો પ્રયત્ન કરેલો છે.

You will also like

Leave a Comment